Connect with us

Vadodara

“કંઈક મોટું થાય પછી જાગતી સરકાર”: સુરત-લખનઉ દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટ્યુશન ક્લાસીસ પર તવાઈ

Published

on

  • સઘન તપાસ ઝુંબેશ: 7 ફાયર ટીમો દ્વારા 49 શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ.
  • ખામીયુક્ત સંસ્થાઓ: 15 ક્લાસીસને નોટિસ ફટકારી સમયમર્યાદામાં સુધારા કરવા આદેશ.
  • જાગૃતિ અભિયાન: સંચાલકોને ફાયર સેફ્ટીની તાલીમ અને ઈમરજન્સી પ્રોટોકોલની સમજ.
  • સુરક્ષા અગ્રતા: વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં તપાસનો વ્યાપ વધારાશે.

વડોદરા: અન્ય શહેરોમાં બનેલી આગની ભયાનક દુર્ઘટનાઓમાંથી બોધપાઠ લઈને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરભરની શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં 7 અલગ-અલગ ટીમો દ્વારા આ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

શું છે ફાયર બ્રિગેડની કામગીરી?

છેલ્લા બે દિવસમાં ફાયર વિભાગે કુલ 49 જેટલા ટ્યુશન ક્લાસીસ, કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર્સ અને અન્ય સંસ્થાઓમાં તપાસ કરી છે. ફાયર વિભાગ માત્ર ક્લાસીસની તપાસ જ નથી કરી રહ્યો, પરંતુ સંચાલકોને ઇમરજન્સી વખતે પેનિક થયા વગર વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની તાલીમ પણ આપી રહ્યો છે.

શહેરની 15 જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ અને ક્લાસીસમાં કેટલીક ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષા અને નિયમોના પાલનને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા આ સંસ્થાઓને નોટિસ પાઠવવામાં આવી છે.

​આ સંસ્થાઓને નિર્ધારિત સમયમર્યાદામાં ક્ષતિઓ સુધારી લેવા તાકીદ કરવામાં આવી છે.

🧯નોટિસ આપવામાં આવેલી સંસ્થાઓ:👇

સમર્થ એજ્યુકેશન – અમિતનગર

દેવ વોકેશનલ ટ્રેનિંગ – VIP રોડ

કેનોન કો. ઇન્સ્ટિટ્યૂટ – વાઘોડિયા રોડ

દીપ પટેલ ક્લાસીસ – વૈકુંઠ ચાર રસ્તા

કોમ્પ્યુટર સેન્ટર – વાઘોડિયા રોડ

કે.એસ. ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ

લિટલ રેમ્બો કિડ્સ – તરસાલી

યુ વિલ ક્લાસીસ – વડીવાડી

અસ્વિનસર કોમર્સ ક્લાસીસ – વડીવાડી

લિટલ જાયન્ટ્સ – ઓ.પી. રોડ

જે.કે. શાહ ક્લાસીસ – વડીવાડી

જે.પી. કી પાઠશાલા – ગોરવા પંચવટી

ગાયત્રી કોચિંગ ક્લાસીસ – વાઘોડિયા રોડ

વિજય શાહ એન્જી. ક્લાસીસ – સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ

ઇન્દુ ક્લાસીસ – શંકર ટેકરી રોડ

🧐તંત્રની ચેતવણી:

ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ તપાસનો દોર યથાવત્ રહેશે અને જે સંસ્થાઓ નિયમોનું પાલન નહીં કરે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓના જીવના જોખમે ચાલતા ક્લાસીસ હવે સુરક્ષાના માપદંડો પૂર્ણ કરવા મજબૂર બનશે.

Continue Reading
Vadodara17 hours ago

સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં VGL ની મેગા રિકવરી ડ્રાઈવ,એક જ દિવસમાં રૂ. 3.46 લાખની વસૂલાત, બીજા દિવસે પણ કામગીરી ચાલુ

Vadodara18 hours ago

ગ્રાહકે આરોગ્ય સાથે ચેડા થતા બનાવ્યો વીડિયો: સેવઉસળની ડિશમાંથી જીવાત અને વંદો મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા

Vadodara21 hours ago

“પતિ ઘરવાળાઓને ખુશ રાખે, હું પિટાઈ સહન નહીં કરી શકી”: મોતને વ્હાલી થતા પહેલા મહિલાએ લખ્યા દર્દભર્યા અંતિમ શબ્દો

Gujarat23 hours ago

ગુજરાતના શહેરો માટે સરકારની મોટી જાહેરાત હવે રસ્તાઓ મજબૂત બનાવવામાં આવશે: સરકારનો ડામરને બદલે RCC રસ્તાઓ પર ભાર-મુખ્યમંત્રી

Vadodara2 days ago

પોલીસને જોઈ કન્ટેનર ચાલકે યુ-ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો, અંતે કન્ટેનર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો

Vadodara2 days ago

કોર્પોરેટરોના આઈકાર્ડ, લેટરહેડ અને VMC ડાયરી અટવાઈ: સમિતિઓના હોદ્દેદારોના નામ નક્કી ન થતાં કામગીરીમાં બ્રેક

Vadodara2 days ago

વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડિયો વાયરલ કરનાર દંપતીની મુશ્કેલીમાં વધારો: તમન્ના અને સોહેલ સૈયદ સામે ખંડણીની વધુ એક ફરિયાદ

Vadodara3 days ago

3 લાખના સામે 12 લાખ પડાવનાર પતિ-પત્નીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending