Savli
મંજુસર GIDCમાં ઇન્ડસ્ટ્રીયલ કચરો ઠાલવવા આવેલા ડમ્પરમાં ભીષણ આગ, બે શ્રમજીવીઓ ભડથું
Published
3 months agoon
- ડમ્પર ઉંચુ કરતા 11KV વિજલાઈનને અડી જતા દુર્ઘટના સર્જાઈ
જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં ઔદ્યોગિક કચરો ઠાલવવા માટે ડમ્પર આવ્યું હતું. આ ડમ્પર કચરો ખાલી કરવા માટે ટ્રોલી ઊંચી કરતા ડમ્પરની ઉપરથી પસાર થતી 11 KV વીજ લાઈન પર ડમ્પરને અડી જતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બે વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા અને ડમ્પરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો
મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં ઔદ્યોગિક કચરો ઠાલવી રહેલા ડમ્પરમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ડમ્પરની ઉપરથી પસાર થતી 11 કેવી લાઈનમાં ડમ્પરની ટ્રોલી અડી જતા આંગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણામે ડમ્પર ઉપર કચરો ઠાલવી રહેલા બે શ્રમજીવીઓ ભડથું થઈ ગયા હતા.
આ બનાવવાની જાણ જીઆઇડીસી ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા અને પાણી મારો ચલાવીને ડમ્પરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. જો કે આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પૂર્વે ડમ્પર હાડપિંજરમાં ફેરવાઈ ગયું હતું. તે સાથે બંને શ્રમજીવીઓ પણ ભડથું થઈ ગયા હતા. આ બનાવને પગલે જીઆઇડીસીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
મળેલી માહિતી પ્રમાણે આ બનાવવાની જાણ સાવલી મામલતદારને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. તે સાથે મંજુસર પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આ બનાવવા અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ સુધી બે વ્યક્તિઓ ક્યાંના રહેવાસી છે અને તેઓના નામ અંગેની કોઈ માહિતી પોલીસને મળી નથી. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
You may like
-
ડેસર: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ
-
ઇંટના ભઠ્ઠાની ઓફિસમાં પરિણિતા પર દુષકર્મ, મોઢું બંધ રાખવા ધમકી આપી
-
સાવલી: ધારાસભ્યએ જાહેરમંચ પરથી નગરસેવકોને “મારા સાહેબો” તરીકે સંબોધી ગંભીર ટકોર કરી
-
સાવલી: વિશ્રામગૃહ નજીક ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોત
-
લાખોની કિંમતના કોપર રોલ સગેવગે થતા બચાવી લેવાયા
-
જંબુસરના મગણાદ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ઉભેલી ટ્રકમાં ઇકો અથડાતા 6ના મોત