Connect with us

Vadodara

વડોદરા : પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ પકડી પાડતી SMC, રૂ. 44.25 લાખનો મુદ્દામાલ જપ્ત

Published

on

શહેરમાં દરોડામાં રૂ. 18.48 લાખની કિંમતનું પેટ્રોલ-ડિઝલ, રોકડ, મોબાઇલ, વાહન અને ટેન્કર મળીને કુલ રૂ. 44.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • પેટ્રોલ-ડિઝલ માફિયા પર ગાળિયો કસતું સ્ટેટ મોનીટરીંગ સેલ
  • ખુલ્લા પ્લોટમાંથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત
  • સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ

વડોદરા શહેર પોલીસમાં આવતા જવાબર નગર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડીને મોટું પેટ્રોલ-ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે ચાર આરોપીઓને દબોચી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમ્મા રોડવેઝની ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસેના ખુલ્લા પ્લોટમાં આ ગોરખધંધો આચરવામાં આવતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ હોવાનું સપાટી પર આવ્યું છે.

વડોદરામાં પેટ્રોલ-ડિઝલ માફિયાઓ પર લગામ કસવામાં જોઇએ તેવી સફળતા મળી નથી. જેથી આ તત્વો બેફામ બનીને પેટ્રોલ-ડિઝલ ચોરીને અંજામ આપતા રહે છે. તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા શહેરના જવાહર પોલીસ મથક વિસ્તારમાં આવેલી અમ્મા રોડવેઝની ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસેના ખુલ્લા પ્લોટમાં દરોડા પાડ્યા હતા. જેમાં પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં રૂ. 18.48 લાખની કિંમતનું પેટ્રોલ-ડિઝલ, રોકડ, મોબાઇલ, વાહન અને ટેન્કર મળીને કુલ રૂ. 44.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં મુખ્ય આરોપી શકીલ સમુનભાઇ રંગવાલા (રહે. ફતેગંજ), નોકર મીશીલેશ લાલબહાદુર યાદવ (રહે. રણોલી), નોકર વિપુલ સૂરસિંહ પરમાર (રહે. મિશરાપૂર, વડોદરા) અને ટેન્કર ચાલક દિનેશ કુમાર રામ કૈલાશ યાદવ (રહે. રણોલી, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પૈકી મુખ્ય આરોપી શકીલ સમુનભાઇ રંગવાલા (રહે. ફતેગંજ) ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ પીપી. બ્રહ્મભટ્ટની આગેવાનીમાં આ દરોડા પાડવામાં આવ્યા છે.

Editor's Exclusive11 hours ago

બરોડા ડેરીના હયાત પ્રમુખ-ઉપપ્રમુખ પર રાજ્ય સહકાર વિભાગે 76(B)ની નોટિસ ઈશ્યુ કરી,વાંચો સમગ્ર નોટિસ

Vadodara12 hours ago

વડોદરા: લહેરીપુરા ન્યુ રોડ પર પ્લાસ્ટિક અને એઠવાડના ગંજ, નિયમિત સફાઈ અને કચરાપેટીની માંગ.

Vadodara13 hours ago

વડોદરાના ફતેપુરામાં ધૂળેટીના દિવસે  જૂની અદાવતને લઈ લોહિયાળ ખેલ ખેલાયો

Madhya Gujarat14 hours ago

મહીસાગરના પાણીમાં ‘ઝેર’! માછલીઓના શિકાર માટે ખેલાતો મોતનો ખેલ, લાખો લોકોના આરોગ્ય સામે જોખમ

Savli2 days ago

સાવલી: હોળી પર્વે સધાપુરા ગામમાં માતમ, કેસૂડાના ફૂલ પાડવા ગયેલા યુવકનું વીજ કરંટથી મોત

Vadodara2 days ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara2 days ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra2 days ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor4 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara4 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending