Connect with us

Vadodara

ન્યાયની પોકાર: વડોદરાના ફતેગંજમાં હજારો આંગણવાડી વર્કરોએ સરકાર સામે બાયો ચઢાવી

Published

on

આંગણવાડી બહેનોનો સરકાર સામે ગર્જના, ₹5,000માં ઘર કેમ ચલાવવું ?,17 માર્ચ સુધીમાં ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી હડતાળ અને તાળાબંધીની ચીમકી

  • હાઈકોર્ટના આદેશ મુજબ ₹24,500નું વેતન ધોરણ.
  • નિવૃત્તિ વય મર્યાદા વધારીને 60 વર્ષ કરવી.
  • બાકી નીકળતા ભથ્થાની તાત્કાલિક ચૂકવણી.
  • અટપટી ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિ.

વડોદરામાં આજે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના રોષનો જ્વાળામુખી ફાટ્યો છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને આર્થિક ખેંચતાણનો સામનો કરી રહેલી હજારો મહિલાઓએ આજે ‘ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન’ (G.A.K.S.) ના નેજા હેઠળ સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે.

વડોદરાના ફતેગંજ સ્થિત વોર્ડ-3 ની વહીવટી કચેરી આજે સૂત્રોચ્ચારથી ગાજી ઉઠી હતી. મોટી સંખ્યામાં એકઠી થયેલી બહેનોએ તંત્રને જગાડવા માટે ઉગ્ર દેખાવો કર્યા હતા. સંગઠનના હોદ્દેદારોનું કહેવું છે કે, નામદાર હાઈકોર્ટે આંગણવાડી વર્કરો માટે ₹24,500 ના વેતન ધોરણનો સ્પષ્ટ આદેશ આપ્યો છે, તેમ છતાં સરકાર આ મામલે ઉદાસીનતા દાખવી રહી છે.

બહેનોનો આરોપ છે કે, પાયાના કામની સાથે સાથે તેમના પર ‘ટેકો’ એપ્લિકેશન જેવી અટપટી ઓનલાઇન કામગીરી થોપી દેવામાં આવી છે. ઇન્ટરનેટનો ખર્ચ અને મોબાઇલની માથાકૂટને કારણે બહેનો માનસિક રીતે થાકી ગઈ છે. એટલું જ નહીં, આંગણવાડી કેન્દ્રો ચલાવવા માટે મળતું ફ્લેક્સી ફંડ અને ગ્રાન્ટ પણ લાંબા સમયથી અટવાયેલી છે, જેના કારણે બાળકોના પોષણ માટે બહેનોએ પોતાના ઘરના પૈસા ખર્ચવા પડે તેવી નોબત આવી છે.

આ આંદોલન હવે વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 17 માર્ચ સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો 18, 19 અને 20 માર્ચ દરમિયાન તમામ આંગણવાડીઓ પર તાળાબંધી કરવામાં આવશે. તમામ વર્કર અને હેલ્પર ‘રજા રિપોર્ટ’ આપીને કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.

જો આ હડતાળ લંબાશે, તો હજારો ભૂલકાઓના પોષણ અને શિક્ષણ પર માઠી અસર પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવું બહેનોએ સ્પષ્ટ કર્યું છે. ફતેગંજથી શરૂ થયેલી આ લડાઈ હવે ગાંધીનગરના ઉંબરા સુધી પહોંચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Continue Reading
Vadodara29 minutes ago

વડોદરા: દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ;1949 બોટલ દારૂ સાથે ઝડપાયેલા કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ જેલભેગો કરાયો

Vadodara55 minutes ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara2 days ago

વડોદરા: ગોરવા મધુનગર બ્રિજ પાસે જાહેરમાં મારામારી કરનાર બંને પક્ષના 8 શખ્સો પોલીસના સકંજામાં

Gujarat2 days ago

ભરૂચમાં ‘નેતાગીરી’ ભારે પડી: વળતરના મામલે ચૈતર વસાવાને પીડિત યુવકે જાહેરમાં જડ્યો સણસણતો લાફો!

Vadodara2 days ago

રેલવે તંત્ર સામે મોરચો: વડોદરામાં પાર્સલ એજન્ટોનું આંદોલન; સુવિધાના અભાવે બહિષ્કાર

South Gujarat2 days ago

સુરત : વરાછાની SBI બેંકમાં હથિયારધારી લૂંટારુઓનો આતંક; 50 લાખની લૂંટ કરી ફરાર.

Vadodara2 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Karjan-Shinor2 days ago

કરજણ: વ્યાજખોરની ઉઘરાણી જીવલેણ સાબિત થઈ; કુરાલી ગામના કનકસિંહ ચૌહાણની હત્યા કરનાર હત્યારો ઝડપાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara55 minutes ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara2 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara4 days ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat1 week ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara2 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli3 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara3 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Trending