- 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વડોદરાનો સુપુત્ર માનુષ શાહ, ફાઇનલ મેચ જીતીને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં વિજેતા બન્યો છે – સાંસદ
નવા વર્ષના પ્રથમ માસમાં વડોદરાવાસીઓ માટે સ્પોર્ટસ ક્ષેત્રમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં સુરતમાં સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંગલ્સ કેટેગરીમાં વડોદરાના માનુષ શાહે બાજી મારી છે. અને નેશનલ ચેમ્પિયનનો ખિતાબ પોતાને નામ કર્યો છે. વડોદરાવાસીઓ માટે આ ગૌરવવંતીક્ષણ 50 વર્ષ બાદ આવી હોવાનું વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા જણાવવામાં આવ્યું છે. નેશનલ ચેમ્પિયન બનેલા માનુષ શાહને વિવિધ એસો. દ્વારા કુલ મળીને રૂ. 4 લાખની પુરસ્કાર રાશીના ઇમામની જાહેરાત કરવામાં આવી છે.
સ્પોર્ટસમાં વડોદરા ક્રિકેટ માટે જાણીતું છે. હવે ધીરે ધીરે અન્ય સ્પોર્ટસમાં પણ વડોદરાના સિતારાઓ ઝળકી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંગલ્સ કેટેગરીમાં છેલ્લે સુધી મજબુત ટક્કર આપીને અંતમાં પાયસ જૈનને 4 – 1 થી હરાવીને વડોદરાનો માનુષ શાહ નેશનલ ચેમ્પિયન બન્યો છે. જેને લઇને આગામી સમયમાં અન્ય સ્પોર્ટસમાં પણ વડોદરા દેશ અને દુનિયામાં નામના મેળવે તેમ હાલ લાગી રહ્યું છે.
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરાના ઇતિહાસમાં ટેબલ ટેનિસ એસો. વડોદરા તથા શહેરીજનો માટે ગર્વની વાત છે. 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વડોદરાનો સુપુત્ર માનુષ શાહ, ફાઇનલ મેચ જીતીને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં વિજેતા બન્યો છે. અને દેશમાં વડોદરાનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે વડોદરાના પૂર્વ સાંસદ અને ટેબલ ટેનિસ એસો. વડોદરાના પ્રેસીડેન્ટ જયાબેન ઠક્કર તથા એસો.ના હોદ્દેદારો દ્વારા મળીને વિજેતા માનુષને રૂ. 1.50 લાખની પુરસ્કાર રાશી આપનાર છે. આ સાથે જ ગુજરાત ટેબલ ટેનિસ એસો. દ્વારા માનુષને રૂ. 2.50 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે