Connect with us

Vadodara

વેરાના વળતરમાં VMCએ એવી વ્યવસ્થા કરી છે કે વોકિંગ કરતા પણ ગમે ત્યારે પાતાળમાં પહોંચી જવાય!

Published

on

  • ફૂટપાથ અને રસ્તાઓ ધસી પડ્યા: વડોદરામાં ઓછા વરસાદ વચ્ચે પણ રસ્તા બેસી જવા અને ભુવા પડવાની ઘટનાઓ વધી.
  • વાહન અને પશુ ફસાયા: જાંબુવા ચેકપોસ્ટ પાસે ફૂટપાથ બેસવાથી રિક્ષા અને વાછરડું ખાડામાં ફસાઈ જવાની ઘટના બની, જેને સ્થાનિકોએ બહાર કાઢ્યા.
  • પાલિકાની કામગીરી સામે સવાલો: કરોડો રૂપિયાના વેરા વસૂલતી VMCની પ્રી-મોન્સુન અને રોડ-રસ્તાની કામગીરીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થો લાગ્યા છે.
  • મોટી દુર્ઘટનાની ચેતવણી: સમયસર સમારકામ નહીં થાય તો ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત કરી નાગરિકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો છે.

વડોદરા: વડોદરા શહેરમાં મેઘરાજાનું જોર ઓછું થયું છે, પરંતુ પાલિકાના ભ્રષ્ટાચાર અને નબળા કામોના કારણે શહેરીજનો માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી અચાનક રસ્તાઓ અને ફૂટપાથ બેસી જવાના કે ભુવા પડવાના ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોના જાનમાલ સામે ગંભીર જોખમ ઊભું થયું છે.

🧐શું બની રહી છે ઘટનાઓ?

તાજેતરમાં વોર્ડનં 19માં જાંબુવા ચેકપોસ્ટ સામે ફૂટપાથ ધસી પડવાથી મોટો ભુવો સર્જાયો હતો. આ પ્રકારના જોખમી ખાડાઓમાં અગાઉ એક રિક્ષા ફસાઈ જવાની તો ક્યારેક ગાયનું વાછરડું ખાડામાં ગરકાવ થઈ જવાની ઘટનાઓ બની છે. સ્થાનિક નાગરિકોએ પોતાની જહેમતથી આ મુશ્કેલીમાં ફસાયેલા મૂગા પશુઓ અને વાહનોને બહાર કાઢ્યા હતા.

🗣️જનતાનો રોષ અને કટાક્ષ:

શહેરમાં ઠેર-ઠેર સર્જાતી આવી જોખમી પરિસ્થિતિને લઈને સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે અત્યંત રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો આક્રોશ વ્યક્ત કરતા કટાક્ષ કરી રહ્યા છે કે, “માણસ રોડ પર ચાલે કે ગાડી લઈને નીકળે, ગમે ત્યારે પાતાળલોકમાં પહોંચી જવાય તેવી અદભુત વ્યવસ્થા VMCના ભ્રષ્ટાચારના પાપે થઈ રહી છે! અમે નિયમિત વેરો ભરીએ છીએ, તો શું અમને બદલામાં આ જોખમો જ મળે છે?” સ્થાનિકોએ વહેલી તકે આ માર્ગો અને ફૂટપાથનું ગુણવત્તાસભર સમારકામ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાની સર્જાવાની ચેતવણી પણ આપી છે.

Continue Reading
Savli21 hours ago

સાવલીમાં કંપની સાથે લાખોની ઠગાઈ: એકાઉન્ટન્ટે પોતાના અને પત્નીના ખાતામાં રૂ. 89 લાખથી વધુ સગાં કર્યા

Chhotaudaipur2 days ago

નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ

Vadodara2 days ago

વડોદરામાં રાજકીય વગનો રોપ જમાવનાર જીમ સંચાલક લોકેશ શર્મા વિરુદ્ધ મહિલાની ફરિયાદ: પતિ ન મળતા મહિલાને ઉઠાવી લેવાની ધમકી

Vadodara3 days ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara5 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara5 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara5 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara5 days ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur3 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending