- પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, એક ટ્રક વેમાલી ગામની સીમમાં સિદ્ધાર્થ એનેક્સરના પાર્કિંગમાં ઉભો રાખેલો છે.
વડોદરા માં યેનકેમ પ્રકારે દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો તત્પર બન્યા છે. ત્યારે તેમના મનસુબા તોડવા માટે પોલીસ જવાનોએ પણ કમર કસી લીધી છે. અને બાતમીદારોનું નેટવર્ક એક્ટીવ કર્યું છે. તાજેતરમાં વરણામા પોલીસ મથકના જવાનોને બાતમી મળતા સ્થળ પર જઇને રેડ કરી હતી. રેડમાં શાકભાજીના થેલાની આડમાં લઇ જવાતો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વરણામાં પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, એક ટ્રક વેમાલી ગામની સીમમાં સિદ્ધાર્થ એનેક્સરના પાર્કિંગમાં ઉભો રાખેલો છે. તેમાં વિદેશી દારૂનો જથ્થો મુકી રાખવામાં આવ્યો છે. જેના આધારે દુમાડ ચોકડીથી ખાનગી વાહનમાં સ્થળ પર પહોંચ્યા હતા. અને ત્યાં જઇને જોતા બાતમીથી મળતો આવતો ટ્રક મળી આવ્યો હતો.
આ ટ્રકની કેબિનમાં જઇને જોતા કોઇ માણસ હાજર મળી આવ્યો ન્હતો. આજુબાજુમાંથી પણ તેમનો કોઇ પત્તો લાગ્યો ન્હતો. આખરે ડ્રાઇવર કેબિનના પાછળના ભાગમાં જોતા શાકભાજી દુધી ભરેલા થેલાઓ મળી આવ્યા હતા. આ થેલાઓને હટાવતા તેની નીચેથી વિદેશી દારૂો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકની ડ્રાઇવર સીટની બાજુના ખાનામાંથી એક ચાવી મળી આવી હતી. સાથે જે ટ્રક સંબંધિ કાગળિયા મળી આવ્યા હતા. બાદમાં ટ્રકમાંથી મળી આવેલા મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂ. 10.32 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થે જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત મામલે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.