Connect with us

Vadodara

વડોદરા SOGનો શિસ્તબદ્ધ પ્રહાર: NDPS ગુનાનો વોન્ટેડ સપ્લાયર ગેમરસિંહ દેવડા અમદાવાદથી ઝડપાયો.

Published

on

  • સફળ ઓપરેશન: વડોદરા SOG એ અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી વોન્ટેડ આરોપીને પકડ્યો.
  • પકડાયેલ આરોપી: ગેમરસિંહ દેવડા, જે નશીલી કફ સિરપનો મુખ્ય સપ્લાયર હોવાનું ખૂલ્યું છે.
  • કેસની પૃષ્ઠભૂમિ: 2025માં બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.
  • પોલીસ કાર્યવાહી: પકડાયેલા આરોપીને બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત વડોદરા એસ.ઓ.જી. (SOG) પોલીસને મોટી સફળતા મળી છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં નોંધાયેલા નશીલા કફ સિરપના વેચાણના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા સપ્લાયરને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે.

SOG એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અંબારામ પ્રહલાદજીને ચોક્કસ બાતમી મળી હતી કે, બાપોદ NDPS કેસમાં વોન્ટેડ આરોપી ગેમરસિંહ દેવડા હાલ અમદાવાદના અસલાલી રોડ પર એક મેડિકલ સ્ટોર પર હાજર છે. બાતમીના આધારે ટીમે તાત્કાલિક અમદાવાદ પહોંચી ‘જય ગાયત્રી કેમિસ્ટ’ નામની મેડિકલ સ્ટોર પર રેડ કરી આરોપીને દબોચી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરા ડી.સી.બી. પોલીસ દ્વારા આજવા રોડ પર મનજીતસિંગ નામના આરોપીના ઘરે રેડ કરી Rx Triprolidine Hydrochloride Codeine Phosphate Syrup Bluerex T Cough Syrup 100 ml નશીલી કફ સિરપની 11 બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ નશીલી સિરપનો મુખ્ય સપ્લાયર ગેમરસિંહ દેવડા હતો. વડોદરા પોલીસે આ મામલે ચાર્જશીટ રજૂ કરી હતી અને મુખ્ય આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

🚨(આરોપીની વિગત)

  • નામ: ગેમરસિંહ જુજારસિંહ દેવડા.
  • રહેઠાણ: ઘોડાસર, અમદાવાદ (મૂળ રહે. ધાનેરા, બનાસકાંઠા).
  • ગુનો: બાપોદ પો.સ્ટે. NDPS એક્ટ કલમ 8(સી), 21(બી), 29 મુજબ.

👮વડોદરા પોલીસની આ કાર્યવાહીથી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે.

Savli10 hours ago

ગરીબોના અનાજ પર કોની તરાપ? સાવલીના રાણીયા ગામમાં 8 મહિનાથી રાશન ગાયબ; દુકાનદારની દાદાગીરીથી ગ્રામજનોમાં રોષ

Chhotaudaipur11 hours ago

છોટાઉદેપુરમાં ચૂંટણી પછીનું ‘યુદ્ધ’: ધમોડી ગામમાં રોડ તોડફોડ અને સભ્યોના ખરીદ-વેચાણની આશંકાએ રાજકારણ ગરમાયું

National13 hours ago

બંગાળમાં ચૂંટણી બાદ ‘મહાભારત’: 15 બૂથ પર આવતીકાલે ફેર મતદાન; મધરાતે મમતા બેનર્જીએ જાતે કરી EVMની રખવાળી!

International15 hours ago

કેનેડા : નોવા સ્કોટિયામાં PR મેળવવું બનશે પડકારજનક; EOI પ્રોફાઇલ માટે 1 વર્ષની લિમિટ નક્કી

Vadodara18 hours ago

સાવધાન! વડોદરામાં નકલી નોટોનું નેટવર્ક સક્રિય; મધરાત્રે અજાણ્યા શખ્સોએ બેંકમાં ડુપ્લીકેટ નોટો પધરાવી

Karjan-Shinor18 hours ago

કરજણ: બામણગામ ડી-માર્ટ વેરહાઉસમાં કર્મચારીઓનો રોષ; પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા કામદારો

Vadodara18 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; ગુજસીટોકનો આરોપી અને ઘરફોડ ચોરીનો રીઢો તસ્કર ‘બલ્લી’ ઝડપાયો

Gujarat19 hours ago

સુરક્ષા કે દંડનું ઉઘરાણું? ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઇવને લઈને જનતામાં ભારે આક્રોશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara5 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara7 days ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara3 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli3 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara4 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Trending