Connect with us

Vadodara

ફૂટપાથ પર રહીને પાર્કિંગમાંથી વાહનો ઉઠાવનાર તસ્કર પકડાયો; ક્રાઈમ બ્રાન્ચે ₹50 હજારના બે એક્ટિવા રિકવર કર્યા

Published

on

  • ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: સયાજીગંજ ફૂટપાથ પર રહેતા રાજસ્થાની શખ્સની ચોરીના વાહનો સાથે ધરપકડ.
  • કુબેર ભવન અને પાયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી કરી હતી એક્ટિવાની ચોરી; પોલીસે ₹50,000નો મુદ્દામાલ રિકવર કર્યો.
  • આરોપી પિન્ટુ શર્મા અગાઉ પણ રેલ્વે પોલીસ અને સયાજીગંજ સહિતના 5 ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે.

વડોદરા શહેરમાં વાહનચોરીના વણઉકેલ્યા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સને અટકાવી તેની પાસેથી ચોરીના બે એક્ટિવા કબજે કર્યા છે.

📌ઘટનાની વિગત:

ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મળેલી બાતમીના આધારે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી પિન્ટુ ભગવાનદાસ શર્મા (રહે. ફૂટપાથ ઉપર, પર્વતકોસ બસ સ્ટેન્ડ પાસે, સયાજીગંજ; મૂળ રાજસ્થાન) ને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસે રહેલા હોન્ડા એક્ટિવા બાબતે કોઈ પણ આધાર-પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

🧐ચોરીની કબૂલાત:

પૂછપરછ દરમિયાન આરોપી પિન્ટુએ કબૂલાત કરી હતી કે:

1. તેણે ગત તા. 08/04/2026 ના રોજ કુબેર ભવન પાસે આવેલા શ્રી કૃષ્ણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક એક્ટિવાની ચોરી કરી હતી.

2. વધુ તપાસમાં તેણે તા. 16/04/2026 ના રોજ સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી પણ અન્ય એક એક્ટિવાની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું.

🚨ગુનાહિત ઇતિહાસ:

ઝડપાયેલો આરોપી પિન્ટુ શર્મા રીઢો ગુનેગાર છે અને અગાઉ વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન, સયાજીગંજ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના કુલ 5 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.

👮પોલીસે ₹50,000ની કિંમતના બંને એક્ટિવા રિકવર કર્યા છે. આ મામલે રાવપુરા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ ગુના નોંધાયેલા હોવાથી, ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબજો સોંપવાની અને વધુ તપાસ માટેની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
Vadodara5 minutes ago

વડોદરા: વેમાલીમાં વરઘોડામાં ખૂની ખેલ; જૂના ઝઘડાની અદાવતમાં યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, હુમલાખોર ફરાર

Vadodara37 minutes ago

ફૂટપાથ પર રહીને પાર્કિંગમાંથી વાહનો ઉઠાવનાર તસ્કર પકડાયો; ક્રાઈમ બ્રાન્ચે ₹50 હજારના બે એક્ટિવા રિકવર કર્યા

National1 hour ago

મોટો ફેરફાર: હવે સબસિડી માટે ‘જાતે’ નહીં કહેવું પડે, સરકાર સીધો ડેટા ઉપાડીને બંધ કરશે ગેસ સબસીડી; જાણો કોને થશે અસર

Editor's Exclusive17 hours ago

ડભોઇના બહુચર્ચિત એટ્રોસિટી કેસના “સમાધાનની સત્યતા” જાણવી છે ?, આ રહી કેટલીક અંદરની વાત!

Vadodara22 hours ago

વડોદરામાં PMનો ભવ્ય રોડ શો: ‘બંગાળી થીમ’ પર સ્વાગતની તૈયારીઓ; પણ સવાલ એ કે- શું વિકાસ માટે માત્ર VIP મુલાકાત જ જરૂરી?

Vadodara23 hours ago

વડોદરા: રાવપુરાના ભગતસિંહ ચોક પાસે સ્કોર્પિયો અને સ્વિફ્ટ વચ્ચે અકસ્માત; ટ્રાફિકના જંગ વચ્ચે ‘પોલીસ હદ’નો પેચ ફસાયો!

Vadodara24 hours ago

એલ.સી.બી. ઝોન-02નો સપાટો: અકોટાના NDPS કેસમાં ફરાર આરોપી ગોત્રીથી પકડાયો

Vadodara1 day ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra5 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara5 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara7 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending