Connect with us

Vadodara

“મોદીજીના નામે ક્યાં સુધી વોટ?” વડોદરામાં ભાજપ વિરોધી પોસ્ટરોથી હડકંપ; પાટીદાર ઉમેદવારની માંગ તેજ

Published

on

  • માંજલપુરમાં બળવો: ધારાસભ્ય યોગેશ પટેલે કાર્યકરોને લડત આપવા આહવાન કર્યું; “મહેનત અમે કરી તો ટિકિટ પણ અમને જ મળવી જોઈએ.”
  • બહારના વ્યક્તિને ‘નો એન્ટ્રી’: નામ લીધા વગર યોગેશ પટેલનો પ્રહાર- “ભાઈ તારા વિસ્તારમાં લડ ને, અહીં શું કામ છે?”
  • વિવાદિત બેનરો: વાસણા-ભાયલી રોડ પર લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટરો; “ક્યાં સુધી મોદીજીના નામે વોટ આપશો? વિસ્તારના કામ મોદીજી નહીં કરે.”
  • પાટીદાર કાર્ડ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પટેલ ઉમેદવારોને સ્થાન આપવાની માંગ સાથે ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા બુલંદ.

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગતાની સાથે જ સત્તાધારી પક્ષ ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે મોટું ઘમસાણ શરૂ થયું છે. માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ નંબર 18 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ પક્ષના મોવડીમંડળ સામે પડકાર ફેંકીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.

👉યોગેશ પટેલની ખુલ્લી ચેતવણી:

ધારાસભ્ય યોગેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો પક્ષ દ્વારા કોઈ ‘બહારની વ્યક્તિ’ ને માંજલપુર કે વોર્ડમાં ટિકિટ આપવામાં આવશે, તો તેનો સખત વિરોધ કરવામાં આવશે. તેમણે નામ લીધા વગર કેટલાક નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, “ભાઈ, તારા વિસ્તારમાં લડ ને, અહીં શું કામ છે? અહીં અમારી પાસે સક્ષમ કાર્યકરો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષોથી પક્ષ માટે મહેનત કરનારા અને બસો ભરીને કાર્યક્રમોમાં પહોંચાડનારા સ્થાનિક કાર્યકરોનો જ ટિકિટ પર પ્રથમ હક છે.

📜શહેરમાં પોસ્ટર વૉર શરૂ:

એક તરફ યોગેશ પટેલના તેવર છે, તો બીજી તરફ વડોદરાના પોશ વિસ્તાર ગણાતા વાસણા-ભાયલી રોડ અને નિલંબર સર્કલ પાસે વિવાદિત બેનરો લાગ્યા છે. આ બેનરોમાં લખાયું છે કે, “સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપો, ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો?” બેનરોમાં હેશટેગ #પ્રો_મોદી અને #બીજેપી_વિરોધી લખીને ગૂંચવણ ઊભી કરવામાં આવી છે. આ બેનરોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, મોદીજીનું કામ દેશ ચલાવવાનું છે, તમારો વિસ્તાર ચલાવવાનું નહીં.

🧐જાતિગત સમીકરણો અને આક્રોશ:

આ પોસ્ટરોમાં પાટીદાર કાર્ડ પણ ખેલવામાં આવ્યું છે. “પટેલ ઉમેદવારને સ્થાન આપો, જય સરદાર-જય પાટીદાર” ના લખાણોએ શહેરના રાજકારણમાં નવી ચર્ચા છેડી છે.ભાજપના જ ગઢ ગણાતા વિસ્તારોમાં આ પ્રકારના બેનરો કોણે લગાવ્યા તે અત્યારે પોલીસ અને પક્ષ માટે તપાસનો વિષય બન્યો છે.

🫵ચૂંટણી પહેલા ભાજપમાં ઉઠેલો આ વિરોધનો સૂર પક્ષ માટે મુશ્કેલી સર્જી શકે છે. શું હાઈકમાન્ડ યોગેશ પટેલની વાત માનશે કે પછી શિસ્તના નામે કડક હાથે કામ લેશે?

Continue Reading
Chhotaudaipur32 minutes ago

રૂ. 1,300 કરોડનો હાઈવે પાણીમાં: છોટાઉદેપુરમાં NH 56 ની નબળી કામગીરીની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી

Vadodara5 hours ago

ગોરવા-ગોત્રીથી માંડી દાહોદ-મહીસાગર સુધી ગુનાખોરીનો કારોબાર: વોન્ટેડ આરોપી મોહન શેખાવતની PCB દ્વારા ધરપકડ

Vadodara5 hours ago

વડોદરામાં ‘ડેથ ટ્રેપ’: ચોમાસામાં તૂટેલા ગટરના ઢાંકણાં અકસ્માતને આમંત્રણ, VMC કામગીરી પર ઉઠ્યા સવાલો

Vadodara6 hours ago

કેન્દ્રનું ‘ગ્રીન સિગ્નલ’ પણ ગુજરાતનું ‘રેડ એલર્ટ’: પેટ્રોલ-ડીઝલના પ્રતિબંધ મુદ્દે ખેડૂતો અને પંપ સંચાલકો અસમંજસમાં!

Vadodara7 hours ago

અટલાદરા પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા 4 બાળકોને ગણતરીના સમયમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

Vadodara1 day ago

રુકમિણી ચૈનાણી પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફ્ટીના સાધનો જ શોભાના ગાંઠિયા સમાન, ફાયર બ્રિગેડની કડક નોટિસ

Vadodara1 day ago

VGL અને અમૂલની મોટી પહેલ: CNG સ્ટેશનો પર હવે મળશે અમૂલની ડેરી પ્રોડક્ટ્સ, ગ્રાહકોને એક જ સ્થળે ડબલ સુવિધા

Vadodara1 day ago

એક તરફ પાણીની તંગી, બીજી તરફ પાલિકાની બેદરકારી: બાજવામાં પાઈપલાઈન લીકેજથી ગરનાળું બન્યું તળાવ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 day ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara4 days ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara5 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara1 week ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara2 weeks ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara2 weeks ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara2 weeks ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Trending