Connect with us

Madhya Gujarat

નર્મદા નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

Published

on

  • વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોના નાગરિકોને સતર્ક કરાયા
  • નર્મદા નદીમાં કુલ ૧,૭૦,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે: જિલ્લા પ્રશાસન સાબદુ

ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સોમવારે સાંજના ૪.૩૦ કલાકે સરદાર સરોવર બંધનાં ૧૦ દરવાજા ૧.૯૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૧,૭૦,૦૦૦ ક્યુસેક પાણી વહેશે.

નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૧,૭૦,૦૦૦ (૪૫,૦૦૦+ ૧,૨૫,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે.

જિલ્લા પ્રશાસન દ્વારા વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

Continue Reading
Vadodara22 minutes ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara2 days ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat2 days ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Gujarat4 days ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara4 days ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara4 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Savli4 days ago

સાવલીમાં સાયબર ઠગાઈનો મોટો વિસ્ફોટ: ‘RTO ચલણ’ ની નકલી APK ફાઈલ મોકલી આધેડના ખાતામાંથી 14.90 લાખ સફાચટ

Savli4 days ago

સાવલીના રાણીયા ગામે કમકમાટીભર્યો અકસ્માત: શેડની કામગીરી વેળાએ વીજ કરંટ લાગવાથી 40 વર્ષીય આધેડનું મો*ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara4 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur4 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara4 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending