ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતનો બળાપો કાઢતા નેતાઓ પર આડકતરો કટાક્ષ કર્યો છે.
તાજેતરમાં વડોદરાની ઓળખ સમી શિવજી સવારી નીકળી હતી. વિશેષ રથ પર સવાર થઇને શિવજી તેમના પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. દરમિયાન શિવજી કી સવારી ચાર દરવાજામાંથી પસાર થતા સમયે લહેરીપુરા દરવાજા ઉપર ચઢીને નેતાઓ-આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, લહેરીપુરા દરવાજાની છત વર્ષોથી રીસ્ટોરેશન માંગી રહી છે. પરંતુ તેને જોવા વાળું કોઇ નથી. જેથી શિવજી કી સવારી પૂર્ણ થયા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરે પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું કે, નેતાઓ અને આયોજકોને લહેરીપુરા દરવાજા પર છત નથી તેવો વિચાર સુદ્ધાં આવ્યો નથીં હોય.
વડોદરાને સંસ્કરી નગરી અને કલા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરા પાસે મજબુત ઐતિહાસીક વારસો છે. જેની ઉજળી શક્યતાઓને ધ્યાને રાખીને પાલિકા તંત્ર દ્વારા વડોદરાનું માં નામાંકન કરવા માટે એજન્સી રોકવાનું કાર્ય સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં મુકવામાં આવ્યું છે. આ વચ્ચે વડોદરાના ઐતિહાસીક વારસાની યોગ્ય જાળવણી નથી થઇ રહી. આ વાત બીજું કોઇ નહીં પરંતુ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર જણાવી રહ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય વી. પવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતનો બળાપો કાઢતા નેતાઓ પર આડકતરો કટાક્ષ કર્યો છે.
Advertisement
તાજેતરમાં શિવજી કી સવારી નીકળી હતી. આ રથનું ચાર દરવાજા વિસ્તારમાં સ્વાગત કરવા માટે અગ્રણીઓ લહેરીપુરા દરવાજા પર ચઢ્યા હતા. અને શિવજીને ઉપરથી નમન કર્યા હતા. શિવરાત્રીના બીજા દિવસે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય વી. પવારનું દુખ સોશિયલ મીડિયામાં છલકાયું હતું. તેમણે લહેરીપુરા દરવાજાના ફોટા સાથે લખ્યું કે, ચાર દરવાજા વિસ્તારમાં (શિવજી કી) સવારીનું સ્વાગત કરવામાં કોઇ કચાશ રાખી નથી. અને રાખવામાં આવશે નહીં. પણ 24 કલાક પછી નેતાઓ અને આયોજકોને લહેરીપુરા પર છત નથી એનો વિચાર સુદ્ધાં આવ્યો નહીં હોય.
આમ, તેમણે આડકતરી રીતે અનેક પર નિશાન સાધ્યું હતું. મૂળ વાત એમ છે કે, લહેરીપુરા દરવાજાની છત વર્ષે પહેલા ક્ષતિગ્રસ્ત થઇને પડી ગઇ હતી. ત્યાર બાદથી તેનું રિસ્ટોરેશન કરવાનું કામ બાકી છે. જે આજદિન સુધી થયું નથી. વડોદરાના ઐતિહાસીક વારસાની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યું છે. ત્યારે હેરિટેજ સીટી અને માં નામના મેળવવાની સાથે ઐતિહાસીક વારસાની જાળવણી કરવામાં માટે પણ તેટલું જ ધ્ચાન આપવામાં આવે તે જરૂરી છે. નહીંતર આવનારી પેઢીઓ માત્ર પાઢ્યપુસ્તકોમાં જ તેનો અભ્યાસ કરશે.