Connect with us

Vadodara

શું ટ્રાફિક શાખા ડ્રાઈવ પુરતી જ જાગૃત રહેશે?: જાહેરનામાં ભંગ હેઠળ 6 દિવસમાં 194 ભારદારી વાહનો ડીટેઈન કર્યા

Published

on

વડોદરા શહેરમાં છાશવારે ભારદારી વાહનોના કારણે અનેક નાના વાહન ચાલકો તેમજ રાહદારીએ જીવ ગુમાવ્યા છે. ટ્રાફિક પોલીસની નિષ્ફળતાને કારણે પ્રતિબંધિત સમય મર્યાદામાં પણ ભારદારી વાહનો શહેરમાં બિન્દાસ્ત અવરજવર કરે છે. જયારે મોડે મોડે જાગેલા ટ્રાફિક વિભાગે 6 દિવસમાં 194 જેટલા ભારદારી વાહનો ડીટેઈન કરીને 132 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

તાજેતરમાં સોમા તળાવથી વાઘોડિયા રીંગ રોડ તરફના માર્ગ પર એક ડમ્પરના અડફેટે એક યુવકનું મોત થયું હતું.જયારે બીજી તરફ અટલાદરા વિસ્તારમાં પણ ડમ્પર નીચે આવી જતા એક યુવતીનો હાથ કચડાઈ ગયો હતો. પોલીસ દ્વારા વર્ષોથી સવારે 7 થી 1 અને સાંજે 4થી 9 વાગ્યા સુધી ભારદારી વાહનોને શહેરની હદમાં પ્રવેશ કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાય બેધડક રીતે ભારદારી વાહનો શહેરમાં પ્રવેશીને અકસ્મતો સર્જે છે.

સામાન્ય દિવસોમાં ટ્રાફિક પોલીસ પણ જો ભારદારી વાહન શહેરમાં પ્રવેશે તો સમાધાન શુલ્કના નામે એક પાવતી બનાવી આપીને 24 કલાક સુધી તે ભારદારી વાહનને શહેરના પ્રતિબંધિત વિસ્તારમાં બેખોફ ફરવાની છૂટ આપી દે છે. જયારે મોડે મોડે જાગેલા ટ્રાફિક વિભાગે ભારદારી વાહનો સામે કાર્યવાહી શરુ કરી છે.

ગત 6 ડીસેમ્બરથી 12 ડીસેમ્બર સુધીના સમયગાળામાં ખાસ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસે 194 જેટલા ભારે વાહનોને ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જયારે 132 જેટલા અન્ય વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરી હોવાની માહિતી ટ્રાફિક વિભાગે આપી છે. પિક અવર્સમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા ભારે વાહનો સામે હજી કડક કાર્યવાહી થશે તેમ ટ્રાફિક વિભાગે જણાવ્યું છે.

Continue Reading
Vadodara10 hours ago

વડોદરા: કારેલીબાગમાં ‘રજવાડી ચા’ પાસે ચાલતા જુગારધામ પર LCBનો દરોડો; આંક-ફરકનો જુગાર રમાડતા 4 શખ્સો ઝડપાયા

Vadodara10 hours ago

વડોદરા: પારુલ યુનિવર્સિટીના 21 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત; વાઘોડિયા ચોકડી પાસે એપાર્ટમેન્ટના 6 માળેથી ઝંપલાવ્યું

Gujarat11 hours ago

શિક્ષણ બોર્ડની જાહેરાત: GUJCET પરીક્ષાના તમામ સેટની આન્સર-કી gseb.org પર ઉપલબ્ધ, જાણો કેવી રીતે જોવી

Vadodara12 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ બ્રેકિંગ: ‘બાવા’ ગેંગનો પર્દાફાશ; અટલાદરામાં વૃદ્ધના ઘરેણાં લૂંટનાર કાર સાથે ઝડપાયો

Business12 hours ago

હવે મોબાઈલ નંબરની જેમ બેંક એકાઉન્ટ પણ થશે ‘પોર્ટ’; RBIની નવી યોજનાથી ગ્રાહકોને મળશે મોટી આઝાદી

Vadodara13 hours ago

સુરેન્દ્રનગરના ફાઇનાન્સ કંપનીને ₹13 લાખનો ચૂનો લગાવનાર આરોપી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

Vadodara14 hours ago

વડોદરાઃ ગોત્રી હોસ્પિટલ પાસે ટ્રાફિકનો રોગચાળો! રિક્ષા ચાલકોની ખેંચાતાણીમાં દર્દીઓ હેરાન-પરેશાન

Vadodara14 hours ago

“યુદ્ધ વિદેશમાં, આફત વડોદરામાં! કોમર્શિયલ ગેસના કાપથી રેસ્ટોરન્ટોને તાળા મારવાની નોબત.”

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 days ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara6 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara1 week ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 week ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 week ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 week ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 week ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara2 weeks ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Trending