Connect with us

Waghodia

વાઘોડિયા GIDC: આસ્થાના ધામમાં તસ્કારોનો ત્રાટકા, અંબે માતાના મંદિરમાંથી રૂ. 6.20 લાખના દાગીનાની ચોરી

Published

on

કળિયુગમાં હવે ભક્તિના ધામ પણ સુરક્ષિત રહ્યા નથી. વડોદરાના વાઘોડિયા GIDC વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ અંબે માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. માતાજીના કિંમતી સોના-ચાંદીના આભૂષણો સહિત અંદાજે રૂ. 6.20 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

🧐રવિવારની રજાનો લાભ લઈ તસ્કરોનો હાથફેરો

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત **22 ફેબ્રુઆરી (રવિવાર)**ના રોજ GIDCમાં કંપનીઓ અને મંદિરમાં રજા હોવાથી કોઈ હાજર ન હતું. સૂમસામ વાતાવરણનો લાભ ઉઠાવી તસ્કરોએ મોડી રાત્રે મંદિરના મુખ્ય દરવાજાના બે તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.

માતાજીના શણગાર પર તસ્કારોની નજર

​તસ્કરોએ ગર્ભગૃહમાં સ્થાપિત અંબે માતાની મૂર્તિ પરથી કિંમતી આભૂષણોની સફાયા કર્યો હતો, જેમાં નીચે મુજબની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે:

  • 6 કિલો ચાંદીના આભૂષણો: ચાંદીનું છત્ર, ત્રિશુલ, ચરણ પાદુકા, આરતી સ્ટેન્ડ, કળશ અને સિંહાસન સાથેની નાની મૂર્તિ.
  • સોનાના દાગીના: માતાજીના ગળામાં રહેલા બે સોનાના મંગળસૂત્ર (કાળા મણકાવાળા). કુલ મળીને અંદાજે રૂ. 6,20,000/- ની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

📽️CCTV હોવા છતાં સુરક્ષામાં મોટી ખામી

મંદિર પરિસરમાં સુરક્ષા માટે 3 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જોકે, ચોંકાવનારી વિગત એ છે કે કંપનીની લાઈટ બંધ થતાની સાથે જ આ કેમેરા પણ ઓટોમેટિક બંધ થઈ જતા હતા. તસ્કરો આ ખામીથી વાકેફ હોય તેમ અંધારાનો લાભ લઈને ચોરીને અંજામ આપ્યો છે.

👉ભક્તોમાં રોષ અને પોલીસ તપાસ

આ ઘટના અંગે વ્રજદર્શન સોસાયટીમાં રહેતા મંદિરના ટ્રસ્ટી આનંદકુમાર શર્માએ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં આસપાસના વિસ્તારના અન્ય CCTV ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે પોલીસે તસ્કરોનું પગેરું દબાવવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
National14 hours ago

મોટી હોનારત: મથુરામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી પલટી; 8 લોકો ડૂબ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara15 hours ago

ભારે પડી માનવતા: વડોદરામાં અકસ્માતગ્રસ્ત યુવકને ઉભો કરવા ગયેલા ફોટોગ્રાફરની આંખ ફોડી નાખી

Vadodara16 hours ago

વડોદરામાં દુમાડ બ્રિજ ડમ્પરે દંપતીને કચડ્યું, લોહીલુહાણ પતિનું માથું ખોળામાં લઈ પત્નીએ કર્યા આક્રંદ

Vadodara17 hours ago

વડોદરા: માંજલપુરમાં હુમલો કરી નાસી છૂટેલી ત્રિપુટીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યા

Vadodara17 hours ago

હચમચાવતી દુર્ઘટના: વડોદરા બસ સ્ટેન્ડ પર છત પડતા એક વ્યક્તિ મોત, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara18 hours ago

“₹2000 આપ, નશો કરવો છે”: વડોદરામાં પૈસા માટે યુવકને લોખંડની પાઇપથી ફટકાર્યો, ₹1500ની લૂંટ

Vadodara18 hours ago

વડોદરા: “પાણી નહીં તો વોટ નહીં” અટલાદરાના કોઠી ફળિયામાં પાલિકા સામે આક્રોશ, મહિલાઓએ ઠાલવી વેદના

Gujarat1 day ago

દાહોદ ભાજપમાં મહા-ભૂકંપ: દિગ્ગજોના પત્તા કપાયા! 43 નવા ચહેરાઓને લોટરી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara3 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara4 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara4 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara4 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat4 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara1 week ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara2 weeks ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara2 weeks ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Trending