Connect with us

Vadodara

પોલીસની હાજરીમાં જ નિયમોના ધજાગરા! માણેજા અકસ્માત સ્થળ પરથી પોલીસની સામે જ પસાર થયા બેફામ ભારદારી વાહનો

Published

on

  • મોટી હોનારત ટળી: ટેન્કરની જોરદાર ટક્કરથી કાર હવામાં બે રાઉન્ડ ફરી ડિવાઈડર પર ચઢી ગઈ, પણ કારમાં સવાર પિતા-પુત્ર સુરક્ષિત.
  • બેફામ ભારદારી વાહનો: આમ તો આખા વડોદરામાં જ, દક્ષિણ વિસ્તારમાં માણેજા ક્રોસિંગ પાસે નંબર પ્લેટ વિનાના ટેન્કરે સર્જ્યો અકસ્માત.
  • પુત્રની પરીક્ષા: કારેલીબાગ ખાતે GUJCETની પરીક્ષા અપાવવા જતા પિતા સાથે બની ઘટના, પુત્રને અન્ય વાહનમાં પરીક્ષા કેન્દ્ર મોકલાયો.
  • ચાલક ફરાર: અકસ્માત સર્જી ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો, પોલીસે ટેન્કર કબજે કરી વધુ તપાસ હાથ ધરી.
☝️પાછળ પણ નંબર પ્લેટ નથી.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ભારદારી વાહનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, અને તેના કારણે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા માણેજા ક્રોસિંગ પાસે એક બેફામ હંકારી આવેલા ટેન્કરે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર બે રાઉન્ડ ફરીને હવામાં ઉછળી અને ઊંધી થઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જોકે, આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર પિતા અને પુત્રનો આબાદ બચાવ થયો છે, જે એક મોટો ચમત્કાર કહી શકાય.

☝️આગળ પણ નંબર પ્લેટ નથી.

📌ઘટનાની વિગત:

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ચાલક પોતાના પુત્રને કારેલીબાગ ખાતે ગુજકેટ (GUJCET) ની પરીક્ષા અપાવવા માટે માલસરથી આવી રહ્યા હતા. તેઓ માણેજા ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી કોઈ પણ કારણ વગર એક ટેન્કરે તેમની કારને સીધી જ ટક્કર મારી દીધી હતી. કાર ચાલકે જણાવ્યું કે, “હું સીધો મારો રૂટ પકડીને ચાલી રહ્યો હતો. ટેન્કર ચાલકે કઈ રીતે પાછળથી ટક્કર મારી તેની મને કોઈ સમજણ પડી નથી. તેણે કોઈ ઓવરટેક કરવાનો પ્રયાસ નહોતો કર્યો. મારી ગાડી બે રાઉન્ડ ફરીને ઊંધી થઈ ડિવાઈડર પર ચઢી ગઈ હતી.”

🧐પુત્રને પરીક્ષા આપવા મોકલાયો:

સદનસીબે, અકસ્માતમાં પિતા કે પુત્રમાંથી કોઈને પણ ઈજા પહોંચી નથી. અકસ્માત બાદ તરત જ પિતાએ પોતાના પુત્રને અન્ય એક વાહન મારફતે કારેલીબાગ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર મોકલી આપ્યો હતો, જેથી તેની પરીક્ષામાં કોઈ વિલંબ ન થાય. પુત્ર ગુજકેટની પરીક્ષા આપી રહ્યો છે, જે એક રાહતના સમાચાર છે.

🚨પોલીસ કાર્યવાહી:

અકસ્માત સર્જનાર ટેન્કર નંબર પ્લેટ વિનાનું હતું, જે તંત્રની રહેમનજર હેઠળ ચાલતા ગેરકાયદેસર વાહનો સામે ગંભીર સવાલો ઉભા કરે છે. અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત ટેન્કરને કબજે કરી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જોકે, આશ્ચર્યની બાબત એ છે કે વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં ભારદારી વાહનોની અવરજવર રોકવા માટે ટ્રાફિક પોલીસનો નિયમ પ્રમાણ બપોર ૧ થી ૪ ની સમય ભારદારી વાહનો શહેરમાં પ્રવેશી શકે, અકસ્માત વાળી જગ્યાએથી જ પોલીસની નજર સામે જ બીજા ૩ થી ૪ ભારદારી વાહનો બેફામ રીતે પસાર થયા હતા. પોલીસની હાજરી હોવા છતાં પણ ભારે વાહનોના ચાલકોની અણઘડ ડ્રાઈવિંગ અને નિયમોના ઉલ્લંઘનથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

🫵એક બાજુ પરીક્ષાનું ટેન્શન અને બીજી બાજુ આવો અકસ્માત, આ પરિવાર માટે આજનો દિવસ અત્યંત તણાવપૂર્ણ રહ્યો. શું પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે? જેથી આવા અકસ્માતો ભવિષ્યમાં ટાળી શકાય.

Continue Reading
Vadodara2 hours ago

વડોદરામાં 15 વર્ષીય દીકરીનું શંકાસ્પદ અપહરણ: ફરિયાદ નોંધાયાના 10 દિવસ વીતવા છતાં દીકરીનો કોઈ પત્તો નહીં

Savli2 days ago

સાવલીમાં કંપની સાથે લાખોની ઠગાઈ: એકાઉન્ટન્ટે પોતાના અને પત્નીના ખાતામાં રૂ. 89 લાખથી વધુ સગાં કર્યા

Chhotaudaipur2 days ago

નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ

Vadodara3 days ago

વડોદરામાં રાજકીય વગનો રોપ જમાવનાર જીમ સંચાલક લોકેશ શર્મા વિરુદ્ધ મહિલાની ફરિયાદ: પતિ ન મળતા મહિલાને ઉઠાવી લેવાની ધમકી

Vadodara3 days ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara5 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara5 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara5 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur3 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending