Savli

સરસ્વતીનું ધામ કે દારૂનો અડ્ડો? સાવલીમાં નશાખોર પ્રિન્સિપાલના કારણે ગ્રામજનોનો તોફાની વિરોધ.

Published

on

સ્થળ: લામડાપુરા ગામ, સાવલી (વડોદરા).

  • શાળાને તાળાબંધી: વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા, ગ્રામજનોએ આજે શાળાના મુખ્ય દરવાજે તાળા જડી દીધા હતા.
  • પંચાયતમાં પાઠશાળા: બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ન થાય તે માટે ગ્રામજનોએ વિદ્યાર્થીઓને પંચાયત કચેરીના મેદાનમાં બેસાડી ત્યાં જ અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.
  • તંત્રની દોડધામ: મામલો બિચકતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અંતે, આક્ષેપિત આચાર્યને પોલીસના હવાલે કરવાની ખાતરી મળ્યા બાદ જ મામલો શાંત પડ્યો હતો.

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે. વડોદરાના સાવલીમાં ‘સરસ્વતીના ધામ’ ને કલંકિત કરતી ઘટના સામે આવી છે. લામડાપુરા ગામની સરકારી શાળાના આચાર્ય જ નશામાં ચૂર હાલતમાં મળી આવતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આચાર્યને પોલીસને સોંપવાની ફરજ પડી હતી.

🍾દારૂબંધીની પોલ ખોલતી ઘટના:

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે સાવલીના લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શરમજનક દ્રશ્યો સર્જાયા. શાળાના આચાર્ય વારંવાર દારૂ પીને શાળાએ આવતા હોવાના ગંભીર આક્ષેપ સાથે આજે ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું હતું.

🧐ગ્રામજનોનો આક્રોશ:

“અમે કહી કહીને થાક્યા પણ તંત્ર ઊંઘતું રહ્યું. દારૂબંધી માત્ર વાતોમાં છે, બાકી સ્કૂલના આચાર્ય જ જો પીધેલી હાલતમાં હોય તો અમારા બાળકોને કેવું શિક્ષણ મળશે? અમારે આ આચાર્યની કાયમી બદલી જોઈએ છે.” સ્થાનિક રહેવાસી

🫵આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે? જો શિક્ષણના પવિત્ર મંદિરમાં જ આચાર્ય નશામાં આવતા હોય, તો સામાન્ય પ્રજાની સુરક્ષા અને બાળકોના સંસ્કારોનું શું? તંત્ર હવે આ મામલે કેવા કડક પગલાં લે છે તે જોવું રહ્યું.

Trending

Exit mobile version