Connect with us

Vadodara

મોડી રાત્રે ફ્લેટમાં રંગરેલિયા: અકોટા પોલીસે યુવતી સહિત 4 મિત્રોને દારૂ-હુક્કા સાથે દબોચ્યા

Published

on

  • પોલીસનો મધ્યરાત્રિએ દરોડો: જેતલપુરની એરીસ રિટ્રીટ સોસાયટીમાં ચાલતી મહેફિલમાં પોલીસ પહોંચી.
  • એક યુવતી અને ત્રણ યુવકો રંગેહાથ ઝડપાયા; ટેબલ પરથી વિદેશી દારૂની બોટલ અને હુક્કાનો સરંજામ જપ્ત.
  • યુવતીએ ભાડે રાખેલા ફ્લેટમાં મિત્રોને બોલાવી કરી હતી પાર્ટી; પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશનની ટીમે જેતલપુર વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસતા એક મોટી કાર્યવાહી કરી છે. જેતલપુર ચીકુવાડી પાસે આવેલી એરીસ રિટ્રીટ સોસાયટીના એક ફ્લેટમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણી રહેલા યુવક-યુવતીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

📌ઘટનાની વિગત:

પોલીસને મળેલી બાતમી મુજબ, ગત શનિવારે રાત્રિના 3 વાગ્યાના સુમારે એરીસ રિટ્રીટના ફ્લેટ નંબર 101માં કેટલીક વ્યક્તિઓ દારૂની મહેફિલ માણી રહી હતી. આ માહિતીના આધારે અકોટા પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ફ્લેટમાંથી એક યુવતી અને ત્રણ યુવકો મળી આવ્યા હતા, જેમના ટેબલ પરથી વિદેશી દારૂની બોટલ, હુક્કો અને હુક્કાના ફ્લેવર્સ મળી આવ્યા હતા.

🧐કોણ છે ઝડપાયેલા આરોપીઓ?

1. વ્રુશાન દિલીપસિંહ ગોહિલ (રહે. અમીનનગર સોસાયટી, છાણી) – નશાની હાલતમાં.

2. સાહિલ ઈમ્તિયાઝ પટેલ (રહે. ખુશ્બુનગર, તાંદળજા) – નશાની હાલતમાં.

3. ફૈઝાન યુસુફખાન (રહે. તાજ રેસિડેન્સી, તાંદળજા).

4. પ્રશિકા અમિત શિવા (રહે. એરીસ રિટ્રીટ, જેતલપુર/મૂળ પશ્ચિમ બંગાળ).

🚨પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફ્લેટ પ્રશિકા શિવાએ ભાડે રાખ્યો હતો અને તેણે જ તેના મિત્રોને પાર્ટી માટે બોલાવ્યા હતા. જોકે, ફૈઝાન અને પ્રશિકાએ નશો કર્યો ન હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બે મિત્રો નશાની હાલતમાં હતા.

👮પોલીસ કાર્યવાહી:

અકોટા પોલીસે સ્થળ પરથી દારૂની બોટલ, હુક્કો અને ફ્લેવર મળી કુલ રૂ. 3,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ચારેય સામે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મધ્યરાત્રિએ લક્ઝુરિયસ ફ્લેટમાં થયેલી આ રેડને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

Continue Reading
Vadodara6 minutes ago

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Vadodara30 minutes ago

વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ

Vadodara1 hour ago

મોડી રાત્રે ફ્લેટમાં રંગરેલિયા: અકોટા પોલીસે યુવતી સહિત 4 મિત્રોને દારૂ-હુક્કા સાથે દબોચ્યા

National7 hours ago

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Vadodara17 hours ago

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

International20 hours ago

હેલ્થ એલર્ટ: થાઈલેન્ડમાં મળ્યો નવો કોરોનાવાયરસ; શું ફરીથી રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે?

Chhotaudaipur24 hours ago

છોટાઉદેપુર: જંગલોમાં ‘લીલું સોનું’ ગણાતા ટીમરૂના પાનની સીઝન જામી; આદિવાસી પરિવારો માટે પૂરક આવકનું બન્યું મોટું સાધન

Vadodara1 day ago

મોટી હોનારત ટળી: મરી માતાના ખાંચામાં બિલ્ડિંગનો ભાગ તૂટ્યો; બોરિંગના વાઈબ્રેશને સર્જી આફત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara5 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra6 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara6 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending