Connect with us

Vadodara

વડોદરામાં હત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Published

on

  • મુખ્ય સાક્ષીને ધમકી: પતિની હત્યાના કેસમાં નજરે જોનાર સાક્ષી પૂજાબેન પર કેસ પાછો ખેંચવા માટે સતત દબાણ.
  • ત્રણ અલગ-અલગ બનાવો: પન્નાલાલ મારવાડી, અર્જુન મારવાડી અને રવિ વાઘેલા દ્વારા અલગ-અલગ સમયે ખુલ્લેઆમ ગાળાગાળી અને જીવથી મારી નાખવાની ધમકીઓ અપાઈ.
  • પરિવાર અને સંતાનને જોખમ: ફરિયાદી મહિલા, મેહુલ તેમજ તેમની દીકરીને ઉઠાવી જવાની અને પતિની જેમ મોતને ઘાટ ઉતારવાની ચીમકી.
  • ભયનો માહોલ: આરોપીઓનો સ્વભાવ અત્યંત માથાભારે અને જનુની હોવાથી ભોગ બનનાર પરિવાર ડરના સાયા હેઠળ જીવી રહ્યો છે.

વડોદરા: વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગત 3 જૂન 2026ના રોજ ગિરીશભાઈ ભાલીયાની થયેલી હત્યાના મામલામાં નજરે જોનાર મુખ્ય સાક્ષી અને મૃતકની પત્ની પૂજાબેનને આરોપીઓના સાગરીતો દ્વારા કેસ પાછો ખેંચવા માટે સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. આ અંગે પૂજાબેને અટલાદરા પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધાવી છે.

🧐શું છે સમગ્ર ઘટના?

ફરિયાદ મુજબ, ગત ૩ જૂનના રોજ કલાલી ગોકુળનગર પાછળ દર્શન મારવાડી અને કરણ મારવાડીએ ચપ્પુના ઘા ઝીંકી ગિરીશભાઈ ભાલીયાની હત્યા કરી નાખી હતી. આ કેસમાં પોલીસે બંને મુખ્ય આરોપીઓની અટકાયત કરી જેલભેગા કર્યા છે અને પૂજાબેન તથા તેમના કાકાનો દીકરો આ કેસના મુખ્ય સાક્ષી છે. આ અદાવત રાખીને આરોપીઓના પરિવારે સાક્ષી પર દબાણ વધાર્યું છે:

  • પ્રથમ ધમકી (દોઢ-બે મહિના પહેલાં): પૂજાબેન તેમના ફોઈ-સાસુ સાથે કેવલ ચોકડી વડસર ખાતે શાકભાજી લે ગયા ત્યારે કરણ મારવાડીના પિતા પન્નાલાલ મારવાડીએ કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી તને, મેહુલને અને દીકરીને ઉઠાવી જવાની ધમકી આપી હતી.
  • બીજી ધમકી (10-15 દિવસ પહેલાં): વડસર ગામ પાછળના ગોચરમાં દારૂનો ધંધો કરતો કરણ મારવાડીનો કાકા અર્જુન પુનમભાઈ મારવાડીએ મેહુલની હાજરીમાં પતિની જેમ જ મારી નાખવાની અને છોકરીને ઉઠાવી જવાની ચીમકી આપી હતી.
  • ત્રીજી ધમકી (એક અઠવાડિયા પહેલાં): કેવલ ચોકડી બ્રીજ પાસે કરિયાણાની દુકાને ખરીદી કરતી વખતે રવિ મણીલાલ વાઘેલા (રહે. ખોડીયાનગર, વડોદરા) એ પણ ફોઈ-સાસુની હાજરીમાં ફરિયાદ પાછી નહીં ખેંચે તો પતિની જેમ જ મારી નાખવાની ધમકી આપી હતી.

👉આ તમામ માથાભારે શખ્સોના ત્રાસ અને ખુલ્લી ધમકીઓને કારણે પૂજાબેન અને તેમનો પરિવાર હાલ અત્યંત ભયના વાતાવરણમાં જીવન જીવી રહ્યો છે.

Continue Reading
Vadodara2 minutes ago

વડોદરામાં હત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara48 minutes ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara2 days ago

વડોદરા રેલવે સ્ટેશન બહારથી ટ્રોલી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ: મધ્યપ્રદેશના બે બુટલેગર પોલીસ સળિયા પાછળ

Vadodara3 days ago

કપુરાઈ પોલીસે વાઘોડિયા રોડ પર ફ્લેટમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી 14 જુગારીઓ ઝડપાયા

Vadodara3 days ago

મકરપુરા પોલીસે ઘાઘરેટીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

Vadodara3 days ago

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની કમાણી પર ટેક્સની તલવાર: પ્રમોશન માટે મળતી ફ્રી ગિફ્ટ પર પણ ભરવો પડી શકે છે જીએસટી

Vadodara3 days ago

વડોદરામાં એલ.સી.બી. ઝોન-3 : તરસાલી બ્રિજ પાસે ફ્લેટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ

Vadodara4 days ago

એમ.એસ. યુનિવર્સિટીની મોટી સિદ્ધિ: મેલેરિયાની નવી દવાને માત્ર 7 મહિનામાં જ ભારત સરકાર દ્વારા પેટન્ટ એનાયત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending