Vadodara
તળાવો ક્યાં ગયા ! શહેર ભ્રષ્ટાચારનો સૌથી મોટો અખાડો બની ગયું: જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજ
Published
5 months agoon
વડોદરામાં ઐતિહાસીક પૂરની સ્થિતી બાદ લોકો સામાન્ય જનજીવન તરફ પાછા વળી રહ્યા છે. લોકોની હાડમારીનો આમ તો કોઇ અંત નથી. તંત્ર તેમનાથી થતા પ્રયત્નો કરી રહ્યું છે. તેવામાં જૈન મુનિ વડોદરામાં પૂરની સ્થિતી અંગે આક્રોષિત હોય તેવો એક વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ વડોદરાના તળાવોથી લઇને વડોદરાના હાલના રાજકારણીઓ વિરૂદ્ધ બોલી રહ્યા છે. આ વીડિયો જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરાવાસીઓ ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યા છે. પૂરના સમયે લોકોને મદદ કરવામાં નિષ્ફળ નેતાઓ સામે લોકોનો આક્રોષ ફાટી નિકળ્યો છે. અને નેતાઓ-કાર્યકર્તાઓને ઠેર ઠેર જાકારો આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જૈન મુનિ પણ વડોદરાના પૂરથી વ્યથિત હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ શહેરની સ્થિતી અંગે સચોટ વાત મુકી રહ્યા હોય તેમ લોકોનું માનવું છે.
જૈન મુનીએ કહ્યું કે, આજથી કેટલાક વર્ષો પહેલા વડોદરામાં 30 – 35 તળાવો હતા. જે વરસાદનું પાણી આવતું હતું, તે પાણી તળાવોમાં જતુ રહેતું હતું. જેથી કોઇ હાની થતી ન્હતી. પરંતુ હવે તે 30 તળાવો ક્યાં ગયા વડોદરાના ! આ લોકો ખાઇ ગયા છે. રાજકારણીઓએ બિલ્ડરોને ખવડાવી દીધા છે. વડોદરા ગુજરાતનો ભારતીય જનતા પાર્ટી માટે ભ્રષ્ટાચારનૌ સૌથી મોટો અખાડો બની ગયું છે. તેઓ સમજવા નથી માંગતા. વડોદરાનો (ભાજપ) શહેર પ્રમુખ વિજય શાહ છે. તેમણે ભાજપ, વડોદરા અને હિંદુઓના હિતમાં કર્યું હોય તેવું કયું કામ છે ? આ લોકો જ પતન કરાવશે.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો