Connect with us

Gujarat

ગુજરાત : અમરેલી-મહુવા વરસાદી ઝોનમાં: રાયડી ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ચિંતા

Published

on

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો.
  • જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો.
  • ભારે વરસાદના કારણે ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા.
  • પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.

હાલ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં 7.68 ઈંચ અને સિહોરમાં 5 ઈંચ જેટલો નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેર સહિતના કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં આખી રાત વરસાદ વરસ્યો. વડલી સહિત અનેક ગામોની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ અને દરિયાઈ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પણ વરસાદ નોંધાયો.

જ્યારે આરાજુલાના ડુંગર માંડળ, ડુંગરપરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

રાજ્યના અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત આખી રાત વરસાદ વરસતા રાયડી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમનું જળસ્તર વધતા તેના પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાંચ દરવાજા ખોલવામાં આવતા રાયડી નદી બે કાંઠે વહેતી થઈ છે.

મધ્યમાં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભારોડ, ચિત્રા ખાડી અને ભુરાવાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, જેનાથી શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

Vadodara49 minutes ago

VMC ચૂંટણી ટાણે કામની ઉતાવળમાં તંત્રની બેદરકારી! વડોદરામાં 14 પૈડાની ટ્રક જમીનમાં ગરકાવ

Dabhoi3 hours ago

ડભોઇમાં તંત્રની ‘ઘોર નિદ્રા’! કેનાલમાં ગાબડું પડતા 2000 એકરનો પાક જોખમમાં

Vadodara3 hours ago

વડોદરા: અકોટાની ડિજિટલ કંપનીના એકાઉન્ટન્ટની કરામત! ₹34.83 લાખ ત્રાહિત ખાતામાં ટ્રાન્સફર કર્યા

Vadodara1 day ago

VMC નું ₹7,609 કરોડનું બજેટ: ટેક્સમાં કોઈ વધારો નહીં, પણ વહીવટી ચાર્જ અને ફીમાં ઝીંકાયો ધરખમ વધારો

Vadodara1 day ago

વડોદરા: મકરપુરામાં 20 વર્ષીય યુવતીએ ચોથા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું, હચમચાવી દેતા CCTV આવ્યા સામે

Vadodara1 day ago

વડોદરા એસ.ટી ડેપો પર પેસેન્જરના દાગીના ચોરનાર મહારાષ્ટ્રની ટોળકી ઝડપાઈ

Vadodara1 day ago

ડભોઇ-વડોદરા રોડ પર ટ્રકનો કહેર: ટાયર નીચે આવી જતાં બાઈક સવારનું સ્થળ પર જ મોત

Vadodara1 day ago

માત્ર ₹150 માટે લોહી વહ્યું! વડોદરાના સૂસેન રોડ પર 24 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો.

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat2 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending