Connect with us

Vadodara

SSG માં NABH ના સર્ટિફિકેટ માટે તંત્રની ઉતાવળ, પણ ગ્રાઉન્ડ ઝીરો પર ગરીબ દર્દીઓની હાલત ઠેરની ઠેર.

Published

on

સયાજી હોસ્પિટલમાં NABH ની મુલાકાત વચ્ચે દર્દીઓની બદહાલી: ગ્રાઉન્ડ રિપોર્ટ.

  • સ્ટાફના અભાવે દર્દીના સગાંઓ પોતે જ સ્ટ્રેચર ખેંચવા મજબૂર: વિડિયો વાયરલ.
  • ગંદકી અને અધૂરા કામો પર ‘લીલી જાળી’ ના પડદા: મુલાકાતી ટીમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ?
  • સુપ્રીટેન્ડેન્ટની ‘ખખડામણી’ બેઅસર: સવાલોના ઘેરામાં હોસ્પિટલ તંત્ર.

મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે. એક તરફ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરનું NABH (National Accreditation Board for Hospitals) પ્રમાણપત્ર અપાવવા માટે તંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ ઝીરો પર ગરીબ દર્દીઓની લાચારી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જી રહી છે. શું સર્ટિફિકેટ મેળવવા માટે પાયાની સુવિધાઓ સુધારવી જરૂરી છે કે પછી માત્ર દેખાડો?

આ દ્રશ્યો જુઓ, આ એ જ સયાજી હોસ્પિટલ છે જ્યાં કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે અહીં ગરીબ દર્દીના સગાંઓ પોતે જ વોર્ડબોય બની સ્ટ્રેચર ખેંચી રહ્યા છે. હોસ્પિટલના કેમ્પસમાં રખડતા ઢોર અને ગંદકી તો સામાન્ય વાત છે, પણ હવે સ્ટાફના અભાવે દર્દીઓની સુરક્ષા અને સેવા પણ રામભરોસે છે.

હજુ બે દિવસ અગાઉ જ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરએ આખા કેમ્પસની આકસ્મિક મુલાકાત લીધી હતી. ગંદકી અને ખામીઓ જોઈ તેમનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સાહેબની આ ‘ખખડામણી’ ની અસર માત્ર ગણતરીની મિનિટો જ રહી. આજે પણ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળી રહ્યો નથી.

સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે, આજે જ્યારે NABH ની ટીમ મુલાકાતે છે, ત્યારે હોસ્પિટલ તંત્રએ ક્ષતિઓ સુધારવાને બદલે તેને છુપાવવાનો નવો કિમીયો અપનાવ્યો છે. જે જે જગ્યાએ કામો અધૂરા છે અથવા જ્યાં ગંદકી છે, તેને ‘ગ્રીન નેટ’ (લીલી જાળી) લગાવીને ઢાંકી દેવામાં આવ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, આ વિકાસ છે કે માત્ર ‘મેકઅપ’? ટીમને ગેરમાર્ગે દોરવાથી વ્યવસ્થા સુધરી જશે?

🏥સયાજી હોસ્પિટલના આ વરવા દ્રશ્યો પરથી અનેક વેધક સવાલો ઉભા થાય છે:

  1. શું NABH ની મુલાકાત માત્ર કાગળ પરની સુવિધાઓ માટે જ છે?
  2. ​કરોડોના બજેટ છતાં દર્દીના સગાએ મજૂરી કેમ કરવી પડે છે?
  3. ​શું બેદરકાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ માત્ર મૌખિક સૂચનાઓ જ અપાશે કે કોઈ કડક કાર્યવાહી થશે?

🧐ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી આ હોસ્પિટલમાં હવે વાસ્તવિક સુધારાની જરૂર છે, નહીં કે માત્ર ‘લીલા કપડાં’ પાછળ સત્યને છુપાવવાની.

Continue Reading
Vadodara19 hours ago

નંદેસરી દારૂ કાંડ: SMCએ મુખ્ય સૂત્રધાર સુનિલ ઉર્ફે અદો કેવલરામાણીને ગુડગાંવથી દબોચ્યો

Vadodara19 hours ago

નેતાઓ સાવધાન! વોર્ડ-2 માં 3000 મતદારોએ ઉગામ્યું બહિષ્કારનું શસ્ત્ર; કોર્પોરેટર સામે પ્રજાનો રોષ

Vadodara20 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગાર ‘પંડિત’ને ઝડપ્યો; પત્ની પર હુમલો કરી ફરાર આરોપી ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીમાં પણ નીકળ્યો

Vadodara20 hours ago

તંત્રની બેદરકારી કે માનવસર્જિત ભૂલ? ‘કટ’ ના હોવાથી વાહનો રોંગ સાઈડમાં દોડ્યા અને એક હસતો-ખેલો પરિવાર વિખેરાયો

Vadodara23 hours ago

વડોદરા: વોર્ડ-6 માં ચૂંટણી પહેલા ‘જવાબ દો’ ના નારા; સુમેરુ ડુપ્લેક્સના રહીશોએ સાત પડતર માંગણીઓ સાથે કર્યો ચૂંટણી બહિષ્કાર

Vadodara2 days ago

વડોદરા: કારેલીબાગમાં દુકાન બહાર બેસી આંક-ફરકનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

National2 days ago

મજબૂરીનો ફાયદો ઉઠાવતું મોતનું સોદાગરોનું નેટવર્ક; કેન્સરની ‘મેજિક ડ્રગ’ કિટ્રુડાના નામે નકલી દવાનું મોટું કૌભાંડ

Vadodara2 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચે 17 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા વાહનચોર ‘દેવા’ને દબોચ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli4 days ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara7 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara1 week ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara1 week ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara1 week ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat1 week ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara2 weeks ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Trending