International
મિડલ ઈસ્ટ મહાસંગ્રામ: અમેરિકા-ઈરાન આમને-સામને; હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની કડક શરતો, ભારતીય જહાજો પર સંકટ
Published
8 months agoon
- યુદ્ધના ભણકારા: ટ્રમ્પનો દાવો- સાઉદી અરેબિયા પણ ઈરાન વિરુદ્ધના જંગમાં અમેરિકાની સાથે.
- શાંતિની મથામણ: તૂર્કિયે, ઈજિપ્ત અને પાકિસ્તાન દ્વારા ઈસ્લામાબાદમાં 48 કલાકમાં મહત્વની બેઠકનું આયોજન.
- ઈરાનનો વળતો પ્રહાર: ઈઝરાયલ પર 80મો મિસાઈલ હુમલો; અમેરિકી વિક્ટોરિયા બેઝને ડ્રોનથી નિશાન બનાવ્યું.
- હોર્મુઝ સંકટ: ઈરાને દરિયાઈ માર્ગ ખોલવા માટે મૂકી અત્યંત કડક શરતો; અમેરિકા-ઈઝરાયેલ સમર્થિત દેશો પર પ્રતિબંધ.
- ભારતની ચિંતા: હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમે 20 ભારતીય જહાજો ફસાયા, ઊર્જા સંકટ ઘેરું બન્યું.
નવી દિલ્હી/વોશિંગ્ટન: પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ હવે અત્યંત સ્ફોટક સ્તરે પહોંચી ગઈ છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયેલ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી તેજ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને મિડલ ઈસ્ટમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે સાઉદી અરેબિયા પણ આ યુદ્ધમાં અમેરિકાની સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યું છે.

હુમલા અને પ્રતિ-હુમલા:
ઈરાને ઈઝરાયલ પર 80મી વખત મિસાઈલ મારો કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. એટલું જ નહીં, ઈરાકી લડાકૂઓએ અમેરિકન સૈનિકોના રહેણાંક વિસ્તાર ઈરબિલ પર હુમલો કર્યો છે. ઈસ્લામિક રેઝિસ્ટન્સે અમેરિકાના ‘વિક્ટોરિયા બેઝ’ પર ડ્રોન હુમલાનો વીડિયો જારી કરીને અમેરિકન ડિફેન્સ સિસ્ટમની મર્યાદાઓ છતી કરી દીધી છે. અમેરિકી સંસદમાં ટ્રમ્પની યુદ્ધ સત્તા ઘટાડવાનો પ્રસ્તાવ ત્રીજી વખત ફગાવી દેવામાં આવતા હવે સંઘર્ષ વધુ ઉગ્ર બનવાના સંકેતો છે.

🧐હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કબજો:
દુનિયાના 20% ક્રૂડ ઓઈલની અવરજવર માટે જાણીતો ‘હોર્મુઝ સ્ટ્રેટ’ હાલ યુદ્ધનું કેન્દ્ર બન્યો છે. ઈરાને આ માર્ગ પર મર્યાદિત અવરજવરની મંજૂરી આપવા સંકેત આપ્યો છે, પરંતુ તેની શરતો અત્યંત કડક છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે માત્ર ‘બિન-શત્રુતાપૂર્ણ’ જહાજો જ પસાર થઈ શકશે. અમેરિકા કે ઈઝરાયેલને સહયોગ આપનારા દેશોના ઓઈલ અને ગેસ જહાજો માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે.
🇮🇳ભારત પર અસર:
આ દરિયાઈ માર્ગ બંધ થવાથી ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની સપ્લાય પર માઠી અસર પડી રહી છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં 20 ભારતીય જહાજો આ રૂટ પર ફસાયેલા છે. જોકે, તૂર્કિયે, ઈજિપ્ત અને પાકિસ્તાન આગામી 48 કલાકમાં ઈસ્લામાબાદમાં એક બેઠક યોજીને યુદ્ધ વિરામ કરાવવા માટે મધ્યસ્થી કરી રહ્યા છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
ભારતના શિપિંગ અને પોર્ટ્સ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ કુમાર સિન્હાએ પુષ્ટિ કરી છે કે 20 ભારતીય જહાજો આ રૂટ પાર કરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, આ યુદ્ધ અને દરિયાઈ અવરોધને કારણે ભારતમાં ઓઇલ કે ગેસની અછત સર્જાશે તેવી અફવાઓને સરકારે ફગાવી દીધી છે. પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દેશની રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને એક લાખથી વધુ પેટ્રોલ પંપો પર સપ્લાય સામાન્ય છે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
🫵વૈશ્વિક ઊર્જા બજાર અને શાંતિ માટે હોર્મુઝ સ્ટ્રેટનું ખુલવું અનિવાર્ય છે, પણ શું ઈરાનની શરતો પશ્ચિમી દેશો માનશે?
You may like
-
વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?
-
ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ
-
ન્યૂયોર્કમાં ઓરીના પ્રકોપને કારણે રાજ્યવ્યાપી કટોકટી જાહેર: યુ.એસ.માં ઇમરજન્સી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું
-
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: બચાવ કામગીરી કરતાં પણ અનેકગણી ઝડપે ફેલાઈ રહ્યો છે રોગચાળો, 24 કલાકમાં 50 લોકોના મોત
-
સતત બીજી ઘટના : યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: 2 નાવિકો સુરક્ષિત, 2 ગુમ નાગરિકોની શોધખોળ ચાલુ
-
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ વકર્યું: યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના ઓઈલ પ્લાન્ટ્સ પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો
હચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના
Trending
-
Vadodara6 days agoખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
Vadodara18 hours agoઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
Vadodara5 hours agoહચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
