Connect with us

Padra

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Published

on

વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સહકારી ક્ષેત્રમાં જેની ગણના ‘ચાણક્ય’ તરીકે થાય છે, તેવા દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામાએ ફરી એકવાર પોતાની રાજકીય શક્તિનો પરચો આપ્યો છે. બરોડા ડેરીની ચૂંટણીમાં પાદરા ઝોનમાંથી તેઓ બિનહરીફ જાહેર થતા વિરોધી છાવણીમાં સોપો પડી ગયો છે.

વડોદરા જિલ્લાની જીવાદોરી સમાન બરોડા ડેરીમાં સત્તાના સૂત્રો કોના હાથમાં રહેશે, તેનો ફેંસલો લગભગ થઈ ગયો છે. પાદરા બેઠક પરથી વર્તમાન અધ્યક્ષ દીનુ મામા બિનહરીફ જાહેર થયા છે. આ જીત માત્ર એક બેઠકની નથી, પણ જિલ્લાના પાંચ ધારાસભ્યો સામેના જંગમાં દીનુ મામાના ભવ્ય વિજયની છે.

  • વિરોધનો અંત: પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સમર્થક ભાસ્કર પટેલે મોરચો માંડ્યો હતો, પરંતુ આખરે દીનુ મામાની રણનીતિ સામે વિરોધીઓ પસ્ત થયા છે.
  • ભવિષ્યવાણી સાચી પડી: દીનુ મામાએ અગાઉ કરેલી જાહેરાત મુજબ કુલ 6 બેઠકો બિનહરીફ થવાની પૂરેપૂરી શક્યતા છે.
  • અન્ય બિનહરીફ દાવેદારો: જી.બી. સોલંકી, સંગ્રામસિંહ રાઠવા, રાજુ અલવા અને કૃપાલસિંહ રાવલજી પણ બિનહરીફ જાહેર થાય તેવા સમીકરણો રચાયા છે.

દીનુ મામાનું નિવેદન

“અમે કુદરત ભરોસે ચાલીએ છીએ અને ઉપરવાળાએ વિરોધીઓની મુરાદ પૂરી થવા દીધી નથી. પાદરાના સરપંચો, પશુપાલકો અને ડિરેક્ટરો મારી સાથે છે. આ જીત મારા મનોબળ અને પશુપાલકોના અતૂટ વિશ્વાસની છે.” — દિનેશ પટેલ (દીનુ મામા)

🧐રાજકીય વિશ્લેષણ

આ ઘટનાને રાજકીય વર્તુળોમાં “સામી હોળીએ હૈયા હોળી” સમાન ગણવામાં આવી રહી છે. જ્યાં એકતરફ ધારાસભ્યોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું, ત્યાં બીજી તરફ દીનુ મામાએ બિનહરીફ થઈને સાબિત કરી દીધું છે કે સહકારી ક્ષેત્રમાં આજે પણ તેમનો જ સિક્કો ચાલે છે.

બરોડા ડેરી પર દીનુ મામાની પકડ વધુ મજબૂત બની છે, જેની સીધી અસર આગામી વહીવટ અને પશુપાલકોને મળતા દૂધના ભાવ પર જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે બાકીની બેઠકો પર ચૂંટણીનું ચિત્ર શું સ્પષ્ટ થાય છે.

Continue Reading
Chhotaudaipur35 minutes ago

ભર ઉનાળે ચોમાસું: સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતના વાતાવરણમાં પલટો; દેડિયાપાડામાં કરા સાથે વરસાદ

Vadodara3 hours ago

જનતાનો આક્રોશ: “કોર્પોરેટરના ઘરે ગંદા પાણી મોકલીશું”; અકોટામાં ગટરની સમસ્યા મુદ્દે રહીશોનું અલ્ટીમેટમ

Vadodara4 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચના હાથે રીઢો વાહનચોર ઝડપાયો; એક વર્ષ અગાઉ સમામાંથી ચોરેલું એક્ટિવા રિકવર

Vadodara4 hours ago

બીલ ગામમાં લગ્નના વરઘોડામાં બબાલ: ડાન્સ બાબતે 19 વર્ષની પરિણીતાને ડંડા વડે ફટકારી; 3 સામે ગુનો

Vadodara5 hours ago

વડોદરા: કપુરાઈ પોલીસનો સપાટો; ચેક રિટર્ન કેસમાં સજા વોરંટના બે આરોપીઓને દબોચ્યા

National5 hours ago

બિહાર: પટનાના ગાંધી મેદાનમાં 32 મંત્રીઓના શપથ; નીતીશ પુત્ર નિશાંત કુમાર બન્યા મંત્રી

Vadodara6 hours ago

વારસિયા લૂંટ કેસમાં વોન્ટેડ સુરજ સલાટ ઝડપાયો; આણંદની ગેંગને લૂંટ માટે બોલાવી હતી.

Karjan-Shinor6 hours ago

કરજણ : કુરાઈમાં રામજી મંદિરના જીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત; 60 લાખની ગ્રાન્ટથી મંદિર બનશે ભવ્ય

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra2 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara2 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara4 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara5 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara5 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara5 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara1 week ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Trending