Connect with us

Vadodara

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો; 12 ગુનામાં સંડોવાયેલો રીઢો તસ્કર ‘કાળીબોટી’ ₹4.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

Published

on

  • 4 ગુનાઓ ડીટેક્ટ: બાપોદ, વારસીયા અને ગોરવા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો.
  • એકતાનગર નાકા પરથી ધરપકડ: નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર ચોરીના દાગીના સગેવગે કરવા નીકળેલો અજય ઉર્ફે અજલો રાજપૂત દબોચાયો.
  • મોટો મુદ્દામાલ જપ્ત: સોના-ચાંદીના દાગીના, 4 કાંડા ઘડિયાળ અને ચોરીની 3 ટુ-વ્હીલર ગાડીઓ સહિત કુલ ₹4,11,854નો માલ કબજે.
  • રીઢો ગુનેગાર: આરોપી અગાઉ ચેઈન સ્નેચિંગ અને ચોરી જેવા 12 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ આવ્યો છે.

વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અગાઉ બનેલી ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના વણઉકેલાયેલા (અનડીટેક્ટ) ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને શહેરના એક રીઢા અને લિસ્ટેડ તસ્કરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

👉બાતમીના આધારે કોર્ડન કરી દબોચ્યો:

ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ માહીતી મળી હતી કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપી અજય ઉર્ફે કાળીબોટી રાજપૂત હાલમાં ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના સગેવગે કરવા માટે નંબર પ્લેટ વગરની હીરો પેશન મોટરસાયકલ લઈને આજવા રોડ એકતાનગર નાકા પાસે બેઠો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

🧐ઝડપાયેલ આરોપીનું નામ:

  • અજય ઉર્ફે કાળીબોટી ઉર્ફે અજલો કમલેશભાઈ રાજપૂત (રહે. રામનગર, રણછોડનગરની પાછળ, આજવા રોડ, વડોદરા).

💰સોના-ચાંદીના દાગીના અને વાહનો રિકવર:

પોલીસે જ્યારે આરોપીની અંગઝડતી કરી ત્યારે તેના પેન્ટના ખિસ્સામાંથી સોનાની 2 વીંટી, પેંડલ સાથેનું મંગળસૂત્ર, ચેઈનનો ટુકડો, ચાંદીનો સિક્કો, પાયલની જોડી, હોન્ડા એક્ટિવાની ચાવી અને અલગ-અલગ કંપનીની 4 કાંડા ઘડિયાળ મળી આવી હતી. આ કિંમતી સામાનના બિલ કે વાહનના કાગળો તેની પાસે ન હોવાથી પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તેને જપ્ત કર્યો હતો. આરોપીની સઘન પૂછપરછ બાદ તેની નિશાનદેહી પરથી ચોરીના અન્ય બે વાહનો પણ કબજે કરાયા હતા.

👮કબજે કરેલ કુલ મુદ્દામાલ (કિંમત ₹4,11,854):

1. સોનાના દાગીના (વીંટી-2, મંગળસૂત્ર પેંડલ સાથે, ચેઈનનો ટુકડો) — કિંમત ₹2,66,268

2. ચાંદીના દાગીના (સિક્કો-1, પાયલ જોડી-1) — કિંમત ₹20,386

3. કાંડા ઘડિયાળ (નંગ-4) — કિંમત ₹2,000

4. હીરો પેશન મોટરસાયકલ — કિંમત ₹25000

5. બજાજ સીટી 100 મોટરસાયકલ — કિંમત ₹20,000

6. હોન્ડા એક્ટિવા મોપેડ — કિંમત ₹80,000

🚨દોઢ મહિનામાં આચરેલા 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો:

આરોપીની કડક પૂછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે આ મુદ્દામાલ તેણે છેલ્લા દોઢ માસ દરમિયાન વડોદરાના જુદા-જુદા વિસ્તારોમાંથી રાત્રીના સમયે બે ઘરફોડ ચોરી અને ત્રણ ટુ-વ્હીલર વાહનોની ચોરી કરીને મેળવ્યો હતો. આ ધરપકડથી નીચે મુજબના 4 ગુનાઓ ડીટેક્ટ થયા છે:

  • બાપોદ પોલીસ સ્ટેશન: એક ઘરફોડ તથા વાહન ચોરીનો ગુનો અને અન્ય એક વાહન ચોરીનો ગુનો (કુલ 2 ગુના).
  • વારસીયા પોલીસ સ્ટેશન: એક ઘરફોડ ચોરીનો ગુનો.
  • ગોરવા પોલીસ સ્ટેશન: એક વાહન ચોરીનો ગુનો.

🚨12 ગુનાનો ઇતિહાસ અને પાસાની કાર્યવાહી:

પકડાયેલો આરોપી અજય ઉર્ફે કાળીબોટી આર્થિક ફાયદા માટે અવારનવાર ચેઈન સ્નેચિંગ, ચીલઝડપ અને વાહન ચોરી કરવા ટેવાયેલો છે. તે અગાઉ બાપોદ, વડોદરા તાલૂકા, કારેલીબાગ અને અટલાદરા પોલીસ સ્ટેશનમાં કુલ 12 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને તેની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે અગાઉ એક વખત ‘પાસા’ (PASA) હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે.

🗣️ક્રાઈમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
Vadodara8 hours ago

દબાણોએ લીધો માસૂમનો ભોગ? કંપનીઓના દબાણથી ચાલવાનો રસ્તો બંધ થતા યુવતી કાંસમાં ખાબક્યાની આશંકા

Vadodara1 day ago

વડોદરામાં નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરો બેફામ: કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાનને બનાવ્યું નિશાન

Vadodara1 day ago

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Vadodara2 days ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara2 days ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli3 days ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara4 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara4 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending