Connect with us

Savli

સરસ્વતીનું ધામ કે દારૂનો અડ્ડો? સાવલીમાં નશાખોર પ્રિન્સિપાલના કારણે ગ્રામજનોનો તોફાની વિરોધ.

Published

on

સ્થળ: લામડાપુરા ગામ, સાવલી (વડોદરા).

  • શાળાને તાળાબંધી: વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા, ગ્રામજનોએ આજે શાળાના મુખ્ય દરવાજે તાળા જડી દીધા હતા.
  • ​પંચાયતમાં પાઠશાળા: બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ન થાય તે માટે ગ્રામજનોએ વિદ્યાર્થીઓને પંચાયત કચેરીના મેદાનમાં બેસાડી ત્યાં જ અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.
  • તંત્રની દોડધામ: મામલો બિચકતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અંતે, આક્ષેપિત આચાર્યને પોલીસના હવાલે કરવાની ખાતરી મળ્યા બાદ જ મામલો શાંત પડ્યો હતો.

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે. વડોદરાના સાવલીમાં ‘સરસ્વતીના ધામ’ ને કલંકિત કરતી ઘટના સામે આવી છે. લામડાપુરા ગામની સરકારી શાળાના આચાર્ય જ નશામાં ચૂર હાલતમાં મળી આવતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આચાર્યને પોલીસને સોંપવાની ફરજ પડી હતી.

🍾દારૂબંધીની પોલ ખોલતી ઘટના:

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે સાવલીના લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શરમજનક દ્રશ્યો સર્જાયા. શાળાના આચાર્ય વારંવાર દારૂ પીને શાળાએ આવતા હોવાના ગંભીર આક્ષેપ સાથે આજે ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું હતું.

🧐ગ્રામજનોનો આક્રોશ:

“અમે કહી કહીને થાક્યા પણ તંત્ર ઊંઘતું રહ્યું. દારૂબંધી માત્ર વાતોમાં છે, બાકી સ્કૂલના આચાર્ય જ જો પીધેલી હાલતમાં હોય તો અમારા બાળકોને કેવું શિક્ષણ મળશે? અમારે આ આચાર્યની કાયમી બદલી જોઈએ છે.” – સ્થાનિક રહેવાસી

🫵આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે? જો શિક્ષણના પવિત્ર મંદિરમાં જ આચાર્ય નશામાં આવતા હોય, તો સામાન્ય પ્રજાની સુરક્ષા અને બાળકોના સંસ્કારોનું શું? તંત્ર હવે આ મામલે કેવા કડક પગલાં લે છે તે જોવું રહ્યું.

Continue Reading
Vadodara16 minutes ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor1 hour ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara1 day ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara3 days ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara3 days ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia4 days ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

National5 days ago

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Vadodara6 days ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending