Connect with us

Karjan-Shinor

કરજણમાં 40 લાખના ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ: ટેન્કરમાંથી ઓઇલની હેરાફેરી કરતા 6 ઈસમો ઝડપાયા

Published

on

  • કૌભાંડનો પર્દાફાશ: કંપનીના ટેન્કરમાંથી ફર્નેસ ઓઇલની ચોરી કરતી ટોળકી ઝડપાઈ.
  • મોટી જપ્તી: પોલીસે 40 લાખથી વધુનો મુદ્દામાલ, જેમાં બે ઓઇલ ટેન્કરનો સમાવેશ થાય છે, જપ્ત કર્યો.
  • છ આરોપીઓની ધરપકડ: યુપીના 6 ઈસમોની ટોળકી સ્થળ પરથી ઓઇલ ચોરી કરતા ઝડપાઈ.
  • ઓપરેશન પરાક્રમ: વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનેગારોને ડામવા હાથ ધરાયેલા અભિયાનમાં મોટી સફળતા.

કરજણ (વડોદરા): વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ એક મોટા ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરજણ પોલીસે બામણગામ પાસેના હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડો પાડીને ફર્નેસ ઓઇલની ચોરી કરતા 6 શખ્સોને ઝડપી લીધા છે.

​શું હતું કૌભાંડ?

જંબુસરની સ્કોટ ગ્લાસ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ફર્નેસ ઓઇલ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ ‘સ્ટાર એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટ’ને આપવામાં આવ્યો હતો. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી હતી. ટેન્કર ડ્રાઈવરો કંપનીમાં જવાને બદલે ટેન્કરને પહેલા બામણગામ ખાતેના હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લઈ જતા હતા. ત્યાં ટેન્કરમાંથી આશરે 7,505 કિલો ફર્નેસ ઓઇલ (જેની અંદાજિત કિંમત 5.29 લાખ રૂપિયા છે) ચોરી કરીને બારોબાર સગેવગે કરવામાં આવતું હતું.

​પોલીસની કાર્યવાહી:

કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે પ્લોટ નંબર 31-32માં દરોડો પાડતા આ ચોરીનો ખેલ ખુલ્લો પડી ગયો હતો. પોલીસે સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પરથી બે ટેન્કર, જનરેટર, મોટર, ઓઇલ પાઇપ અને અન્ય સાધનો મળી કુલ 40,54,567/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​આરોપીઓની ઓળખ:

ઝડપાયેલા આરોપીઓમાં સીરાજ અહેમદ ઈદ્રીસ, ફરાજ અફઝાન ખાન, અબ્દુલ મજીદ શેખ મન્સૂરી, મોહમ્મદ શોયેબ મન્સૂરી, અફઝલ અહેમદ અન્સારી અને નસીબઉલ્લા ખાનનો સમાવેશ થાય છે. હાલ પોલીસ આ સમગ્ર નેટવર્ક પાછળ કોનો હાથ છે અને આ ઓઇલ ક્યાં વેચવામાં આવતું હતું, તે અંગે વધુ તપાસ કરી રહી છે.

Continue Reading
Vadodara1 day ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli3 days ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi3 days ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara4 days ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara4 days ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara4 days ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara4 days ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara5 days ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending