Waghodia

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

Published

on

  • વાઘોડિયાની ખાનગી યુનિવર્સીટીમાં બનેલી લાલ બત્તી સમાન ઘટના
  • યુનિવર્સીટીમાં એક્ઝામ ડીપાર્ટમેન્ટ એડમીન બ્લોકમાં નોકરી કરતો હવાની ઓળખ આપીને વિદ્યાર્થીના માર્ક્સ વધારી આપવાની લોભ લાલચ આપી
  • માર્ક્સ વધારી આપવાના અવેજમાં વિદ્યાર્થીનીને એકાંત સ્થળે લઇ જઈને નશો કરાવી મરજી વિરુધ જાતીય શોષણ કર્યું

વડોદરા જીલ્લાના વાઘોડિયામાં આવેલી એક ખાનગી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે એક યુવકે પોતે યુનિવર્સીટીમાં એક્ઝામ વિભાગમાં નોકરી કરતો હોવાની ઓળખ આપીને વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરતા વાઘોડિયા પોલીસ મથકે યુવક વિરુદ્ધ ગુન્હો નોંધાવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયામાં આવેલી એક ખાનગી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા સમયે તેના મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. અને તે કોલ કરનાર યુવકે પોતાની ઓળખ યુનિવર્સીટીમાં એક્ઝામ ડીપાર્ટમેન્ટ એડમીન બ્લોકમાં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. ભોગ બનનાર વિદ્યાર્થી સાથે સતત ફોન પર વાતચીત કરીને મિત્રતા કેળવી હતી. અને ત્યાર બાદ યુવતીને તેના એકઝામના માર્ક્સ વધારી આપવાની લાલચ આપી હતી.

યુવક પોતે યુનિવર્સીટીમાં એક્ઝામ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતો યુનિવર્સીટીનો કર્મચારી હોવાનું જણાવી વિદ્યાર્થીનીના માર્ક્સ વધારી આપશે તેવી લાલચ આપી હતી. અને તેના બદલામાં વિદ્યાર્થીનીને એકાંત સ્થળે મળવા બોલાવી હતી. વિદ્યાર્થીની જયારે તેણે મળવા પહોચી ત્યારે યુવકે તેણે નશો કરાવીને વિદ્યાર્થીની સાથે બળજબરી સબંધ બાંધવાની કોશિશ કરી હતી. જયારે વિદ્યાર્થીનીની ઈચ્છા વિરુદ્ધ તેનું જાતીય શોષણ કરીને માર્ક્સ વધારી આપવાની લાલચે વારંવાર અભદ્ર માંગણી કરાતા પીડિત વિદ્યાર્થીનીએ વાઘોડિયા પોલીસ મથકે BNSની કલમ 62,69,75 અને 78 હેઠળ ગુન્હો નોંધાવ્યો છે. જયારે પોલીસે યુનિવર્સીટીના કર્મચારી હોવાની ઓળખ આપીને વિદ્યાર્થીનીનું શારીરિક શોષણ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે.

Trending

Exit mobile version