Connect with us

Vadodara

જેની નિષ્ફળતા નક્કી થવી જોઈએ, તેજ શાખાને તપાસની જવાબદારી સોપાઈ: સાડા ત્રણ મહિના બાદ પણ પરિણામ શૂન્ય!

Published

on

  • અન્ય શહેર-જીલ્લામાં SMCની મોટી કાર્યવાહી થાય તો સ્થાનિક PIની સાથે સાથે LCB-PCBમાં પણ સસ્પેન્શનનો હુકમ થતો, અહી તો PCBને જ તપાસ આપી દેવાઈ
  • અઢી કરોડના શરાબના જથ્થાના મુખ્ય સુત્રધારનું નામ પણ PCBએ 4 દિવસમાં શોધી કાઢ્યું, પણ આરોપી પકડાતો નથી!
  • જે કેસમાં PIને સસ્પેન્ડ કર્યા, તે કેસની તપાસ PSI કક્ષાના અધિકારી કરે છે.

વડોદરા શહેરના છાણી પોલીસ મથક વિસ્તારમાં કરોડોના થઇ રહેલા શરાબ કટિંગ પર ગત જૂન મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં લગભગ 2.44 કરોડનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેરી હદ વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને શરાબનું કન્ટેનર ખાલી થતું હોય અને સ્થાનિક પોલીસને જાણ ન હોય તે વાત શંકા ઉપજાવે તેવી હતી. જેથી શહેર પોલીસ કમિશ્નરે તત્કાલીન છાણી પી.આઈ. એ.પી. ગઢવીને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. જોકે પ્રિવેન્શન માટેની જેની જવાબદારી બને છે તેવા એક પણ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી.


એક PIને સસ્પેન્ડ કરીને લગભગ 2.44 કરોડના શરાબના જથ્થાની હેરાફેરીના કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે આપેલી ફરિયાદમાં તપાસ PI કરતા ઉપરી અધિકારી એટલે કે ACP કે DCP કરે તો, કોની રહેમનજરથી આ શરાબનો જથ્થો ઉતરતો હતો અને સ્થાનિક પોલીસમાં કોની કોની મિલીભગત છે તેની જાણકારી તપાસમાં બહાર આવી શકે તેમ હતી. જોકે રંધાયું એવું કે, જે એજન્સી ગુન્હો થતા પહેલા તેને શોધી કાઢવા માટેની જવાબદારી ધરાવે છે. એ PCB શાખાને તેની તપાસ સોપવામાં આવી . અને એમાં પણ PSI કક્ષાના અધિકારી પી.એમ ધાખડાને આટલા મોટા કેસની તપાસ સોપાઈ.


SMCએ સોંપેલા આરોપીઓ સિવાય સાડા ત્રણ મહિનામાં PCBને એક પણ વધુ આરોપી જડ્યો નહિ!
આ તપાસમાં આજ દિન સુધી કોઈ પ્રોગ્રેસ જોવા મળ્યો નથી. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જે ચાર આરોપીઓ નામે (1) માંગીલાલ બાબુરામ બિશ્નોઈ (2)કમલેશ માધારામ બેનીવાલ (3) અશોક ઉર્ફે અનીલ પપ્પુરામ બિશ્નોઈ અને (4) પ્રવીણ પુનારામ બિશ્નોઈની ધરપકડ કરીને શહેર પોલીસને સોપ્યા હતા. તે સિવાય કુલ 9 આરોપીઓ માંથી અન્ય કોઈની ધરપકડ કરવામાં PCBને સફળતા મળી નથી. એટલું જ નહિ પકડાયેલા ચાર આરોપીઓના રિમાન્ડમાં મુખ્ય આરોપી તરીકે જેને દર્શાવવામાં આવ્યો હતો તેનું ખોટું નામ FIRમાં દર્શાવાયું હતું.જે આરોપીની સાચા નામ સરનામાં સાથેની વિગતો તપાસમાં સામે આવી હોવા છતાય તેના સુધી પહોચવામાં PCB ટીમને કોઈ સફળતા મળી નથી.


આ સાડા ત્રણ મહિનામાં PCBના તપાસ અધિકારીએ શું કામગીરી કરી?
16 જુનના રોજ SMCના દરોડા બાદ આજ દિન સુધી કોઈ મોટી સફળતા PCBને મળી નથી, 17 જુને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ 20 જુને રિમાન્ડ પૂર્ણ થતા, 21 જુને આરોપીઓને જામીન પર મુક્ત કરવા માટેનો હુકમ એડી.ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો. ટ્રાયલ કોર્ટે કરેલા હુકમને પડકારવા માટે PCB શાખાના તપાસ અધિકારીએ આરોપીઓની વધુ કસ્ટડી માટે BNSSની 438 કલમ હેઠળ રીવીઝન અરજી કોર્ટ સમક્ષ કરવામાં આવી. 27 જુને કરવામાં આવેલી આ રીવીઝન અરજી બાબતે નામદાર કોર્ટ દ્વારા તપાસ અધિકારી સરકાર તરફેના વકીલ અને આરોપીઓ તરફેણ વકીલની દલીલો સાંભળીને 4 જુલાઈના રોજ રીવીઝન અરજીને નામંજૂર કરતો હુકમ કર્યો. 27 જુનની અરજી માંજ PCBના તપાસ અધિકારીની 20 જુનની કેસ ડાયરી અને રિમાન્ડ રીપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, FIRમાં જે વ્યક્તિનું ખોટું નામ દર્શાવવામાં આવ્યું છે. તેના સાચા નામ અને સરનામાંની માહિતી પોલીસને મળી ગઈ છે. આ સાથે આંગડીયા દ્વારા કરવામાં આવતા વહીવટો અંગેની માહિતી પણ પોલીસને મળી ચુકી છે. જે બાદ 13 ઓગસ્ટ અને 21 ઓગસ્ટ એમ બે જામીન અરજીમાં ચારેય આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરી દેવામાં આવ્યો. 20 જૂનથી PCBના તપાસ અધિકારીને શરાબ સપ્લાયના મુખ્ય સુત્રધારની માહિતી મળી ગઈ હતી, પોલીસે વોન્ટેડ આરોપીઓના કલમ 70 મુજબની નોટીસ ઈશ્યું કર્યા સિવાય કોઈ મહત્વનો પ્રેગ્રેસ જોવા મળ્યો નથી. જે ઘણી શંકા ઉપજાવે છે.


આ મામલે તપાસ અધિકારી પીએસઆઈ પી.એમ ધાક્ડાએ જણાવ્યું હતું કે, “ગુન્હાની ચાર્જશીટ કરી દેવામાં આવી છે, PCB એ વોન્ટેડ તમામ આરોપીઓનું 70 મુજબનું વોરંટ ઈશ્યુ કર્યું છે, આરોપીઓને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપીનું લોકેશન ગુજરાતમાં મળ્યું હતું જ્યાં પોલીસે તપાસ કરી હતી. પણ સ્થળ પરથી નાસી છૂટવામાં તે સફળ થયો હતો. SMCએ પકડીને આપેલા ચારેય આરોપીઓ જામીન પર મુક્ત થયા બાદ તેઓને PASA હેઠળ રાજ્યની અલગ આલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.”


મહત્વનું છે કે, પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ(PCB)ની જવાબદારી ક્રાઈમ થતા પહેલા તેને રોકવાની છે. અહી તો કરોડોની કિંમતનો શરાબનો જથ્થો SMC દ્વારા પકડીને આપ્યા બાદ પણ આરોપીઓ પકડાતા નથી. બેદરકારીમાં જેટલી જવાબદારી છાણી PIની હતી. એટલી જ જવાબદારી PCB ના અધિકારીની પણ બને છે. પોલીસ મથક વિસ્તારોમાં શરાબનો જથ્થો ઝડપી પાડવા માટે PCB પાસે સ્વતંત્ર સત્તા છે, તો કન્ટેનર ખાલી થતું હતું ત્યાં PCBની ટીમને કેમ બાતમી મળી નહિ ? અન્ય શહેર જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ આટલી મોટી કાર્યવાહી કરે તો સ્થાનિક PI અને PCB, LCB અધિકારી સુદ્ધા સસ્પેન્ડ થયા હોવાના કિસ્સા ભૂતકાળમાં નોંધાયા છે. અહી તો જેની નિષ્ફળતા નક્કી થઇ છે, તેજ શાખાને તપાસની જવાબદારી સોપવામાં આવે તો તપાસમાં સારા પરિણામોની અપેક્ષા જ ન રખાય! બિશ્નોઈ ગેંગ આજે પણ શક્રિય છે. શરાબનો જથ્થો વડોદરામાં ઠલવાય છે અને અહિયાથી પસાર પણ થાય છે. થોડા સમય પહેલા જ જીલ્લા LCBએ બિશ્નોઈ ગેંગનું એક શરાબનું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. જયારે વડોદરા શહેર પોલીસને કેમ સફળતા મળતી નથી તેની પણ ગુપ્ત રહે તપાસ થઇ રહી છે!

Continue Reading
Vadodara40 minutes ago

બેઝમેન્ટમાં છુપાવેલો દારૂ પોલીસના હાથે ઝડપાયો: મુખ્ય સૂત્રધાર ફરાર, અન્ય બેની શોધખોળ શરૂ

Vadodara7 hours ago

એમ.એસ. યુનિવર્સિટીમાં કારનો આતંક: એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે બેફામ ડ્રાઇવિંગ કરી ચાલકે મચાવ્યો હોબાળો

Savli7 hours ago

સાવલી તાલુકાના નિઝામપુર ગામ નજીક આજે રોડ અકસ્માત! ગાયનું મૃત્યુ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

Karjan-Shinor7 hours ago

રહીશોમાં ફફડાટ: રાત્રિના અંધારામાં રેસિડન્સીમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરનાર માસ્કધારીઓ સીસીટીવીમાં દેખાયા

Vadodara1 day ago

મધ્યપ્રદેશથી વડોદરા દારૂ ઘુસાડવાનું નેટવર્ક: 5.73 લાખના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરનાર શખ્સ ઝડપાયો

Vadodara1 day ago

ખંડેરાવ માર્કેટ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં હોબાળો: દબાણ શાખાની કાર્યવાહી સામે વેપારીઓનો વિરોધ

Gujarat1 day ago

કેન્સરના દર્દીઓના જીવ સાથે ખેલ! પ્લાઝમા ચોરી કરી સલાઈન વોટર ભેળવતું મોટું રેકેટ પકડાયું

Savli1 day ago

સાવલીમાં અરેરાટી: ત્રણ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મહીસાગર નદીના પટમાંથી મળી આવ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara4 days ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara6 days ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara6 days ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 weeks ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Trending