લોકસભા 2024ની ચૂંટણી પહેલા વડોદરા શહેરને મળ્યા નવા પોલીસ કમિશનર. વડોદરાના નવા પોલીસ કમિશન તરીકે નરસિંમ્હા કોમરનું નામે જાહેર કરવામાં આવ્યું છે. અને હવે આજ થી નરસિંમ્હા કોમર વડોદરા પોલીસ કમિશનરની ખુરશી પર બિરાજમાન થઇ ચાર્જ સંભાળ્યો છે. ચાર સાંભળતાની સાથે જ કમિશનર નરસિંમ્હા કોમર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર અને લોકસભાની ચૂંટણી હોવાથી પોલીસ વિભાગ દ્વારા કેવા પ્રકારની તૈયારી કરવામાં આવશે તે અંગે વડોદરા પોલીસ કમિશનરે મીડિયાને કેટલીક જાણકારી આપી છે.
જેમાં વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિંમ્હા કોમરે મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું કે, “વડોદરા શહેર એ મધ્ય ગુજરાતનું સૌથી મહત્વનું શહેર ગણાય છે. વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે જ આ શહેર એક મેટ્રોપોલિટન સિટી તરીકે ઉભરાયેલ છે. વડોદરાએ રાજ્યના એડમિનીસ્ટ્રેટીવ સિસ્ટમમાં ઘણું જ ખાસ અને મહત્વનું શહેર છે. આ શહેર ઘણા બધા ક્રાઇમ જેવા કે, સાયબર ક્રાઇમ, ટ્રેડિશનલ ક્રાઇમ અને ફાઇનાન્શિયલ જેવા ક્રાઇમની દ્રષ્ટિએ ઘણું મહત્વનું શહેર છે. અને હવે ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે. જેથી આજે મેં અહીંયાનો પદભાર સંભાળ્યો છે.”
તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિંમ્હા કોમરે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી તેમજ રામનવમીના તહેવારને ધ્યાને રાખી તેમના નેજા હેઠળ પોલીસ વિભાગ દ્વારા કેવી કેવી તૈયારીઓ કરવામાં આવશે તે અંગે જાણકારી આપી કે, આગામી દિવસોમાં ઘણા બધા ક્રાઇમ જેવા કે, “સાયબર ક્રાઇમ, ટ્રેડિશનલ ક્રાઇમ અને ફાઇનાન્શિયલ જેવા ક્રાઇમ પર ફોકસ કરવામાં આવશે અને તેની સાથે સામાન્ય પોલીસીંગ કરવામાં આવશે. આગામી સમયમાં લોકસભા 2024 ચૂંટણીની તૈયારી હોઈ નોમિનેશનની કામગીરી તેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને અંતે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તેના માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે. આ સાથે જ રામનવમીના તહેવારને લઈને પણ ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવશે. આજે હું સિક્યોરીટી સિસ્ટમની સમીક્ષ કરીશ. રામનવમીની શોભાયાત્રા સુખદ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે. જેમાં શોભાયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફોર્સ ખડેપગે તૈનાત કરવામાં આવશે. પ્રજાની સુરક્ષા અને સલામતી માટે જે પણ કંઇ કરવું પડશે તે કરીશું. પ્રજાની સુરક્ષા માટે અમે તૈયાર છીએ.”