Connect with us

Vadodara

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Published

on

  • વિદ્યાર્થીનું મોત: હિટ એન્ડ રનમાં એમ.એસ. યુનિવર્સિટીના રિતુ રાજ સિંહનો જીવ ગયો.
  • વાહનની બેદરકારી: નંબર પ્લેટ વિનાની અને બ્લેક ફિલ્મવાળી કાર દ્વારા ઘટનાને અંજામ અપાયો.
  • તંત્રની નિષ્ક્રિયતા: શું પોલીસના કેમેરા અને પેટ્રોલિંગ માત્ર મેમો પૂરતા સીમિત છે?
  • ઉગ્ર માંગ: આરોપીની ત્વરિત ધરપકડ અને ટ્રાફિકના નિયમોના કડક અમલ માટે લોકમાંગ.
https://www.instagram.com/reel/Daz3yL2NS9m/?igsh=bnoxcTViZTA5c2I=

વડોદરા: વડોદરાના અમિતનગર સર્કલ પાસે તાજેતરમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે. આ ગોઝારા અકસ્માતમાં એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી રિતુ રાજ સિંહનું નિધન થયું છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે અત્યંત ચોંકાવનારા છે.

રિતુ રાજ સિંહ

⚠️ઘટનાનો ભયાનક નજારો:

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક આઈ-20 (i20) કાર અત્યંત ઝડપે આવી અને વિદ્યાર્થીઓને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગઈ. આ કારની વિશેષતા એ હતી કે તેના પર કોઈ નંબર પ્લેટ નહોતી અને કાચ પર ઘેરી બ્લેક ફિલ્મ લગાવેલી હતી. આ નબીરાની બેફામ રફ્તારે એક તેજસ્વી વિદ્યાર્થીનો ભોગ લીધો છે.

🧐તંત્ર સામે સવાલોના ઘેરા:

આ ઘટનાએ વડોદરા પોલીસ અને ટ્રાફિક તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. નાગરિકોનો આક્રોશ છે કે, શું ટ્રાફિક કેમેરા અને પોલીસ માત્ર સામાન્ય નાગરિકોને મેમો આપવા માટે જ છે? નંબર પ્લેટ વગરની અને બ્લેક ફિલ્મવાળી ગાડીઓ બેરોકટોક શહેરમાં ફરી રહી છે છતાં તંત્ર કેમ અજાણ છે? વધુમાં,MS યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં રહીને સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ 14 જુલાઈએ વહેલી સવારે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. રાત્રે આશરે 10 વાગ્યે સુજલ મનોજકુમાર ચૌહાણ (ઉં.વ. 21), મિહિર શૈલેષભાઈ પટેલ (ઉં.વ. 21) અને ઋતુરાજસિંહ નામના ત્રણ મિત્રો તેમના અન્ય એક મિત્રની મોટરસાયકલ લઈને ગોલ્ડન ચોકડી પાસે આવેલી સંગમ હોટેલમાં જમવા ગયા હતા. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાંથી મોડી રાત્રે કઈ પરિસ્થિતિમાં બહાર હતા, તે બાબતે પણ યુનિવર્સિટી તંત્રની ગંભીરતા સામે પણ આંગળી ચીંધવામાં આવી રહી છે.

👮પોલીસ તપાસ:

હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપી કારચાલકની ઓળખ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીના પરિવારે અને યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓએ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડક સજા કરવાની માંગ કરી છે. શહેરના સુરક્ષિત ગણાતા માર્ગો પર હવે નબીરાઓના આતંકને ડામવા માટે પોલીસ કેટલી કડક કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.

Continue Reading
Vadodara7 hours ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara8 hours ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara10 hours ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara15 hours ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara1 day ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara1 day ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Vadodara1 day ago

વડોદરાની ERDA કંપનીમાં દિવાળી ટાણે કર્મચારીઓમાં અસંતોષ: બોનસ અને ગિફ્ટ કૂપનમાં ભેદભાવનો સિક્યુરિટી ગાર્ડ્સનો આક્ષેપ

Vadodara3 days ago

વડોદરા LCB ઝોન-4 ની રેડ કરતા સંગમ સ્વાદ ક્વાર્ટર્સમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 7 મહિલાઓ અને 2 પુરુષો ઝડપાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara1 day ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending