Connect with us

Karjan-Shinor

નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા રબારી પરિવારના બે યુવકોના ડૂબી જવાથી મોત; રેતીના ગેરકાયદે ખોદકામ સામે આક્ષેપો

Published

on

  • ગોઝારો બનાવ: કરજણના રણાપુર ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા ડભોઈના કરમાળ ગામના પાંચ યુવકો પૈકી બેના કરુણ મોત.
  • બે દિવસીય શોધખોળ: વડોદરા અને કરજણ ફાયર બ્રિગેડની મદદથી બંને મૃતદેહ મળી આવ્યા; એક યુવકનો આબાદ બચાવ.
  • રેતી ખનનનો વિવાદ: સ્થાનિકોનો આક્ષેપ, રેતીના લીઝધારકો દ્વારા કરવામાં આવતા બેફામ ખોદકામને કારણે નદીમાં ઊંડા ખાડા પડતા નિર્દોષોના જીવ જાય છે.
  • ગામમાં માતમ: અધિક માસ નિમિત્તે સ્નાન કરવા આવેલા રબારી પરિવારના બે યુવાન દીકરા ગુમાવતા કરમાળ ગામમાં શોકની લાગણી.

વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામે નર્મદા નદીના પટમાં ગત રોજ સર્જાયેલી દુર્ઘટનામાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. અધિક માસ નિમિત્તે સ્નાન કરવા માટે ડભોઈ તાલુકાના કરમાળ ગામથી આવેલા પાંચ યુવાનોમાંથી બે યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

🧐ઘટનાની વિગત:

મૃતક યુવકોમાં 15 વર્ષીય જયરામ બીજલજી રબારી અને 25 વર્ષીય રમેશ પીરાભાઈ રબારીનો સમાવેશ થાય છે, જેઓ મૂળ બનાસકાંઠાના ધાનેરાના વતની હતા. ગત બપોરે 4:30 વાગ્યાના અરસામાં તેઓ અન્ય સાથીદારો સાથે નદીમાં ન્હાવા ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક ત્રણેય યુવાનો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. કિનારે ઉભેલા સાથીદારોએ બૂમરાણ મચાવતા એક યુવક ઉમેશ રબારીનો બચાવ થયો હતો, પરંતુ જયરામ અને રમેશ પાણીમાં ડૂબી ગયા હતા.

🚨તંત્રની કામગીરી અને સ્થાનિકોનો રોષ:

ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ, માછીમારો અને સરપંચ પાર્થ શાહની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. વડોદરા અને કરજણ ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે જયરામ રબારીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે રમેશ રબારીનો મૃતદેહ આજે બપોરે મળી આવતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.

🗣️રેતી ખનનનો ગંભીર આક્ષેપ:

આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રેતીના લીઝધારકો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ઊંડા ખોદકામને કારણે નદીમાં જોખમી ખાડા પડી ગયા છે. આ બાબતે અગાઉ પણ અનેક વખત ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, પરિણામે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. હાલમાં વલણ પોલીસ દ્વારા આ બનાવ અંગે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

🫵રેતી ખનનના ગેરકાયદેસર વ્યવસાયે વધુ બે યુવાનોના જીવ લીધા છે. ત્યારે તંત્ર આ મામલે રેતી માફિયાઓ સામે કોઈ કડક પગલાં લેશે કે પછી માત્ર તપાસના નામે વાત પૂરી કરી દેશે?

Continue Reading
Vadodara10 hours ago

વાઘોડિયા રોડ પર ખળભળાટ: ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય નરાધમની કપૂરાઈ પોલીસ દ્વારા અટકાયત

Vadodara16 hours ago

વોર્ડ નંબર 8 ની દુર્દશા: એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી સોસાયટી સુધી, ગંદા પાણીમાં જીવના જોખમે પસાર થવા મજબૂર રહીશો

Vadodara17 hours ago

વડોદરામાં કોર્પોરેશનના આદેશોની ઐસીતૈસી: ચોમાસામાં વરસાદી ગટરનું ખોદકામ શરૂ થતા વિવાદ

Vadodara18 hours ago

વડોદરામાં એસટી બસોના રૂટ બદલાયા: એબેક્સ સર્કલ અને બ્રિજના કામને પગલે ટ્રાફિક ડાયવર્ઝન

Vadodara1 day ago

હત્યાના પ્રયાસ અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ઈસમો પાસા હેઠળ તડીપાર

Vadodara2 days ago

12 વર્ષે કાગળ પરથી જમીન પર? વડોદરાના આજવા સફારી પાર્ક માટે ફરી 450 કરોડના ખર્ચની જાહેરાત

Karjan-Shinor2 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Karjan-Shinor2 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 days ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra4 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara7 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara1 week ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara1 week ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli2 weeks ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Trending