Connect with us

Vadodara

વડોદરા: પારુલ યુનિવર્સિટીના 21 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત; વાઘોડિયા ચોકડી પાસે એપાર્ટમેન્ટના 6 માળેથી ઝંપલાવ્યું

Published

on

  • એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું અંતિમ પગલું: વાઘોડિયા ચોકડી પાસે આવેલા સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં વહેલી સવારે બની હૃદયદ્રાવક ઘટના.
  • છઠ્ઠા માળેથી લગાવી છલાંગ: 21 વર્ષીય સાઈરાજ હરાલેએ ફ્લેટની ગેલેરીમાંથી મોતની મારી છલાંગ; હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો.
  • મૂળ મહારાષ્ટ્રનો વતની: પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો યુવાન આર્થિક તંગીથી કંટાળી ગયો હોવાની પ્રાથમિક તપાસમાં વિગતો.
  • પોલીસ તપાસ તેજ: બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાત પાછળના ચોક્કસ કારણો શોધવા તપાસ શરૂ કરી.

વડોદરા: વડોદરામાં અભ્યાસ કરતા પરપ્રાંતિય વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા પાસે લીમડા સ્થિત પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 21 વર્ષીય એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ વાઘોડિયા ચોકડી પાસે આવેલા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમ અને એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

🧐ઘટનાની વિગત:

મળતી માહિતી અનુસાર, વાઘોડિયા ચોકડી પાસે આવેલ માધવનગરના સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર A-603 માં સાઈરાજ અરુણભાઇ હરાલે રહેતો હતો. આજે વહેલી સવારે આશરે 4 થી 4:30 વાગ્યાની આસપાસ સાઈરાજે અચાનક પોતાના ફ્લેટની ગેલેરીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. જોરદાર અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં સાઈરાજને તત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આર્થિક તંગી કારણભૂત?

મૃતક સાઈરાજ મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી રહી છે કે સાઈરાજ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ (Financial crisis) અનુભવી રહ્યો હતો અને તેના કારણે તે માનસિક તણાવમાં હતો. આર્થિક મુશ્કેલીઓથી કંટાળીને તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

🚨બાપોદ પોલીસની કાર્યવાહી:

બનાવની જાણ થતા જ બાપોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. સાઈરાજે આપઘાત પહેલા કોઈ ચિઠ્ઠી લખી છે કે કેમ અને તેના મોબાઈલ ડેટાના આધારે પોલીસ તેના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.

🫵એક ઉભરતા એન્જિનિયરના આવા કરુણ અંતે અનેક સવાલો ઉભા કર્યા છે. શું યુવાનોમાં માનસિક તણાવ સહન કરવાની શક્તિ ખૂટી રહી છે?

Continue Reading
Vadodara11 hours ago

3 લાખના સામે 12 લાખ પડાવનાર પતિ-પત્નીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

Vadodara16 hours ago

વડોદરામાં ચૂંટણી અદાવતનો ખૂની ખેલ: સોસાયટીના પ્રમુખ પર ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો પથ્થરમારો, ગાડીના કાચ તોડ્યા!

Karjan-Shinor16 hours ago

કરજણ તાલુકાના નારેશ્વરમાં રાત્રિના સમયે દીપડાના આંટાફેરા: કેમેરામાં કેદ થઈ વાઈલ્ડ લાઈફની હિલચાલ

National2 days ago

મહાકાલના દર્શન કરીને પરત ફરતા વડોદરાના 6 યુવકોના કરુણ મોત: રોંગ સાઈડથી આવતા ટ્રકે ઇકો વાનને ટક્કર મારી

Vadodara2 days ago

વડોદરાના સુભાનપુરામાં તસ્કરોનો આતંક: જૈન દેરાસર પાસે બંધ મકાનના તાળા તોડી દોઢ લાખની મત્તા ચોરી ફરાર

Vadodara2 days ago

ઓટોરીક્ષામાં મુસાફરી દરમિયાન નજર ચૂકવી ચોરી કરતી મહિલા ઝડપાઈ: બોડેલીની જુલી મન્સુરી પોલીસ સકંજામાં

Vadodara3 days ago

વડોદરામાં ઈ-બસ લોકાર્પણનો શો પડ્યો ભારે! બસમાં રીલ બનાવીને પોતાની જ ગાડીમાં ભાગ્યા નેતાઓ, સોશિયલ મીડિયા પર યુઝર્સે ધોયા!

Vadodara3 days ago

વડોદરાના વોર્ડ નં. 8 માં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડ્યો: 6 થી 7 ફૂટ ઊંડા ખાડાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara6 days ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending