Connect with us

Vadodara

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Published

on

  • પોલીસની ‘ગિરફ્ત’માં વિપક્ષ: વોર્ડ નં. ૧૫ ના કોર્પોરેટર આશિષ જોશીના નિવાસસ્થાને ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ તૈનાત; વિરોધ પ્રદર્શનની ભીતિએ તંત્ર એક્શનમાં.
  • હાસ્યાસ્પદ દ્રશ્યો: મીડિયાને જોઈ પોલીસકર્મી મંદિરના શૌચાલયમાં ભરાયા; એક જવાન તો બૂટ પહેર્યા વગર જ રસ્તા પર દોડતો દેખાયો.
  • પારુલ પટેલનો આક્રોશ: “આમંત્રણ હોવા છતાં મને કેમ રોકાયા?” – પૂર્વ કાઉન્સિલરના ઘરે પોલીસ પહેરો મુકાતા પાટીદાર સમાજમાં રોષ.
  • ન્યાયની પોકાર: આશિષ જોશીએ હરણી બોટ દુર્ઘટના મુદ્દે સરકારને ઘેરી; પૂછ્યું- “માસૂમ બાળકોના મોત પર સરકાર મૌન કેમ?”

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ અને હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તંત્ર દ્વારા વિરોધ પક્ષના નેતાઓને તેમના જ ઘરે ‘નજરકેદ’ જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

🧐પોલીસ અને કોર્પોરેટર વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા:

વોર્ડ નંબર ૧૫ ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીના ઘરે સવારથી જ પાણીગેટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. આશિષ જોશીએ જ્યારે પોલીસને સત્તાવાર ઓર્ડર અંગે સવાલ કર્યા, ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા હતા. મીડિયાના કેમેરા જોઈને એક પોલીસકર્મી નજીકના મંદિરના ટોયલેટમાં ઘૂસી ગયો હતો અને બહાર આવીને ‘મહાદેવના દર્શન’ કરવાનું બહાનું ધર્યું હતું. અન્ય એક કર્મી બૂટ પહેર્યા વગર જ ભાગતો નજરે પડ્યો હતો.

🤨પારુલ પટેલની સરકારને ચીમકી:

બીજી તરફ, પાટીદાર અગ્રણી અને પૂર્વ કાઉન્સિલર પારુલ પટેલના ઘરે પણ પોલીસ તૈનાત કરી દેવાઈ છે. પારુલ પટેલે આક્ષેપ કર્યો છે કે સમાજ તરફથી કાર્યક્રમની જવાબદારી અને સત્તાવાર આમંત્રણ હોવા છતાં તેમની અટકાયત જેવી સ્થિતિ કેમ ઊભી કરાઈ? તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતા કહ્યું કે, “હું પટેલની દીકરી છું, ગભરાવાની નથી.”

દુર્ઘટનાના ન્યાયનો પ્રશ્ન:

આશિષ જોશીએ રોડ શોના રૂટ પર નિશાન સાધતા કહ્યું હતું કે, સરકાર હરણી લેક ઝોન પાસે રોડ શો કરી રહી છે, પરંતુ એ જ હરણીમાં જે બાળકોએ જીવ ગુમાવ્યા તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. વિપક્ષનો આરોપ છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે લોકશાહી ઢબે થતા વિરોધને પોલીસના જોરે દબાવી રહી છે.

🫵એક તરફ વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ છે અને બીજી તરફ વિપક્ષી નેતાઓ પર પોલીસનો ચોકીપહેરો. વડોદરામાં સર્જાયેલી આ રાજકીય ખેંચતાણ હવે કયું નવું સ્વરૂપ લેશે તે જોવું રહ્યું.

Continue Reading
Vadodara14 hours ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara2 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara3 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara5 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur6 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara6 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara7 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara7 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara7 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending