Connect with us

Vadodara

Vadodara: આજવા અને પ્રતાપપુરા સરોવરના વરસાદી પાણી છોડયું હતું,વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમો ઘટાડો

Published

on

વડોદરામાં પણ વરસાદ ઘટી ગયો હતો. ગઈકાલ મોડી રાતથી વડોદરા શહેર તેમજ તમામ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. પરંતુ પ્રતાપપુરા સરોવરનું ઓવરફ્લો હાલ અટક્યું નથી. પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે.

  • હાલ આજવા સરોવરની સપાટી 213.65 ફૂટ
  • તા.13 સપ્ટેમ્બર સુધી આજવા સરોવરનું લેવલ 212.50 ફૂટ રાખવાનું છે.

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા અને પ્રતાપપુરા સરોવરના વરસાદી પાણી આવવાના કારણે નદીની સપાટી ઝડપભેર વધીને લગભગ 22 ફૂટે પહોંચી હતી. જે બાદ આજવા સરોવરના દરવાજા પરથી ઓવરફ્લો બંધ કરાતા તેમજ વડોદરા શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ બંધ થઈ જતા હાલ પૂરની પરિસ્થિતિમાંથી શહેરીજનો બહાર આવી ગયા છે. પરંતુ બીજી તરફ પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમો ઘટાડો થઈ રહ્યો છે.

ગત શુક્રવાર અને શનિવારના રોજ આજવા અને પ્રતાપપુરા સરોવરના કમાન્ડ એરિયામાં વિવિધ જગ્યાએ ભારે વરસાદ થવાના કારણે બંને સરોવરની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. જેના કારણે આજવા સરોવરના દરવાજા પરથી પાણી વહેવાનું શરૂ હતું. તો ગત તારીખ 6 સપ્ટેમ્બરના રાત્રિના 11 કલાકથી પ્રતાપપુરા સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પરિસ્થિતિ વચ્ચે વડોદરામાં મુશળધાર વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીની સપાટી ઝડપભેર વધી હતી. વિશ્વામિત્રી નદીની સપાટી એક તબક્કે વધીને લગભગ 22 ફૂટે પહોંચી હતી અને જો ત્યારબાદ હજુ વધુ પાણીની આવક અને વરસાદ પડે તો સ્થિતિ ગંભીર થાય તેમ જણાયું હતું. જેના પગલે પાલિકા તંત્રએ ગત શનિવારના મોડીરાત્રીના આજવાના દરવાજા ઉપર લઈ તેમાંથી થતું ઓવરફ્લો બંધ કર્યું હતું. 

જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં અત્યંત ધીમો ઘટાડો થઈ રહ્યો છે. તંત્રએ એવો પણ દાવો કર્યો કે, જેમ જેમ પ્રતાપપુરા સરોવરમાં પાણીનું જળસ્તર ઘટવા લાગશે તેમ તેમ અહીંથી આઉટફલોનું લેવલ પણ ઘટશે. સાથે આજવા સરોવરથી આવતું પાણી બંધ થઈ ગયું છે. તેથી હવે ગણતરીના કલાકોમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધુ ઝડપથી ઘટે તેવું અનુમાન છે.

જ્યારે હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી 17 ફૂટ જ્યારે આજવા સરોવરની સપાટી 213.65 ફૂટ જણાઈ રહી છે. તો પ્રતાપપુરા સરોવરની સપાટી 229.70 ફૂટ છે. પ્રતાપપુરા સરોવરનું લેવલ 222 ફૂટ થાય ત્યાં સુધી તેમાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં સતત છોડાતું રહેશે. અન્યથા તંત્રની જે અંતિમ સૂચના હશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ આજવા સરોવરમાં તારીખ 13 સપ્ટેમ્બર સુધી 212.50 ફૂટનું જળસ્તર જાળવવું અનિવાર્ય છે.

વડોદારા શહેરના બે ઝોનમાં પાણીનું અત્યંત મહત્વનું સ્ત્રોત હોવાથી હવે મોટેભાગે આજવા સરોવરનું જળસ્તર ઘટાડવાના બદલે તેનું 213.65 ફૂટનું લેવલ યથાવત રાખવાની વિચારણા થઈ રહી છે. કારણ કે તા.15 સપ્ટેમ્બરમાં એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે અને આવનાર સમયમાં શહેરમાં પાણીની તંગી ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને તથા ચાલુ સપ્તાહ દરમિયાન વરસાદની આગાહીના અનુરૂપ પરિસ્થિતિ જોઈ આજવા સરોવરમાંથી પાણી છોડવું કે નહીં ? તે અંગેનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવશે.

Continue Reading
Vadodara5 hours ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor5 hours ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara1 day ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara3 days ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara3 days ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia5 days ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

National5 days ago

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Vadodara6 days ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending