Connect with us

Vadodara

ઝડપનો ‘જીવલેણ’ ક્રેઝ: છેલ્લા 6 મહિનામાં 86 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા, પોલીસે લાદ્યો દંડનો ધોકો

Published

on

  • દંડનો ધોકો: એક મહિનામાં 1,890 ચાલકો પાસેથી 42.86 લાખનો દંડ વસૂલાયો.
  • મુખ્ય કારણ ઓવરસ્પીડ: 6 મહિનામાં 86 લોકોના મોત અકસ્માતને કારણે થયા.
  • હાઈવે પર સતર્કતા: સૌથી વધુ 1,138 કેસ હાઇવે પરથી જ નોંધાયા.
  • નવી સ્પીડ મર્યાદા: શહેરના વ્યસ્ત વિસ્તારોમાં હવે વાહનો 30 કિમીની ગતિએ જ દોડશે.

વડોદરા: વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને બેફામ ગતિએ વાહન ચલાવતા ચાલકોને પાઠ ભણાવવા માટે ટ્રાફિક પોલીસે કમર કસી છે. સ્પીડગન મારફતે હાથ ધરવામાં આવેલી એક મહિનાની સ્પેશિયલ ડ્રાઇવમાં કુલ 1,890 વાહનચાલકોને 42.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

🧐સ્થિતિ ગંભીર:

છેલ્લા છ મહિનાના આંકડા જોઈએ તો વડોદરામાં માર્ગ અકસ્માતોમાં 86 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઓવરસ્પીડ સૌથી મુખ્ય પરિબળ બનીને ઉભરી આવ્યું છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીમાં સૌથી વધુ કેસ કાર ચાલકોના નોંધાયા છે. 1,890 કાર ચાલકોને 41.44 લાખનો દંડ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય વાહનોના 33 કેસમાં 1.36 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. ખાસ કરીને હાઇવે પર ઓવરસ્પીડના 1,138 કેસ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે હાઇવે પર હજુ પણ વાહનચાલકો સ્પીડ લિમિટને ગંભીરતાથી લેતા નથી.

🛑નવી સ્પીડ લિમિટના નિયમો:

શહેરના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસે વાહનોના પ્રકાર મુજબ સ્પીડ લિમિટ જાહેર કરી છે:

  • 8 સીટવાળા વાહનો: 8પી કિમી/કલાક
  • ટુ-વ્હીલર: 60 કિમી/કલાક
  • ભારદારી માલવાહક વાહનો: 60 કિમી/કલાક
  • થ્રી-વ્હીલર: 50 કિમી/કલાક

વધુમાં, શહેરના મુખ્ય વિસ્તાર એવા માંડવી, કાલાઘોડા-રેલવે સ્ટેશન રોડ, ચોખંડી, નવાબજાર અને ગાંધીનગર ગૃહ આસપાસના વિસ્તારોમાં તમામ વાહનો માટે સ્પીડ મર્યાદા માત્ર 30 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.

Continue Reading
Vadodara10 hours ago

સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં VGL ની મેગા રિકવરી ડ્રાઈવ,એક જ દિવસમાં રૂ. 3.46 લાખની વસૂલાત, બીજા દિવસે પણ કામગીરી ચાલુ

Vadodara11 hours ago

ગ્રાહકે આરોગ્ય સાથે ચેડા થતા બનાવ્યો વીડિયો: સેવઉસળની ડિશમાંથી જીવાત અને વંદો મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા

Vadodara14 hours ago

“પતિ ઘરવાળાઓને ખુશ રાખે, હું પિટાઈ સહન નહીં કરી શકી”: મોતને વ્હાલી થતા પહેલા મહિલાએ લખ્યા દર્દભર્યા અંતિમ શબ્દો

Gujarat16 hours ago

ગુજરાતના શહેરો માટે સરકારની મોટી જાહેરાત હવે રસ્તાઓ મજબૂત બનાવવામાં આવશે: સરકારનો ડામરને બદલે RCC રસ્તાઓ પર ભાર-મુખ્યમંત્રી

Vadodara1 day ago

પોલીસને જોઈ કન્ટેનર ચાલકે યુ-ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો, અંતે કન્ટેનર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો

Vadodara2 days ago

કોર્પોરેટરોના આઈકાર્ડ, લેટરહેડ અને VMC ડાયરી અટવાઈ: સમિતિઓના હોદ્દેદારોના નામ નક્કી ન થતાં કામગીરીમાં બ્રેક

Vadodara2 days ago

વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડિયો વાયરલ કરનાર દંપતીની મુશ્કેલીમાં વધારો: તમન્ના અને સોહેલ સૈયદ સામે ખંડણીની વધુ એક ફરિયાદ

Vadodara2 days ago

3 લાખના સામે 12 લાખ પડાવનાર પતિ-પત્નીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending