National

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Published

on

  • મસ્કની વિવાદાસ્પદ પોસ્ટ: એલોન મસ્કે સોશિયલ મીડિયા પર ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ તેવી ટિપ્પણી કરી વિવાદ સર્જ્યો છે.
  • રાહુલ ગાંધીનો કટાક્ષ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મસ્કની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને ભારતના ઉદ્યોગ જગતની સ્થિતિ પર કટાક્ષ કર્યો છે.
  • લાયસન્સ મુદ્દે સવાલો: મસ્કે દુનિયાના અનેક દેશોમાં મંજૂરી મળ્યા છતાં ભારતમાં સ્ટારલિંકનું લાયસન્સ અટકવા સામે નારાજગી વ્યક્ત કરી છે.
  • સરકારનું અગાઉનું સ્ટેન્ડ: ભારત સરકારે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં તમામ કંપનીઓ માટે નિયમો એકસરખા લાગુ પડે છે.

ભારતમાં એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની ‘સ્ટારલિંક’ ની એન્ટ્રીનો મામલો હવે દેશભરમાં મોટા રાજકીય અને ટેકનોલોજીકલ વિવાદનું કારણ બની ગયો છે. અગાઉ મસ્કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવો દાવો કર્યો હતો કે કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓ દ્વારા સ્ટારલિંકને ભારતમાં આવતા રોકવામાં આવી રહી છે. જેનો જવાબ આપતા ભારત સરકારે આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. જો કે, ગુરુવારે મોડી સાંજે એલોન મસ્કે વધુ એક વિવાદાસ્પદ પોસ્ટ કરીને આ વિવાદમાં નવો જ ભડકો કર્યો છે.

ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક યુઝરની પોસ્ટનો જવાબ આપતા લખ્યું હતું કે સરકાર ભારતીય નાગરિકોના હિતોના બદલે પસંદગીના મૂડીપતિઓને બચાવવામાં વધુ રસ ધરાવે છે. આ જ સંદર્ભમાં આગળ વધતા મસ્કે વધુમાં લખ્યું હતું કે, ‘સ્ટારલિંકને દુનિયાના 165 થી વધુ દેશોમાં લાયસન્સ મળી ચૂક્યું છે અને કંપનીએ છેલ્લા પાંચ વર્ષથી ભારત સરકારના દરેક નિયમ અને કાયદાનું પાલન કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે, છતાં દેશમાં હજુ સુધી લાયસન્સ કેમ નથી મળ્યું?’ આ સવાલની તરત જ બાદ મસ્કે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરતા લખ્યું—‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’

https://x.com/elonmusk/status/2108187065687118261?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108187065687118261%7Ctwgr%5Eb07bc00fcd2a4ac0eae14d6b62a3fe0a1531efe5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Fnational%2Felon-musk-starlink-india-license-controversy-ambani-rahul-gandhi-reaction-92424767283

મસ્કના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ કટાક્ષ કરતા પ્રતિક્રિયા આપી છે. રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ભારતમાં આપનું સ્વાગત છે, ઇલોન. ત્યાં સુધી રાહ જુઓ જ્યાં સુધી તમે બીજી વ્યક્તિને નથી શોધી લેતા.‘ રાહુલ ગાંધીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા એલોન મસ્કે લખ્યું કે, ‘થેંક્યુ રાહુલ. આ ખરેખર પરેશાન કરનારું છે.’

https://x.com/elonmusk/status/2108221292788981881?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108221292788981881%7Ctwgr%5Eb07bc00fcd2a4ac0eae14d6b62a3fe0a1531efe5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Fnational%2Felon-musk-starlink-india-license-controversy-ambani-rahul-gandhi-reaction-92424767283


ઉલ્લેખનીય છે કે દેશના વિપક્ષી નેતાઓ લાંબા સમયથી પસંદગીના ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરતા આવ્યા છે, અને મસ્કના આ નિવેદને આ મુદ્દાને ફરી એકવાર વેગ આપ્યો છે. અગાઉ પણ મસ્કે નામ લીધા વગર કેટલાક કદાવર ઉદ્યોગપતિઓ પર પોતાની મોનોપોલી જાળવી રાખવા માટે સ્પર્ધા અટકાવવાનો આરોપ મૂક્યો હતો. બીજી તરફ, ભારત સરકારનું વલણ સ્પષ્ટ રહ્યું છે કે દેશમાં તમામ કંપનીઓ માટે કાયદો અને નિયમો એકસમાન છે અને કોઈપણ યોગ્ય પ્રક્રિયા વગર વિશેષ છૂટછાટ આપવામાં આવતી નથી.

Trending

Exit mobile version