Connect with us

Vadodara

ચૂંટણી અધિકારી વિવેક ટાંક પર ચૂંટણી એજન્ટના કાઉન્ટિંગ ફોર્મ 18 વિશે ખોટી માહિતી આપી હોવાના  આક્ષેપ

Published

on


કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવદનપત્ર પાઠવી રજૂઆત

4 જૂન આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામ જાહેર કરવામાં આવશે. આવતીકાલે તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાંથી ખુલશે. કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા પણ મતગણતરીને લઈને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે મત ગણતરીના આગલા દિવસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જેમાં અધિકારી વિવેક ટાંક દ્વારા કથિત રીતે ચૂંટણી એજન્ટના-કાઉન્ટિંગ એજન્ટના ફોર્મ 18 વિશે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

મંગળવારે મતગણતરી પ્રક્રિયા હાથધરાશે. ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરાયેલી માર્ગદર્શિતાનું સખ્તપણે પાલન કરવામાં આવે આ સહિતની અનેક માંગ સાથે મતગણતરી પૂર્વે સોમવારે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી, પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીની મતગણતરી થવાની છે. ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી એજન્ટ દ્વારા જે પ્રોસિજર છે તે પૂરો કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે વિધાનસભા મુજબ જે ફોર્મ 18 નો નમૂનો છે. એમાં પણ લખેલું છે ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ નિયમ છે કે, દરેક વિધાનસભા વાઈઝ 15 નામો મૂકવાના હોય છે.

અમારા ચૂંટણી એજન્ટ દ્વારા વારંવાર મૌખિક અને રૂબરૂમાં રજૂઆત કરવા છતાં પણ જે ચૂંટણી અધિકારી નીચે અહીંયા ટાંક સાહેબ છે. એમના દ્વારા અમારા ચૂંટણી એજન્ટને એક જ વાત કહેવામાં આવે છે કે તમારે વિધાનસભા વાઈઝ 14 નામ મુકવાના છે. જેને કરીને અમે રજૂઆત કરી કે નિયમ મુજબ 15 નામ છે, તેમ છતાં 14 નામ લીધા અને જ્યારે ગઈકાલે અમે કલેકટરની ઓફિસ પાસે આવ્યા અને જ્યારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી પાસેથી 15 નામો લીધા છે. તો આજે રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ સાથે અન્યાય કેમ ? અમારા કેમ 14 નામ, અમારે પણ 15 હોવા જોઈએ નિયમ પ્રમાણે. તેમ છતાં પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થતો હોઈ એમ લાગે છે. ચાલુ ચૂંટણીમાં પણ  ઘણી બધી ફરિયાદો કરી છે. સંતોષકારક જવાબ નથી મળ્યા. કાઉન્ટિંગમાં અમે તો સહકાર આપવા માંગીએ છીએ. કારણ કે અમે તો પ્રજાના મતથી અમે જીતવાના છીએ. ત્યારે આ બધી બાબતે રજૂઆત કરી છે.

સાથે સાથે જે અગાઉ જે કાઉન્ટિંગ 2019 ની લોકસભા હોય કે 2022 ની વિધાનસભામાં જે અનુભવ થયા છે. ત્યારે આ વખતે પહેલા રાઉન્ડનું જ્યારે કાઉન્ટિંગ ચાલતું હોય ત્યારે જ્યાં સુધી એનાઉન્સમેન્ટ ન થાય અને નોટિસ બોર્ડ પર ન લખાઈ જાય ત્યાં સુધી બીજા રાઉન્ડનું કાઉન્ટિંગ શરૂ કરવું નહીં અને નાની નાની બાબતો છે. એનું ખાસ કરીને ધારો કે પોસ્ટલ બેલેટ એની જે મત ગણતરી થાય તો ઇવીએમ મશીનનું કાઉન્ટિંગનું રીઝલ્ટ છે. એના પહેલા પોસ્ટલ બેલેટની જાહેરાત થાય એવી પણ અમે રજૂઆત કરી છે. કારણ કે ભૂતકાળમાં કડવા અનુભવ થયા છે. હાલ તેમણે કીધું છે કે તમારા પણ વિધાનસભા વાઈઝ 15 નામો લઈશું. કારણ કે જે 15 મું નામ હોય છે. એ જે એમનો એઆરઓ બેઠો હોય છે.


એની બાજુમાં રાજકીય પક્ષનો અમારો પ્રતિનિધિ હોવો જોઈએ. આ બાબતે પણ અમે રજૂઆત કરી છે. કારણ કે કલેક્ટર સાહેબ છે. એ ઈસીઆઈની ગાઇડલાઇનની વાત કરે છે. પરંતુ કદાચ એમની નીચેના અધિકારીઓ જે છે એમને ટ્રેનિંગમાં ભૂલ થઈ ગઈ છે કદાચ અથવા તો જાણી જોઈને પક્ષપાતનું વલણ અપનાવે છે એ બહુ મોટો પ્રશ્ન છે એટલે આ લોકોની નિષ્પક્ષતા પર પણ સવાલ ઊભો થાય છે.

Continue Reading
Editor's Exclusive2 hours ago

જીલ્લા ભાજપમાં નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા, શું પ્રમુખ હવે મહામંત્રીને રીપોર્ટ કરશે ?

Vadodara3 hours ago

વાઘોડિયા વિસ્તારમાં ગરીબીની પરાકાષ્ઠા! અંતિમ સંસ્કાર માટે પૈસા કે સગવડનો અભાવ; ઝૂંપડપટ્ટીમાં જ પત્નીએ કર્યા પતિના અંતિમ સંસ્કાર

Vadodara4 hours ago

દિવાળીપુરામાં અકસ્માત બાદ નબીરાનો ઉદ્ધત જવાબ “કોઈને કંઈ થયું તો નથી ને?”: શું કાયદો અમીરો માટે અલગ છે?

Vadodara6 hours ago

“નગ્ન વીડિયો ઉતારી ધમકી”: મોબાઈલ પાછો માંગવો યુવકને પડ્યો મોંઘો; આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

Gujarat6 hours ago

ગુજરાતની મનપામાં નવા શાસકો: અમદાવાદ, પોરબંદર અને મહેસાણા સહિત અનેક શહેરોમાં નવા સુકાનીઓની પસંદગી

Vadodara1 day ago

“ચોમાસામાં વડોદરા અંધારામાં ડૂબશે!”; MGVCL ના વહીવટ સામે કર્મચારીઓ રણમેદાનમાં, મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ખતરો

Vadodara1 day ago

“અમારા નુકસાનનું વળતર કોણ આપશે?”: હાઈ વોલ્ટેજથી ભાયલીમાં હાહાકાર; વીજ વિભાગના જવાબથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

Vadodara1 day ago

વડોદરા: બાપોદ પોલીસે કિશનવાડી વલ્લભ રેસિડેન્સીના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પાડી રેડ; 8 જુગારીઓ પકડાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia3 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending