Connect with us

Gujarat

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં વરસાદ નું રેડ એલર્ટ

Published

on

ગુજરાતમાં ચોમાસાની સીઝનનો કુલ સરેરાશ વરસાદ 98 ટકા નોંધાયો છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

  • ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યસચિવ સમીક્ષા બેઠક યોજાઈ.
  • જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવએ સૂચના આપી હતી.
  • રવિવારે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરઓને સૂચન કરવામાં આવ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ અને અન્ય જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યસચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ તેમજ રાહત કમિશ્નર અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને મુખ્ય સચિવએ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે ઍલર્ટ રહેવા સૂચન આપી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

હવામાન વિભાગના અધિકારીએ બેઠકમાં જણાવ્યાનુસાર, છઠ્ઠી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સાતમી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

ભારે વરસાદની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવએ સૂચના આપી હતી. મુખ્ય સચિવએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ ઍલર્ટ કરવા જણાવ્યું હતું.

જ્યારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ ઍલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી.  

આવતીકાલે રવિવારે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરઓને સૂચન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વિવિધ સ્થળોએ શનિવારે યોજાનાર ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થવાની સંભાવના છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ વિસર્જનના સ્થળોએ ભારે વરસાદથી કોઈ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા તેમજ નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિધિવત રીતે ગણેશ વિસર્જન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવએ તમામ જિલ્લા કલેક્ટરઓને જણાવ્યું હતું. 

Continue Reading
Vadodara5 hours ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor5 hours ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara1 day ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara3 days ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara3 days ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia5 days ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

National5 days ago

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Vadodara6 days ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending