Vadodara
પુષ્પા 2નો મોર્નિંગ શો મોડો શરૂ થતા દર્શકોએ મલ્ટીપ્લેક્ષ મેનેજમેન્ટ વિરુદ્ધ હુરિયો બોલાવ્યો
Published
1 month agoon
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની ખાનગી ટોકીઝમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મોડો શરૂ થતા દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ફિલ્મની લોકપ્રિયતાને કારણે પહેલા દિવસે જ મુવી જોવા આવેલા દર્શકોએ રોષે ભરાઈને મલ્ટીપ્લેક્ષ મેનેજમેન્ટ સામે હુરિયો પણ બોલાવ્યો હતો. જોકે નિયત સમયને બદલે વિલંબથી પણ મુવી શરૂ થતા દર્શકોનો ગુસ્સો શાંત થયો હતો.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પાના સિક્વલ્સ પુષ્પા 2 મુવી આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનો પ્રથમ ભાગ ચંદનના લાકડાં ચોરી પર આધારિત થ્રિલર,એક્શન અને સસ્પેન્સથી ભરેલો હતો.જ્યારે બીજા ભાગની ચાહકો આતુરતાથીરાહ જોતા હતા.
ઘણા ચાહકોએ અગાઉથી જ મુવીનું બુકીંગ કરાવી લીધું હતું. જે બુકીંગ પ્રમાણે આજે 5 ડિસેમ્બરના રોજ મોર્નિંગ શોમાં દર્શકો મુવી જોવા માટે પહોંચ્યા હતા.જ્યાં માંજલપુરના ઇવા મોલ પર દર્શકોને કડવો અનુભવ થયો હતો. એક સાથે દેશભરમાં રિલીઝ થયેલી મુવી માંજલપુરના ઇવા મોલના મલ્ટીપ્લેક્ષમાં મોડેથી શરૂ થતા દર્શકોએ નારાજગી વ્યક્ત કરી હતી. એક તબક્કે તો મલ્ટીપ્લેક્ષ મેનેજમેન્ટ સામે હુરિયો પણ બોલાવ્યો હતો. જોકે સમય કરતાં મોડે મોડે પણ મુવી શરૂ થતાં દર્શકો શાંત થયા હતા.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!