Connect with us

Vadodara

ખાણ ખનીજ અધિકારીઓ સાંસદને પણ ગાંઠતા નથી?: ખનીજચોરો સામેની કાર્યવાહીમાં “અસંતોષ” વ્યક્ત કરતા સાંસદ

Published

on

  • રાત્રે 2 – 3 વાગ્યે અમને ફોન આવે, અને ખનન થતું હોવાનું જણાવે છે. પરંતુ વિભાગના અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને બેસી જાય છે

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો આવેલા છે. તેને ઉલેચીને રોકડી કરી લેવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર  સમક્ષ આ અંગે અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા રજુઆત કરવા છતાંય કોઇ નક્કર ઉકેલ આવતો નથી. વિતેલા 15 દિવસમાં બે વખર ગેરકાયદેસર ખનનના કૌભાંડ પર દરોડા પાડીને પકડી પાડવામાં આવ્યું હતું. છતાં તંત્ર ખનન માફિયાઓના મનસુબા તોડવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે વર્ષની છેલ્લી સંકલનની બેઠકમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી એ ખનન માફિયાઓ સામેની કાર્યવાહીમાં સ્પષ્ટ અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

વડોદરા પાસે આવેલા મહિસાગર નદીના મોટા પટમાં ગેરકાયદેસર રેતી ખનનનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડીઓ પર ગાળિયો કસવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. જેને પગલે અવાર-નવાર દરોડામાં રેતી ઉલેચવાનું ગેરકાયદેસરનું કૃત્ય ઝડપાય છે. એક પછી એક કાર્યવાહી છતાં તંત્ર તેમના મનસુબા તોડી શક્યું નથી. જેને લઇને ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં આ વાતનો રોષ જોવા મળી રહ્યો છે. આજે વર્ષની અંતિમ જિલ્લા સંકલનની બેઠક કલેક્ટર સાથે મળી હતી. જેમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ કામગીરી અંતે અસંતોષ વ્યક્ત કર્યો છે.

જિલ્લા સંકલનની બેઠક બાદ સાંસદ ડો. હેમાંગ જોષી એ જણાવ્યું કે, આજે કલેક્ટર કચેરી ખાતે વર્ષની અંતિમ સંકલનની બેઠક મળી હતી. સાંસદ, ધારાસભ્યો તથા અન્યએ પોતાની રજુઆતો કરી હતી. રજુઆતમાં મુખ્ય બે મુદ્દે મેં રજુઆત કરી હતી. અટલાદરાથી પાદરા જતો રસ્તો ખુબ જ સાંકળો છે. જેમ જેમ ત્યાં વસાહતો વસી રહી છે, વધુ સંકડામણ થઇ રહ્યું છે, અને અકસ્માતના કેસો પણ વધ્યા છે. ત્યારે રોડ પહોણા કરવાની સાથે ટ્રાફીકનું મેનેજમેન્ટ વ્યવસ્થિત થાય તેવી રજુઆત કરાઇ છે. બીજું કે, ખાણ-ખનીજ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેની સામે અસંતોષ છે. કામગીરીના કારણે ખુબ જ ઘટનાઓ અમારી સામે આવી રહી છે. અમને રાત્રે 2 – 3 વાગ્યે અમને ફોન આવે, વીડિયો આવે અમે ખનન થતું હોવાનું જણાવે છે. પરંતુ વિભાગના અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને બેસી જાય છે. આ બાબત ચિંતાજનક છે. અને આ મામલે ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.

Continue Reading
Vadodara18 minutes ago

વડોદરા: વડસરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો સપાટો; લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, માંજલપુર પોલીસની ઊંઘ ઉડી

Vadodara1 hour ago

વડોદરા ક્રાઈમ: કલાલીમાં જૂની અદાવતે લીધું લોહીયાળ સ્વરૂપ; એક જ પરિવારના સભ્યો પર છરીબાજી.

Vadodara2 hours ago

વડોદરા: માણેજાની અંબિકા નિકેતન સોસાયટીમાં 55 વર્ષીય મહિલાનો ગળે ફાંસો ખાઈ આપઘાત; પરિવારમાં માતમ

Vadodara17 hours ago

વડોદરામાં વડાપ્રધાનનો હુંકાર: ‘સરદારધામ-3’ નું   લોકાર્પણ, ‘રાષ્ટ્રહિત માટે સોનાની ખરીદી ટાળો અને ઇંધણ બચાવો’

Vadodara21 hours ago

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Vadodara21 hours ago

વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ

National1 day ago

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Vadodara2 days ago

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara6 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra7 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara7 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending