Connect with us

Dharmik

વિશ્વમાં એકમાત્ર મંદિર જ્યાં થાય છે નવરાત્રિના નવ દિવસ અખંડ 1100 દિપક !!

Published

on

જેના દર્શન માટે વડોદરા સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરથી ભક્તજનો ખાસ દર્શન માટે પધારતા હોય છે.

  • 8 વર્ષથી નવરાત્રિના નવ દિવસ અખંડ 1100 દિપક
  • નવરાત્રીના પહેલા નોરતે ગાયના ગૌમુત્ર અને છાણથી લીપણ કરવામાં આવ્યું.
  • ગાયત્રી માતાના મંદિરમાં નવ દિવસ થાય છે અખંડ દીપક

નવરાત્રીના પાવન તહેવારનું હિન્દૂ ધર્મમાં અનેરું મહત્વ રહેલું હોય છે. આ પર્વમાં ખાસ કરીને મા અંબાની પૂજા કરવામાં આવે છે. આ પર્વની ઉજવણી માં આદ્યશક્તિની ભક્તિ સાથે નવ દિવસ ભક્તો દ્વારા અલગ અલગ રીતે ઉપાસના કરવામાં આવતી હોય છે. કેટલાક લોકો આ દિવસોમાં નવ દિવસ સુધી અખંડ દિવો પ્રગટાવતા હોય છે.

વડોદરા પાસે આવેલ શેરખી ગામ ખાતે આવેલ શ્રી બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ ગાયત્રી આશ્રમના પરમ પૂજ્ય હર્ષદ બાપા દ્વારા માં અંબાની ઉપાસના હેઠળ 1100 અખંડ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. જેમાં તેમના દ્વારા નવરાત્રીના પહેલા નોરતે ગાયના ગૌમુત્ર અને છાણથી લીપણ કરવામાં આવ્યું. ગાયત્રી આશ્રમના હરિઓમભાઈ દવે જણાવ્યું કે, નવરાત્રીના પ્રથમ નોરતે 1100 ગાયના ઘીના અખંડ દીપ કરી માં આદ્યશક્તિની ઉપાસના કરાય છે સાથે જ નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.

અખંડ દીપનું ધ્યાન રાખવા સવાર સાંજ માત્ર ધોતી પહેરેલા છ પંડિત ઉપસ્થિત રહેતા હોય છે. જેમના દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં 1500 કિલો શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. સંપૂર્ણ વિશ્વમાં આ માત્ર એક સ્થળ એવું છે જ્યાં આટલી મોટી સંખ્યામાં નવરાત્રી પર્વ નિમિત્તે અખંડ દીવાનું અનુષ્ઠાન કરવામાં આવે છે.

વધુમાં જણાવ્યું કે, છેલ્લા 8 વર્ષથી ગાયત્રી આશ્રમમાં 1100 જેટલા અખંડ દીવાઓ કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધી આ અખંડ દિવાની જ્યોત ચાલુ રહે છે. જેના દર્શન માટે વડોદરા સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરથી ભક્તજનો ખાસ દર્શન માટે પધારતા હોય છે.

Gujarat24 minutes ago

પોરબંદરમાં નૌસેનાનું UAV ક્રેશ: ધરમપુર ગામ નજીક સર્જાયો અકસ્માત, સ્થાનિકોમાં કુતૂહલ

Vadodara49 minutes ago

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: પાંચ દિવસથી ખુલ્લો ભુવો, મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર?

Vadodara1 hour ago

મકરપુરામાં કમનસીબ અકસ્માત: બાંધકામ સાઇટ પરથી 28 વર્ષીય શ્રમિક પટકાતા ગંભીર હાલતમાં

International2 hours ago

દરિયાઈ સુરક્ષા પર મોટો ખતરો: કતારથી દહેજ આવતા LNG ટેન્કર પર હોર્મુઝના અખાતમાં ડ્રોન હુમલો

Vadodara4 hours ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara6 hours ago

સંગઠનના “ઝીરો એફર્ટસ” સાથે સાવલી APMCમાં ધારાસભ્યની ઈચ્છા પ્રમાણે હોદ્દાની ફેરબદલી થઇ!

Vadodara7 hours ago

કળિયુગી તસ્કરોએ ભોલેનાથના મંદિરને પણ નિશાન બનાવી દાનપાત્ર માંથી રોકડ રકમ ઉપાડી ગયા

Vadodara1 day ago

ગેસ લીકેજથી ઓફિસમાં વિસ્ફોટ: એસી (AC) ગેસની જ્વલનશીલતા અને અગરબત્તીના સ્પાર્કથી કાચના ફુરચેફુરચા ઉડ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 hours ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara2 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli4 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara6 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 weeks ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Trending