31 ડિસેમ્બર નવા વર્ષ ની ઉજવણી બાદ નવા વર્ષના પ્રથમ મહિને આવતા ઉતરાયણ પર્વેમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે અને શહેરમાં વિદેશી દારૂના જથ્થાને પોલીસની નજર થી બચાવી શહેરમાં ઘૂસાડવામાં માટે બુટેલગરો અવનવા પેતરા અપનાવી રહ્યા છે. ત્યારે મંજુસર પોલીસે પલોટિંગ સાથે કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ જવામાં આવતું કન્ટેનર સોખડા ગામની સીમ પાસે આવેલ ઓમકારપુરા ગામ નજીક થી ઝડપી પાડી 3.26 લાખની કિંમતનો વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડી રૂ.29.81 લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મંજુસર પોલીસ મથકના અધિકારી તેમની ટિમ સાથે મંજુસર પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે, એક બંધ બોડીનું મરૂન કલરનું સફેદ બોડીવાળુ કન્ટેનરમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી તે કન્ટેનર GSFC તરફથી આવી ઓમકારપુરા, સોખડા થઇ આજોડ ગામ તરફ જનાર છે. અને તે દારૂ ભરેલ કન્ટેનરનું પાયલોટીંગ કેન્ટેનરની આગળ ચાલી રહેલ એક મોપડ પર બેસેલ બે ઇસમો કરી રહ્યા છે. જે બાતમીના આધારે મંજુસર પોલીસ સોખડા ગામની સીમમાં રોડ ઉપર છુટાછવાયા ઓમકારપુરા ગામ તરફથી આવતા રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતા.
દરમિયાન ઓમકાર પુરા તરફથી બાતમી આધારિત મોપેડ આવતા પોલીસે જરૂરી આડાશ કરી તેમને પકડવા જતા મોપેડ પરથી ઉતરી એક ઇસમ નાસી ગયેલ તે દરમિયાન બાતમી આધારિત કન્ટેનર પણ આવતા પોલીસે કન્ટેનર ચાલકને ઉભા
રહેવા ઇશારો કરતા કન્ટેનર ચાલકે એકદમ જ બ્રેક મારી કન્ટેનર રોડ ઉપર ઉભી કરી કન્ટેનરનાં ચાલક તેમજ ક્લીનર ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરી કન્ટેનર ચાલકને ઝડપી પાડ્યો હતો જયારે ક્લીનર ખેતરોમાં અંધારો નો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ થયો હતો
પોલીસે કન્ટેનરના કેબિનમાં બેટરીના અજવાળે જોતા છુપાઈ ને બેસેલ એક ઇસમ મળી આવેલ જેને ગાડીમાંથી નીચે ઉતારી પકડાયેલ ત્રણેય ઇસમોને સાથે રાખી કન્ટેનર બેટરીનાં અજવાળે તપાસ કરતાં કન્ટેનરની અંદર પરચુરણ સામાનની આડમાં છુપાવેલ મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસે હરીયાણાના કન્ટેનરના ચાલક મોહીતકુમાર શેરસીંગ બિશ્નોઇ, સુનીલ રાજકુમાર બામણ તેમજ મોપેડ પર પાયલોટિંગ કરી રહેલ વડોદરાના દિપકભાઈ તખતસિંહ ચાવડા
ધરપકડ કરી મંજુસર પોલીસ મથકે લાવી વિદેશી દારૂની પેટીઓ કન્ટેનર માંથી ઉતારી ગણતરી કરતા રૂ. 3,26,400 કિંમતની કુલ 1656 નંગ દારૂ બોટલો મળી આવી હતી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ મોબાઇલ ફોન, કન્ટેનર ગાડી, પાયલોટીંગ કરનાર એકસેસ, પાર્સલો સહીત કુલ રૂપિયા 29,81,400ની કિંમતનો મુદામાલ કબ્જે કરી મંજુસર પોલીસ મથકમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે
મંજુસર પોલીસે પકડેલા દિપક ચાવડાની પુછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે, આ ઝડપાયેલ દારૂનો જથ્થો તેને તેમજ મોપેડ પર થી ભાગી ગયેલ ચિરાગસિંહ રાઠોડે ભેગા મળીને હરીયાણા ખાતે રહેતા રાજુભાઇ પાસેથી મંગાવ્યો હતા અને આ કન્ટેનરમાંથી ઝડપાયેલ દારૂનો જથ્થો આજોડ ગામ પાસે ખાલી કરવાનો હતો. જયારે કન્ટેનર ચાલક મોહીતકુમાર શેરસીંગ બિશ્નોઇ કબૂલાત કરી હતી કે, હું તેમજ કન્ટેનર માંથી ઉતરીને નાસી ગયેલ મંદીપ જાટ બંન્ને આ કન્ટેનરમાં ડ્રાઇવર તરીકે નો કરી કરીએ છીએ અને આ ગાડીમાં સામાન ભરી પછી અમો બંન્નેએ રાજુભાઇ રહે. હરીયાણા નાઓનો સંપર્ક કરેલ અને તેઓએ અમને રેવાડી, હરીયાણા ખાતેથી દારૂનો જથ્થો કન્ટેનરમાં ભરી આવેલ હતો અને તે દારૂ ભરેલ કન્ટેનર તેમજ સામાન લઇને હું મંદીપ તેમજ સુનીલ રાજકુગર બામણ હરીયાણા, દીલ્લી, રાજસ્થાન, શામળાજી, ગોધરા, હાલોલ થઇ વડોદરા આવેલ