Connect with us

Vadodara

રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા આધેડે કંપનીમાં જીવન ટુંકાવ્યું

Published

on

  • મારા પિતાને કોઇ ચિંતા હતી કે કેમ તે અમે જાણતા નથી. અમે તેમને કંઇ પુછીએ તો તેઓ જણાવતા ન્હતા – મૃકનો પુત્ર
  • દિપક નાઇટ્રેટના કાયમી કર્મચારીએ નોકરીના અંતિમ સપ્તાહમાં જીવન ટુંકાવ્યું
  • ગત સાંજે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી

વડોદરા ના નંદેસરીમાં દિપક નાઇટ્રેટ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં કામ કરતા અને યુનિયનના નેતાએ રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા જ કંપનીના પ્લાન્ટમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. આ ઘટના અંગે તેમના પુુત્રને જાણ કરવામાં આવતા તે દોડી આવ્યો હતો. પુત્રની હાજરીમાં પોલીસે કંપની પરિસરમાં મૃત પિતાના દેહને નીચે ઉતારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પિતા કોઇ પણ પ્રકારની ચિંતામાં હોવાની વાતથી પરિવાર અજાણ છે. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

વડોદરાના નંદેસરીમાં આવેલી દિપક નાઇટ્રેટ કંપનીમાં સનાભાઇ ગોવિંદસિંહ રાઠોડ કાયમી કર્મચારી તરીકે કામ કરતા હતા. સાથે જ તેઓ યુનિયનના નેતા હોવાથી સાથી કર્મચારીઓનો અવાજ બનીને કંપની સત્તાધીશો સુધી મુકતા પણ હતા. ગત સાંજે તેમણે કંપનીમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કંપની સત્તાધીશોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. સાથે જ નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. દરમિયાન મૃતકના પુત્રને ટેલિફોનીક જાણ કરીને કંપનીએ બોલાવવામાં આવ્યા હતા.

મૃતકના પુત્રએ મીડિયાને કહ્યું કે, હું કંપનીમાં કામ કરતો હતો. તે દરમિયાન મને મારા પિતાની કંપનીમાંથી ફોન આવ્યો અને કહ્યું કે, તમારે તાત્કાલિક આવવાનું છે. અમે ગાડી મોકલી રહ્યા છીએ. પહેલા કંઇ સમજાયું નહીં, પરંતુ બાદમાં તેમણે માતા પિતાએ અંતિમ પગલું ભર્યું હોવાની વાત જણાવી હતી. જે બાદ હું ત્યાં પહોંચ્યો હતો. ત્યારે પોલીસ અને કંપનીના સત્તાધીશો હાજર હતા. મારી હાજરીમાં જ તેમને મૃતદેહને ઉતારીને વધુ કાર્યવાહી અર્થે લઇ જવામાં આવ્યો છે. મારા પિતાને કોઇ ચિંતા હતી કે કેમ તે અમે જાણતા નથી. અમે તેમને કંઇ પુછીએ તો તેઓ જણાવતા ન્હતા. અમે આ મામલા પાછળનું કારણ જાણવા ઇચ્છીએ છીએ. મારા પિતા આ મહિનાની 31, મી તારીખે રિટાયર્ડ થઇ રહ્યા હતા. અને તેમણે ગત સાંજે આ પગલું ભરી લીધું છે.

Continue Reading
Vadodara5 hours ago

સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા? વિશ્વામિત્રી કિનારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવામાં તંત્ર લાચાર

Vadodara6 hours ago

વડોદરામાં ‘ભુવા’નો નવતર ખેલ: વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર અમદાવાદનો ઠગ ઝડપાયો

Vadodara6 hours ago

વડોદરામાં કાળજું કંપાવતી ઘટના: ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કમકમાટીભર્યું મોત

Vadodara7 hours ago

જગદીશ ફરસાણ વિવાદ: વાસી સમોસા અને ચટણી ખાવાથી ગ્રાહકની તબિયત લથડી, સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ

Vadodara7 hours ago

અલકાપુરી હોય કે કપુરાઇ, વાહનચાલકો સાવધાન! શહેરમાં ગાયબ અને તૂટેલા ઢાંકણાંથી અકસ્માતોનું જોખમ વધ્યું

Vadodara8 hours ago

મેયરના વિસ્તારમાં જ ડ્રેનેજનો ડેરો: વોર્ડ નં. 13માં એક અઠવાડિયાથી ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ

Vadodara8 hours ago

ડ્રગ ફ્રી વડોદરાનો સંકલ્પ: એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ, યુવાનોને નશાથી દૂર રહેવા હાકલ

Vadodara11 hours ago

સાયબર ઠગાઈનો નવો ખેલ: ઈ-ચલણ ભરવાની લિંક પર ક્લિક કરવું પડ્યું મોંઘું, કર્મચારીના ખાતામાંથી લાખો રૂપિયા સફાચટ!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara5 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli6 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Trending