સફળ ઓપરેશન: વડોદરા SOG એ અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી વોન્ટેડ આરોપીને પકડ્યો.
પકડાયેલ આરોપી:ગેમરસિંહ દેવડા, જે નશીલી કફ સિરપનો મુખ્ય સપ્લાયર હોવાનું ખૂલ્યું છે.
કેસની પૃષ્ઠભૂમિ:2025માં બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.
પોલીસ કાર્યવાહી:પકડાયેલા આરોપીને બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત વડોદરા એસ.ઓ.જી. (SOG) પોલીસને મોટી સફળતા મળી છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં નોંધાયેલા નશીલા કફ સિરપના વેચાણના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા સપ્લાયરને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે.
SOGએસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અંબારામ પ્રહલાદજીને ચોક્કસ બાતમી મળી હતી કે, બાપોદ NDPS કેસમાં વોન્ટેડ આરોપી ગેમરસિંહ દેવડા હાલ અમદાવાદના અસલાલી રોડ પર એક મેડિકલ સ્ટોર પર હાજર છે. બાતમીના આધારે ટીમે તાત્કાલિક અમદાવાદ પહોંચી ‘જય ગાયત્રી કેમિસ્ટ’ નામની મેડિકલ સ્ટોર પર રેડ કરી આરોપીને દબોચી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરા ડી.સી.બી. પોલીસ દ્વારા આજવા રોડ પર મનજીતસિંગ નામના આરોપીના ઘરે રેડ કરી Rx Triprolidine Hydrochloride Codeine Phosphate Syrup Bluerex T Cough Syrup 100 ml નશીલી કફ સિરપની 11 બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ નશીલી સિરપનો મુખ્ય સપ્લાયર ગેમરસિંહ દેવડા હતો. વડોદરા પોલીસે આ મામલે ચાર્જશીટ રજૂ કરી હતી અને મુખ્ય આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
🚨(આરોપીની વિગત)
નામ: ગેમરસિંહ જુજારસિંહ દેવડા.
રહેઠાણ: ઘોડાસર, અમદાવાદ (મૂળ રહે. ધાનેરા, બનાસકાંઠા).
👮વડોદરા પોલીસની આ કાર્યવાહીથી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે.