Connect with us

Vadodara

વાઘોડિયાના તરસવા ગામના ખેડૂતનો પાણી ભરેલા નાળામાંથી મૃતદેહ મળ્યો, ગામના વ્યક્તિએ પોલીસમાં અરજી કરી હતી

Published

on

જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના પાંચ દિવસ પહેલા ગુમ થનાર ખેડૂતનો રહસ્યમય સંજોગોમાં ગામના પાસેના પાણી ભરેલા નાળામાથી રહસ્યમય રીતે મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે આ રહસ્યમય મોત અંગે તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે તરસવા ગામના મંદિરવાળા ફળિયામાં રહેતા ખેડૂત રામકિશન ભાઇલાલભાઇ પરમારનો ( ઉ.વ. 45 )તા. 18 સપ્ટેમ્બરના રોજ ગામમાં રહેતા ખેડૂત નારણભાઇ પરમાર સાથે ખેતરમાં પાણીની કોસ બનાવવા તેમજ ટ્રેક્ટરના નાણાં બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ નારણભાઇ પરમારે વાઘોડિયા પોલીસ મથકમાં રામકિશન પરમાર સામે અરજી આપી હતી.

ઝઘડા બાદ ખેડૂત રામકિશનને પોતાના વિરુદ્ધ નારણભાઇ પરમારે પોલીસ મથકમાં અરજી આપી હોવાની જાણ થતાં, ઝઘડો તે દિવસથી ઘરમાં કોઇને જાણ કર્યા વગર નિકળી ગયા હતા. આ અંગે પરિવારના કલ્પેશભાઇ ચંદુભાઇ પરમારે વાઘોડિયા પોલીસ મથકમાં રામકિશન પરમાર ગુમ થયાની જાણ કરતી અરજી આપી હતી. પોલીસે અરજીના અનુસંધાનમાં તપાસ શરૂ કરી હતી.

દરમિયાન પાંચ દિવસ બાદ રામકિશન પરમારનો મૃતદેહ ગામ પાસેના પાણી ભરેલા નાળામાથી રહસ્યમય સંજોગોમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. વાઘોડિયા પોલીસે ડિકંપોઝ થઇ ગયેલા મૃતદેહનો કબજો લઇ પોષ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોષ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ રામકિશન પરમારે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઇ કારણસર મોત નિપજ્યું છે, તે બહાર આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તરસવા ગામમાં ભારે ચકચાર જગાવી મુકનાર આ રહસ્યમય મોત અંગે વાઘોડિયા પોલીસ મથકના અંબાલી આઉટ પોસ્ટના અનાર્મ હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર કરી રહ્યા છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Continue Reading
Vadodara7 hours ago

વડોદરા : સયાજીગંજ પોલીસનો સપાટો; પ્રતાપગંજમાંથી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઈ

Editor's Exclusive10 hours ago

જીલ્લા ભાજપમાં નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા, શું પ્રમુખ હવે મહામંત્રીને રીપોર્ટ કરશે ?

Vadodara11 hours ago

વાઘોડિયા વિસ્તારમાં ગરીબીની પરાકાષ્ઠા! અંતિમ સંસ્કાર માટે પૈસા કે સગવડનો અભાવ; ઝૂંપડપટ્ટીમાં જ પત્નીએ કર્યા પતિના અંતિમ સંસ્કાર

Vadodara12 hours ago

દિવાળીપુરામાં અકસ્માત બાદ નબીરાનો ઉદ્ધત જવાબ “કોઈને કંઈ થયું તો નથી ને?”: શું કાયદો અમીરો માટે અલગ છે?

Vadodara13 hours ago

“નગ્ન વીડિયો ઉતારી ધમકી”: મોબાઈલ પાછો માંગવો યુવકને પડ્યો મોંઘો; આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

Gujarat14 hours ago

ગુજરાતની મનપામાં નવા શાસકો: અમદાવાદ, પોરબંદર અને મહેસાણા સહિત અનેક શહેરોમાં નવા સુકાનીઓની પસંદગી

Vadodara1 day ago

“ચોમાસામાં વડોદરા અંધારામાં ડૂબશે!”; MGVCL ના વહીવટ સામે કર્મચારીઓ રણમેદાનમાં, મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ખતરો

Vadodara2 days ago

“અમારા નુકસાનનું વળતર કોણ આપશે?”: હાઈ વોલ્ટેજથી ભાયલીમાં હાહાકાર; વીજ વિભાગના જવાબથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia4 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara4 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending