Connect with us

Vadodara

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; ગુજસીટોકનો આરોપી અને ઘરફોડ ચોરીનો રીઢો તસ્કર ‘બલ્લી’ ઝડપાયો

Published

on

  • વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: અકોટા વિસ્તારમાંથી ધરપકડ ટાળવા નાસતા-ફરતા બલવીરસિંગ ઉર્ફે બલ્લીને દબોચ્યો.
  • બાપોદમાં ₹4.11 લાખની ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ; ચોરીનો માલ રાખનાર વેપારી પણ પોલીસના સકંજામાં.
  • આરોપી સામે અગાઉ ઘરફોડ ચોરી, પ્રોહિબિશન અને ગુજસીટોક સહિતના 17 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

વડોદરા શહેરમાં નાસતા-ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો એક્શન મોડમાં છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે એક રીઢા તસ્કર અને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે.

🧐ઘટનાની વિગત:

ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે, તાજેતરમાં જ ગુજસીટોકના ગુનામાં જામીન મુક્ત થયેલ અને ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી બલવીરસિંગ ઉર્ફે બલ્લી લોહરસિંગ સિક્લીગર (રહે. ડભોઈ રોડ) અકોટા વિસ્તારમાં હોવાની શક્યતા છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

🚨ચોરીનો પર્દાફાશ:

સઘન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી બલ્લીએ ન્યુ વી.આઈ.પી. રોડ પર આવેલી દર્શન પાર્ક સોસાયટીના એક બંધ મકાનમાં તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹4,11,500 ની ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ તેણે વાડી વિસ્તારમાં ફર્નિચરનો વેપાર કરતા એક ઈસમને વેચ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ મુદ્દામાલ સાથે વેપારીને પકડી પાડ્યો હતો, જેના આધારે આ ચોરીમાં બલ્લીનું નામ ખુલ્યું હતું અને તે ધરપકડ ટાળવા નાસતો-ફરતો હતો.

🗣️ગુનાહિત ઈતિહાસ:

ઝડપાયેલો આરોપી બલવીરસિંગ ઉર્ફે બલ્લી અત્યંત રીઢો ગુનેગાર છે. તેની સામે અત્યાર સુધીમાં 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે:

  • બાપોદ પોલીસ સ્ટેશન: ગુજસીટોક (GCTOC) અને ઘરફોડ ચોરીના ગુના.
  • ગોત્રી, ગોરવા, મકરપુરા, વાડી અને છાણી: મકાન તોડવાના અને ઘરફોડ ચોરીના અનેક ગુના.
  • આણંદ ટાઉન: ચોરીના 3 ગુના.
  • પાણીગેટ: પ્રોહિબિશનના કેસો.

👮ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની તપાસ માટે બાપોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી શહેરના મિલકત સંબંધી ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Vadodara29 minutes ago

સાવધાન! વડોદરામાં નકલી નોટોનું નેટવર્ક સક્રિય; મધરાત્રે અજાણ્યા શખ્સોએ બેંકમાં ડુપ્લીકેટ નોટો પધરાવી

Karjan-Shinor57 minutes ago

કરજણ: બામણગામ ડી-માર્ટ વેરહાઉસમાં કર્મચારીઓનો રોષ; પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા કામદારો

Vadodara1 hour ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; ગુજસીટોકનો આરોપી અને ઘરફોડ ચોરીનો રીઢો તસ્કર ‘બલ્લી’ ઝડપાયો

Gujarat2 hours ago

સુરક્ષા કે દંડનું ઉઘરાણું? ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઇવને લઈને જનતામાં ભારે આક્રોશ

Vadodara21 hours ago

વડોદરામાં આચારસંહિતાનો અંત,બજેટ 2026-27ના કામોને મળ્યું ગ્રીન સિગ્નલ હવે વિકાસનો ‘સુપરફાસ્ટ’ રાઉન્ડ શરૂ!

Vadodara22 hours ago

સાવધાન! વોટ્સએપ ગ્રુપમાં નફાની લાલચ આપી વડોદરાના વૃદ્ધ સાથે કરોડની ઠગાઈ

Karjan-Shinor23 hours ago

કરજણ: કાનમ પેપર મિલમાં આગનો કહેર; 18 કલાકથી અવિરત બળતી મિલ, બોરવેલ ફેલ થતા મુસીબત વધી

Chhotaudaipur24 hours ago

કવાંટ ભાજપમાં ‘ખુરશી’ની લડાઈમાં ગઢ કાંગરે પડ્યો: આંતરિક ટાંટિયાખેંચે ભાજપનો કિલ્લો ધ્વસ્ત કર્યો, ‘આપ’નું ઝાડુ ફરી વળ્યું!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara4 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara6 days ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara3 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli3 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara3 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Trending