Connect with us

Vadodara

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Published

on

  • યુટીલીટી બ્રીજ બનાવવા બાબતે ઉદ્યોગો એકમત નહિ થતા મુખ્યબ્રિજનું કામ અટવાયું
  • રિલાયન્સની પાણીની લાઈન, 66 kvની વીજલાઇન ખસે નહિ ત્યાં સુધી બ્રિજનું કામ અશક્ય : બાબુભાઈ પટેલ(ચેરમેન NIA)
  • સરકાર અને GIDCમાં વારંવારની રજુઆતો છતાંય ઉદ્યોગોની ગંભીર રજૂઆત ધ્યાને લેવાતી નથી એક તરફ ટેરીફનો માર અને બીજી તરફ ઉદ્યોગોને પરિવહનને વિક્ષેપ કરી સમગ્ર એસ્ટેટને જોખમમાં મૂકી દીધું
  • એક તરફ ટેરીફનો માર અને બીજી તરફ ઉદ્યોગોને પરિવહનને વિક્ષેપ કરી સમગ્ર એસ્ટેટને જોખમમાં મૂકી દીધું

વડોદરા શહેર નજીક નંદેસરીમાં અનેક મોટા અને માનાન્કિત ઉદ્યોગો આવેલા છે. જે પૈકીના કેટલાક ઉદ્યોગોએ ઔદ્યોગિક ક્રાંતિમાં વડોદરાને આગવી ઓળખ પણ અપાવી છે. જયારે આજે આ તમામ ઉદ્યોગોની હાલત દયનીય થવા પામી છે. નંદેસરીના ઉદ્યોગોની જીવાદોરી સમાન મીની નદીના બ્રિજના નિર્માણ માટે મંજુરી મળ્યા બાદ પણ સરકારી વિભાગ અને કેટલાક ઉદ્યોગોના સંકલનના અભાવે બ્રિજનું કામ શરુ થતું નથી. જે કામીગીરી સોંપવામાં આવી હતી તે ઈજારદાર પણ કામ છોડીને ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે.

નંદેસરીના મીની નદી પરનો બ્રીજ લગભગ 50 વર્ષ જુનો બ્રીજ છે. જે બ્રીજની યોગ્ય સંભાળ નહિ રાખવાના કારણે તે જર્જરિત થયો હતો. જેથી બ્રિજના લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્રે બ્રિજને ભારદારી વાહનોની અવરજવર માટે બંધ કર્યો હતો. GIDC દ્વારા નવા બ્રિજન નિર્માણ માટે બે થી ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે બ્રીજ નીચેથી જતી રિલાયન્સ કંપની સહીત અન્ય ઉદ્યોગોની યુટીલીટી લાઈનની વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબતે વાત અટકી જતી હતી.

આ વર્ષે થયેલી ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ નંદેસરીને જોડતો આ જર્જરિત બ્રીજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જયારે ઉદ્યોગો માટે આવતા ભારદારી વાહનો સહીત નોકરીયાત વર્ગના રાહદારીઓને પણ ફરીને અવરજવર કરવી પડે  તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન મેં મહિનાથી બ્રિજને તોડી પાડીને નવા બ્રિજના નિર્માણનું કામ શરુ થવાનું હતું. જોકે મુખ્યત્વે રિલાયન્સ કંપનીની પાણીની લાઈન, ગેઈલ કંપનીની ગેસ લાઈન અને અન્યત્ર યુટીલીટી લાઈનના સ્થળાંતર માટેની લાંબી વાટાઘાટો બાદ પણ કોઈ કામગીરી નહિ થતા અંતે બ્રીજ નિર્માણ માટે કામ કરતો ઈજારદાર કામ છોડીને ચાલ્યો ગયો હતો.

નંદેસરી ઔદ્યોગિક એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગોનું રો મટીરીયલ પણ સમયસર પહોચી શકતું નથી. ફાઈનલ પ્રોડક્ટ તૈયાર થઈને કન્ટેનરમાં મોકલવાની વાત આવે ત્યારે પણ તકલીફો પડે છે. GIDC અને રાજ્ય સરકારને વારંવાર રજુઆતો કરી તેમ છતાંય કોઈ નિકાલ આવતો નથી. એક તરફ ઉદ્યોગો ટેરીફનો માર ઝેલી રહ્યા છે. ત્યારે નીજી તરફ ઉદ્યોગોને પરિવહન જેવી પાયાની સુવિધાઓ પણ મળતી નથી. આમ ને આમ ચાલ્યું તો નંદેસરીના ઉદ્યોગો પુરા થઇ જશે.

Continue Reading
Vadodara3 minutes ago

વડોદરા: ચેક બાઉન્સના કેસમાં સજા પામેલો આરોપી ઝડપાયો; કપુરાઈ પોલીસે કૃષ્ણા હોટલ પાસેથી દબોચ્યો

Dabhoi25 minutes ago

ડભોઇ: સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ‘મોતનું ગાબડું’; અધિકારીઓની ઓફિસ પાસે જ મસમોટું ધોવાણ, છતાં તંત્ર ‘કુંભકર્ણી’ નિદ્રામાં

Vadodara4 hours ago

“મોદીજીના નામે ક્યાં સુધી વોટ?” વડોદરામાં ભાજપ વિરોધી પોસ્ટરોથી હડકંપ; પાટીદાર ઉમેદવારની માંગ તેજ

Vadodara4 hours ago

વડોદરા: બાપોદ પોલીસની મોટી કાર્યવાહી; સરદાર એસ્ટેટ પાછળ જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

Vadodara22 hours ago

વડોદરા: કારેલીબાગમાં ‘રજવાડી ચા’ પાસે ચાલતા જુગારધામ પર LCBનો દરોડો; આંક-ફરકનો જુગાર રમાડતા 4 શખ્સો ઝડપાયા

Vadodara23 hours ago

વડોદરા: પારુલ યુનિવર્સિટીના 21 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત; વાઘોડિયા ચોકડી પાસે એપાર્ટમેન્ટના 6 માળેથી ઝંપલાવ્યું

Gujarat24 hours ago

શિક્ષણ બોર્ડની જાહેરાત: GUJCET પરીક્ષાના તમામ સેટની આન્સર-કી gseb.org પર ઉપલબ્ધ, જાણો કેવી રીતે જોવી

Vadodara24 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ બ્રેકિંગ: ‘બાવા’ ગેંગનો પર્દાફાશ; અટલાદરામાં વૃદ્ધના ઘરેણાં લૂંટનાર કાર સાથે ઝડપાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 days ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara6 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara1 week ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 week ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 week ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 week ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 week ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara2 weeks ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Trending