Connect with us

Vadodara

વડોદરા: બાપોદ પોલીસની મોટી કાર્યવાહી; સરદાર એસ્ટેટ પાછળ જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

Published

on

  • બાપોદ પોલીસનો જુગારના અડ્ડા પર દરોડો: ૫ પત્તાપ્રેમીઓ જેલ ભેગા.
  • પોલીસ કમિશનરની સૂચનાથી એક્શન મોડમાં પોલીસ; હાર-જીતનો ખેલ ખેલતા ઇસમો મુંજાયા.
  • મોબાઇલ અને રોકડ મળી કુલ ₹૪૯,૨૨૦નો મુદ્દામાલ જપ્ત.

વડોદરા શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત બાપોદ પોલીસ ટીમે બાતમીના આધારે રેડ કરી જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

📌ઘટનાની વિગત:

બાપોદ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. પી.યુ. પસ્તાગીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ભરતસિંહને બાતમી મળી હતી કે, આજવા રોડ પર આવેલ સરદાર એસ્ટેટની પાછળ, લક્ષ્મીનગર સ્થિત શંકર ભગવાનના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળી પત્તા પાનાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.

​બાતમી મળતા જ પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ ટીમે સતર્કતા દાખવી ઘેરો ઘાલીને કુલ ૫ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

🧐પકડાયેલ આરોપીઓના નામ:

૧. સુનીલભાઈ ચંદુભાઈ માછી (રહે. લક્ષ્મીનગર, વડોદરા)

૨. અરૂણ રણજીતભાઈ વસાવા (રહે. વાડી, વડોદરા)

૩. હર્ષદ ભુપતભાઈ માછી (રહે. લક્ષ્મીનગર, વડોદરા)

૪. પ્રવિણભાઈ મોહનભાઈ રાજપુત (રહે. વુડાના મકાન, વડોદરા)

૫. અજય રમેશભાઈ રાવલ (રહે. સયાજીપાર્ક પાસે, વડોદરા)

🚨જપ્ત કરાયેલ મુદ્દામાલ:

પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • અંગ ઝડતીની રોકડ: ₹૮,૨૦૦
  • દાવ પરની રોકડ: ₹૯,૦૨૦
  • મોબાઇલ ફોન (૪ નંગ): ₹૩૨,૦૦૦
  • કુલ મુદ્દામાલ: ₹૪૯,૨૨૦

👮બાપોદ પોલીસની આ ટીમ વર્ક અને સફળ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Vadodara1 day ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur2 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara3 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara3 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara3 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat3 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara3 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 days ago

સત્તાના કેન્દ્રની નજીક રહેતા હારેલા ઉમેદવારને શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની ગોઠવણે જોર પકડ્યું, વોર્ડના કાર્યકરોમાં છૂપી નારાજગી!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending