Connect with us

Vadodara

જીલ્લા ભાજપમાં યોગ્યતા અને રાજકીય સમીકરણો પ્રમાણે આ રહ્યા મહામંત્રીના સંભવિતોની યાદી

Published

on

(મૌલિક પટેલ -એડિટર)વડોદરા જીલ્લામાં સંગઠનની રચનાનો સમય પાકી ગયો છે. પ્રદેશની નેતાગીરીએ બક્ષી પંચ મોરચામાં વર્ષોથી કામગીરી કરતા રસિકભાઈ પ્રજાપતિને જીલ્લા અધ્યક્ષની જવાબદારી સોપીને સમગ્ર જિલ્લાને ચોંકાવી દીધા હતા. વર્ષો બાદ જીલ્લા ભાજપનું સુકાન OBC આગેવાન પાસે આવતા જીલ્લાના રાજકીય સમીકરણોમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. જ્યાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના એકધારા વર્ચસ્વ પર હાલ પુરતું અપ્લવિરમ મુકાયું છે. ત્યારે હવે મહામંત્રીના સ્થાને ગોઠવાઈ જવા માટે જીલ્લાના અનેક નેતાઓ તલ પાપડ થઇ રહ્યા છે.

મહામંત્રીઓનું મહત્વ અને જવાબદારી કેટલી?

ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રીના હોદ્દાની અનેક ઘણી મોટી જવાબદારી હોય છે. મહામંત્રીને પ્રદેશ માંથી આવતા કાર્યક્રમોનું યોગ્ય આયોજન કરીને તેના અમલીકરણની જવાબદારી નિભાવવાની હોય છે. આ સાથે પક્ષની પ્રવૃતિઓ બુથ લેવલ સુધી પહોચાડવામાં પણ મહામંત્રીનો સિંહફાળો હોય છે. સંગઠનનો વ્યાપ વધારવો અને નવા કાર્યકરો તેમજ સમાજ ઉપયોગી વ્યક્તિઓને પાર્ટીમાં જોડવાની જવાબદારી મહામંત્રીએ નિભાવવાની હોય છે. ચુંટણી લક્ષી કામગીરીમાં પણ મહામંત્રીને આગવું સ્થાન મળે છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી હોય કે , સહકારી ચુંટણીઓ મહામંત્રીને પ્રભારી તરીકે પણ જવાબદારી સોંપાય છે. જ્યાં જીલ્લા અને તાલુકા પંચાયતોની ચુંટણી સમયે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જીલ્લાના મહામંત્રીઓ પણ અપેક્ષિત યાદીમાં સ્થાન પામે છે.

મહામંત્રી પદ મેળવવાની લાયકાત શું?

ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રીના પદનું મહત્વ ઉપર વાંચ્યા પ્રમાણે ખુબ મહત્વનું હોય છે.જેને મેળવવા માટે લાયકાત હોવી પણ જરૂરી છે. ભાજપમાં મહામંત્રી પદ મેળવેલા વ્યક્તિઓ ભવિષ્યમાં પ્રદેશમાં પણ સ્થાન પ્રાપ્ત કરે છે અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય જવાબદારી નિભાવવા માટેની યોગ્યતાઓ શહેર જીલ્લાના મહામંત્રી પદ પર રહીને કરેલી કામગીરીના આધારે નક્કી થાય છે. મહામંત્રી બનવા માટે સૌ પ્રથમ આર્થિક મજબૂતી જરૂરી છે. કેમકે પદ મેળવ્યા બાદ તેનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરીને આર્થિક ફાયદો મેળળવા માંગતા લોકોને પક્ષ આ સ્થાન આપતું નથી. વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર હોય તો અનૈતિક વિષયોમાં ન પડે તે સીધું ગણિત છે!

આ સાથે પક્ષની કામગીરી માટે સમય આપવાની ક્ષમતા પણ જરૂરી છે. જ્યાં ફક્ત હોદ્દાનું બોર્ડ લગાવીને બજારમાં રૂઆબ છાંટનારા કાર્યકરોને સ્થાન મળતું નથી. મહામંત્રી પદના વ્યક્તિ પક્ષની વિચારધારા લોકો સુધી પહોચાડી શકે તે માટે પ્રખર વકતા અને વિચારધારાને આધારિત વ્યક્તિત્વ હોવું જરૂરી છે. આ સાથે રાજકીય અનુભવ અને સમજણના આધારે પણ મહામંત્રી પદ મળી શકે છે. ભાજપ અને RSS પરિવારમાં ભૂતકાળમાં મહત્વની જવાબદારી ધારણ કરનારની પ્રથમ પસંદગી થતી હોય છે. જેમાં  RSS, VHP, બજરંગ દળ, ABVP, સહકાર ભારતી,સેવા ભારતી અને રાષ્ટ્રીય મઝદૂર સંઘ જેવી સંસ્થાઓમાં જવાબદારી નિભાવી હોય તેના પણ પરિબળો ધ્યાને રાખવામાં આવે છે.

મહામંત્રી  માટે જ્ઞાતિગત સંતુલન કેમ જરૂરી?

ભાજપ હંમેશા જ્ઞાતિગત સંતુલન જાળવીને જવાબદારીઓની સોપણી કરે છે. જ્યાં ભૂતકાળમાં જીલ્લા પ્રમુખ તરીકે પટેલને જવાબદારી મળી હતી. ત્યાં મહામંત્રી પદ પર બી.જે બ્રહ્મભટ્ટ(OBC), યોગશ અધ્યારુ(બ્રાહ્મણ), સતીષભાઈ મકવાણા(ક્ષત્રિય) એમ તમામ જ્ઞાતિગત સંતુલન જાળવીને હોદ્દાઓ આપવામાં આવ્યા હતા. ગત ટર્મમાં જીલ્લા અધ્યક્ષ બદલાયા હતા પણ જીલ્લાના મહામંત્રીઓની જવાબદારી એક સરખી રહી હતી. હાલ વર્ષો બાદ બક્ષીપંચ માંથી જીલ્લા અધ્યક્ષ મળ્યા છે. ત્યારે તેઓની ટીમમાં મહામંત્રી પદ પર  પટેલ,ક્ષત્રિય, બ્રાહ્મણ અને OBCને સ્થાન મળી શકે છે. ચાર માંથી ત્રણ જ્ઞાતિ પ્રમાણે હોદ્દાઓ મળે તેવી શક્યતાઓ છે. જયારે અહિયાં જ્ઞાતિ પ્રમાણેની દાવેદારો અને સંભવિતોની યાદી જાહેર કરી છે.

ક્ષત્રિય સંભવિતો

  1. ઇન્દ્રજીતસિંહ ચુડાસમા (વડોદરા તાલુકો)
  2. જયદીપસિંહ ચૌહાણ (કરજણ)
  3. નટવરસિંહ સોલંકી (સાવલી)
  4. દિલીપસિંહ પરમાર (વડોદરા તાલુકો)

બ્રાહ્મણ સંભવિતો

  1. યોગેશ અધ્યારુ (પાદરા નગર)
  2. નિલેષ પુરાણી (વાઘોડિયા)
  3. ધર્મેશ પંડ્યા ( વાઘોડિયા)
  4. અમરીશ પંડ્યા (કરજણ નગર)

પાટીદાર સંભવિતો

  1. અશોક પટેલ (વડોદરા તાલુકો)
  2. પીનાકીન પટેલ (પાદરા)
  3. સુનીલ પટેલ (સાવલી)
  4. સચિન પટેલ (શિનોર)
  5. પાર્થિવ પટેલ (વડોદરા તાલુકો)

બક્ષીપંચ સંભવિતો

  1. રાજેન્દ્ર પટેલ-ચૌધરી (વાઘોડિયા)
  2. ગોપાલભાઈ રબારી (વડોદરા તાલુકો)
  3. મહેશભાઈ રબારી ( કરજણ )
  4. દર્શિત બ્રહ્મભટ્ટ (સાવલી નગર)
  5. દેવેન્દ્ર પાટણવાડિયા (વડોદરા તાલુકો)

અનુસુચિત જાતિ સંભવિત

નરેન્દ્ર રોહિત

આ તમામ નામોમાં તેઓની યોગ્યતા અને અયોગ્યતા(નબળાઈ) અંગે વિગતવાર સીરીઝ પ્રકાશિત થશે.કોની કેવી ગોઠવણ છે? કોણ કેટલી ક્ષમતા ધરાવે છે? કોણ હોદ્દો મળતાની સાથે રંગરૂપ બદલી શકે છે? ધારાસભ્યો પ્રત્યે કેટલા વફાદાર રહેશે? તેવી તમામ બાબતો પ્રકાશિત થશે.  દિવાળી પૂર્વે સંગઠનની રચના માટેની જાહેરાત થઇ શકે છે. જયારે જીલ્લા અધ્યક્ષ વતી સંગઠનમાં પ્રાણ પુરવાનું કામ કરતા મહામંત્રીની જવાબદારી ખુબ મહત્વની રહેશે.

Continue Reading
Savli46 minutes ago

‘મલાઈ’ખોર તંત્રનો ભોગ બન્યા કામદારો: ગેરકાયદેસર માટી ખનન બન્યું મોતનું કારણ; ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરુણ મોત

Vadodara19 hours ago

વડોદરામાં કરોડોનું ટ્રસ્ટ કૌભાંડ: 3.22 કરોડની ઉચાપત મામલે 15 સામે ગુનો; કોર્ટના હુકમ બાદ વરણામા પોલીસ હરકતમાં

Gujarat20 hours ago

ઔદ્યોગિક વિકાસની સાથે પ્રકૃતિનું જતન; વાગરાની સમૃદ્ધ જૈવવિવિધતા પર આધારિત પુસ્તકનું મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વિમોચન

Gujarat21 hours ago

‘ગાંધીના ગુજરાતમાં દારૂનો રાફડો!’ મનસુખ વસાવાના લેટર બોમ્બે મચાવી ખળભળાટ; પોલીસ-નેતાઓની મિલીભગતનો પર્દાફાશ

Vadodara21 hours ago

ભાજપનો ભવ્ય વિજય: જિલ્લા પંચાયતમાં ધારાસભ્યોની પસંદગીના સિક્કા; 32 બેઠકો જીત્યા બાદ નવા હોદ્દેદારો જાહેર

Vadodara22 hours ago

નાગરિકો માટે નિયમ, તંત્ર માટે મોજ: ઊર્જા સંકટ વચ્ચે સરકારી કચેરીઓની બેદરકારી; આદેશો માત્ર ફાઈલોમાં જ દબાયેલા!

Vadodara2 days ago

ખૂન, ખંડણી અને દારૂના 80 કેસ અને 7 વખત પાસા કાપનાર વડોદરાનો માથાભારે બુટલેગર લાલુ સિંધી આખરે પોલીસ સકંજામાં

Vadodara2 days ago

ડેટા સિક્યોરિટી સાથે ચેડાં: વડોદરામાં મહત્વના દસ્તાવેજો કચરામાં રઝળતા જોવા મળ્યા; તંત્રની પોલ ખુલી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Savli5 days ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara2 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara3 weeks ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Trending