Connect with us

Vadodara

વડોદરા: મકરપુરા વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણ પર પોલીસનો સપાટો; બે શખ્સો ઝડપાયા, ચાર વોન્ટેડ

Published

on

  • દારૂના અડ્ડા પર રેડ: વડોદરા એલ.સી.બી. ઝોન-3 ની ટીમે મકરપુરા વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.
  • બે આરોપીઓની ધરપકડ: સુરેશ ઉર્ફે કાંચો થાપા અને રાજન પટેલ નામના બે ઈસમોની દારૂના વેચાણ બદલ ધરપકડ.
  • મુદ્દામાલ જપ્ત: પોલીસે વિદેશી દારૂ અને બિયરના કુલ 639 નંગ (કિંમત રૂ. 97,651), મોબાઈલ ફોન અને બે ટુ-વ્હીલર મળી કુલ રૂ. 2.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
  • ચાર આરોપીઓ ફરાર: મુખ્ય સૂત્રધાર સુરેશ કાંચોના અન્ય સાગરીતો જીતેન્દ્ર ઉર્ફે જીત, રૂપેશ કેન્ડેલકર, અજય ઠાકોર અને અજય પંચાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા.

વડોદરા: વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સેક્ટર-02 સંયુક્ત પોલીસ કમિશનર નીલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ઝોન-03 એલ.સી.બી. ની ટીમે અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત મકરપુરા વિસ્તારમાં દારૂનું વેચાણ કરતા સુરેશ ઉર્ફે કાંચો ટેકબહાદુર થાપાના અડ્ડા પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

🚨કાર્યવાહીની વિગત:

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મકરપુરાના જશોદાનગર સામે આવેલી ભાટજીનગરમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન સુરેશ ઉર્ફે કાંચો અને તેનો સાથી રાજન મૂળજીભાઈ પટેલને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછમાં આ દારૂના વેચાણ પાછળ જીતેન્દ્ર ઉર્ફે જીત, રૂપેશ કેન્ડેલકર, અજય ઠાકોર અને અજય પંચાલની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.

👮જપ્ત કરાયેલો મુદ્દામાલ:

પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 639 નંગ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત રૂ. 97,651 છે. આ ઉપરાંત 3 મોબાઈલ ફોન અને 2 ટુ-વ્હીલર વાહનો મળી કુલ રૂ. 2,47,651 ની મત્તા પોલીસે કબજે કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

👉શહેરમાં દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે વોન્ટેડ આરોપીઓ પોલીસ પકડમાં ક્યારે આવે છે તે જોવું રહ્યું.

Continue Reading
Vadodara4 hours ago

કાઉન્સિલર સાથે મારામારીનો આખરે ભાંડો ફૂટ્યો, માસ્ક મેન તરીકે પ્રચલિત શ્રેય પટેલે વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખની ખંડણી માંગી

Vadodara16 hours ago

વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર

Vadodara23 hours ago

વડોદરામાં યુસુફ પઠાણ જમીન વિવાદ વચ્ચે નવો વળાંક: કલેક્ટર કચેરી સામે પીએમ મોદી અને હીરાબાના મ્યુઝિયમ માટે બેનર લાગ્યા

Editor's Exclusive1 day ago

છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

Vadodara2 days ago

કેનેડાથી પરત ફરેલા પુત્ર, આયુર્વેદિક ડોક્ટર પુત્રી અને માતાએ ટૂંકાવ્યું જીવન: આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ

Savli2 days ago

સાવલી: આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા કાચા રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા

Vadodara3 days ago

વડોદરાના આ રસ્તા પર “ભાગતા ભૂતના” આદેશથી રાતોરાત બેરીયર લાગી ગયું?, જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ

Vadodara3 days ago

વડોદરામાં સનસનાટીભર્યો ખુલાસો: ગોરવા મધુનગરના ગુમ યુવક મોહનસિંહ ચૌહાણનો મૃ-તદેહ રાયપુરા નર્મદા કેનાલમાંથી મળી આવ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending